Site icon Health Gujarat

Thumb Testથી જાણો ક્યાંક તમે હ્રદયને લગતી જીલવેણ બીમારીથી તો પીડિત નથી ને! ડોક્ટરો પણ આ ટેસ્ટને ગણે છે બેસ્ટ

એક સિંપલ થમ્બ ટેસ્ટ (Thumb Test)થી તમે જાણી શકો છો કે તમને હ્રદયને લગતી કોઇ ગંભીર બીમારી તો નથી ને. યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન (Yale University School of Medicine)ના ડોક્ટરોનું કહેવું છે કે આ ટેસ્ટ ખૂબ જ કારગર છે અને સમય પર જ સાચી જાણકારી આપવામાં મદદ કરે છે. આ ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમને છુપાયેલી એઓર્ટિક એન્યૂરિઝમ (મહાધમની ધમનીવિસ્ફાર)ની સમસ્યા તો નથી. આ સ્થિતિમાં ધમનીની દિવાલો ધીમે ધીમે નબળી પડવા લાગે છે.

Early Diagnosis છે ખૂબ જ જરૂરી

Advertisement
image source

એક રિપોર્ટ અનુસાર ડોક્ટરોના હવાલે જણાવવામાં આવ્યું છે કે મહાધમની આપણી શરીરની સૌથી મોટી રક્ત વાહિકા હોય છે. તે આપણા હ્રદયમાંથી લોહી લઇને શરીરના અન્ય હિસ્સાઓમાં પહોંચાડે છે. કેટલીક સ્થિતિઓના કારણે મહાધમનીની દિવાલોમાં ફુગ્ગા જેવો સોજો આવી જાય છે, જેથી ધમનીની દિવાલો નબળી પડવા લાગે છે, જે ખૂબ જ ખતરનાક છે, જો કે જલ્દી જ તેની જાણ થઇ જાય તો જોખમ પણ ઘટાડી શકાય છે.

Aortic Aneurysmના કોઇ લક્ષણ નહી

Advertisement
image source

એઓર્ટિક એન્યુરિઝમ (Aortic Aneurysm)ના સામાન્ય રીતે કોઇ લક્ષણ નથી હોતા અને તેની ફક્ત સ્ક્રીનિંગના માધ્યમથી જાણ થાય છે. જ્યારે વ્યક્તિને તેનો આભાસ થાય છે ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ચુક્યુ હોય છે. સોજો સંપૂર્ણ રીતે ફુલેલા ફુગ્ગા જેવો થઇ જાય છે. આ સ્થિતિમાં આંતરિક રક્તસ્ત્રાવ અને સંભવત: મૃત્યુ થઇ શકે છે. આ ફુગ્ગાના ફૂટવાના કેસમાં 10માંથી 8 લોકોના હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઇ જાય છે.

આવી રીતે કરો ટેસ્ટ

Advertisement
image source

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર થમ્બ ટેસ્ટ કરવુ અતિ સરળ છે. તેના માટે સૌથી પહેલા આપના હાથ ઉઠાવીને હથેળીને ફેલાવો. ત્યાર બાદ અંગુઠાની નાની આંગળી તરફ હથેળીના બીજા કિનારા સુધી લઈ જવાનો પ્રયાસ કરો. જો અંગુઠો હથેળીની બહાર નિકળી જાય છે, તો તેનો અર્થ છે કે આપે ડોક્ટર્સનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર્સનું કહેવુ છે કે, અંગૂઠાને હલાવામાં સક્ષમ હોવુ એક અપ્રત્યક્ષ સંકેત છે કે સંબંધિત વ્યક્તિના સ્નાયુઓ ઢીલા છે અને આ સાથે આખા શરીરમાં Connective Tissue Disease નો સંકેત પણ છે. જેમાં મહાધમણી પણ શામેલ છે.

305 લોકો પર કરવામાં આવ્યો ટેસ્ટ

Advertisement
image source

શોધકર્તાઓએ 305 લોકો પર થમ ટેસ્ટ કર્યો અને અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં પોતાના રિસર્ચ પ્રકાશિત કર્યા. શોધના વરિષ્ઠ લેખત Dr John A Elefteriades જણાવ્યુ છે કે, રિસર્ચ દરમિયાન એવું સામે આવ્યુ છે કે, જે લોકો પોતાના અંગૂઠાને ફ્લેટ પામથી આગળ સુધી લઈ જવામાં સક્ષમ છે, તેને એઓર્ટિક એન્યુરિઝ્મનો ખતરો છે. જો કે, તેમણે એવુ પણ સ્પષ્ટ કર્યુ છે કે, જરૂરી નથી કે, આ રીતે લોકોમાં સોજો ફાટવાની સ્થિતીમાં પહોંચી જાય. ખાસ કરીને આ અવસ્થા સુધી પહોંચવામાં કેટલાય વર્ષો લાગી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version