Site icon Health Gujarat

અપનાવો આ ઉપાયો, અને થાઇરોઇડને કારણે વધેલા વજનને કરી દો કંટ્રોલમાં

થાઇરોઇડ ડિસઓર્ડર એક સામાન્ય સમસ્યા છે. હકીકતમાં, લગભગ ૧૨% લોકો તેમના જીવન દરમિયાન કોઈક સમયે અસામાન્ય થાઇરોઇડ ફંક્શનનો અનુભવ કરે છે. પુરૂષો કરતા સ્ત્રીઓમાં થાઇરોઇડ ડિસઓર્ડર થવાની સંભાવના આઠ ગણી વધારે છે. ઉપરાંત, થાઇરોઇડની સમસ્યાઓ વય સાથે વધે છે અને તે બાળકોની તુલનામાં ઉંમરવાળાને જુદી રીતે અસર કરી શકે છે. સૌથી મૂળભૂત સ્તરે, થાઇરોઇડ હોર્મોન તમારા શરીરમાં ઉર્જા, વૃદ્ધિ અને ચયાપચયના સંકલન માટે જવાબદાર છે. સમસ્યાઓ ત્યારે આવી શકે છે જ્યારે આ હોર્મોનનું સ્તર ખૂબ ઉંચું અથવા નીચું હોય. આ રીતે જ્યારે થાઇરોઇડ ગ્રંથિ ધીમી પડે છે ત્યારે તેને હાઇપોથાઇરોડિસમ કહેવામાં આવે છે, જ્યારે જ્યારે થાઇરોઇડ ગ્રંથિ વધુ સક્રિય બને છે, ત્યારે તેને હાઇપો-થાઇરોઇડ કહેવામાં આવે છે.

image source

હાઈપોથાઇરોડિઝમ અથવા થાઇરોઇડ હોર્મોનનું નીચું સ્તર, તમારા ચયાપચયને ધીમું કરે છે અને શરીરના ઘણા ભાગોની વૃદ્ધિ અથવા રૂઝ લાવવાના કામ ઘટાડે છે. આમાં, થાઇરોઇડ ગ્રંથિ ધીમી ગતિથી કામ કરવાનું શરૂ કરે છે અને T3, T4 હોર્મોન્સ ઉત્પન્ન કરી શકતું નથી, જે શરીર દ્વારા જરૂરી છે. શરીરમાં TSH નું સ્તર વધી જાય છે. આ સ્થિતિને હાઇપોથાઇરોડિસમ કહેવામાં આવે છે. દસમાંથી છ મહિલાઓ હાઇપોથાઇરોઇડના કારણે સતત વધી રહેલા વજનથી પરેશાન રહે છે. થાઇરોઇડના કારણે વધતું વજન ઘટાડવું મુશ્કેલ તો છે, પરંતુ અસંભવ નથી. જે મહિલાઓનું વજન આ કારણે વધ્યું હોય તેઓ આ ટિપ્સ જરૂર ફોલો કરવી જોઇએ.

Advertisement

થાઇરોઇડ હોવા છતાં ઉતરશે વજન: ખાવા પીવામાં રાખો ધ્યાન

ખાણી-પીણી પર રાખો ધ્યાન

Advertisement
image source

થાઇરોઇડના દર્દીઓ માટે સૌથી જરૂરી વાત એ છે કે તેઓ ખાણી-પીણી પર કેટલું ધ્યાન રાખે છે. શક્ય હોય તેટલું તળેલી વસ્તુઓનું સેવન ન કરવું. થાઇરોઇડના દર્દીઓ માટે ભોજન પચાવવું થોડું અઘરું હોય છે. આવા સંજોગોમાં જમ્યા બાદ હળવું વોકિંગ જરૂર કરો, જેથી આરોગેલું ભોજન જલદી પચી જાય.

image source

વજન ઘટાડનારી દવાઓથી દૂર રહો

Advertisement

કેટલાય લોકો થાઇરોઇડની દવાની સાથે વજન ઘટાડનારી દવાઓનું પણ સેવન કરે છે, પરંતુ આમ કરવાથી તેમના આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે.

ગ્રીન ટીનું સેવન કરો

Advertisement
image source

જો તમે થાઇરોઇડમાં ગ્રીન ટીનો ઉપયોગ કરતાં હશો તો તે તમારું વજન ઘટાડવા માટે એક મહત્ત્વનો ઉપાય સાબિત થશે. દિવસમાં બેથી ત્રણ વાર તમે ગ્રીન ટીનું સેવન કરો. ગ્રીન ટીની જગ્યાએ તમે લેમન ટી પણ લઇ શકો છો.

લસણ છે મદદરૂપ

Advertisement
image source

સવારે ખાલી પેટે લસણ ખાવાથી થાઇરોઇડમાં વધેલું વજન ઝડપથી ઊતરવા લાગે છે. તમે ઇચ્છો તો લસણ વે‌જિટેબલ સૂપ પણ પી શકો છો. જમતાં પહેલાં આ સૂપનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થશે.

યોગનો સહારો લો

Advertisement
image source

તમે સવાર-સાંજ ચાલવાની સાથે-સાથે યોગ પણ કરી શકો છો. યોગ માત્ર તમારા વજનને મેનેજ કરતા નથી, પરંતુ થાઇરોઇડની સમસ્યાને પણ વધતાં રોકે છે. ઇન્ટરનેટ પરથી તમે આરામથી વજન ઘટાડતાં યોગાસનોની યાદી મેળવી શકો છો.

સવાર-સાંજ ચાલો

Advertisement
image source

થાઇરોઇડના દર્દીઓ માટે સવાર અને સાંજ એમ બે વખત ચાલવું ખૂબ જરૂરી છે. તેનાથી એક તો થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરવાના લીધે શરીરને ખોવાયેલી એનર્જી

પાછી મળે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version