Site icon Health Gujarat

આ રીતે ઘરે બનાવો ટામેટાનો ફેસ માસ્ક, અને આ રીતે લો ઉપયોગમાં, સ્કિન થઇ જશે એકદમ સોફ્ટ-સોફ્ટ

ગ્લોઇંગ ત્વચા કોને નથી જોઈતી ? દરેક વ્યક્તિ પોતાની ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે ઘણા ઉપાય કરે છે. પરંતુ આ બધા ઉપાયો અપનાવ્યા પછી પણ ચેહરા પર કોઈ ખાસ અસર દેખાતી નથી. જો તમને કુદરતી સૌંદર્ય અને સ્વચ્છ ત્વચા જોઈએ છે, તો ચેહરાની સુંદરતાના ઉત્પાદનો ખરીદવા અને પાર્લરમાં જઈને મોંઘી ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર નથી, કારણ કે આપણા રસોડામાં જ સુંદરતાનો ખજાનો છુપાયેલ છે. જી હા, અમે ટમેટા વિશે વાત કરી રહ્યા છીએ. ટમેટાં શાકભાજીનો સ્વાદ વધારવાની સાથે તમારી સુંદરતા પણ વધારે છે. તો ચાલો જાણીએ કે તમે ટમેટાની મદદથી કેવી રીતે ત્વચાની સુંદરતા વધારી શકો છો.

ચહેરા પર ટમેટાંનો ઉપયોગ કેવી રીતે કરવો ?

Advertisement
image source

– સૌથી પેહલા ટમેટાંનો રસ કાઢો અને દરરોજ તમારા આખા ચહેરા પર લગાવો. તે તમારા ચહેરા પરથી વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરે છે અને ચેહરાને બેદાગ બનાવે છે.

– ચેહરાની સુંદરતા વધારવા 1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી મલાઈ, અડધી ચમચી મધ અને 2 ચમચી ટમેટાંનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા આખા ચહેરા પર લગાવો. જયારે આ પેસ્ટ સુકાય જાય ત્યારે તમારા ચહેરાને સાફ પાણીથી સાફ કરો. તમારે અઠવાડિયામાં 2 વખત આ પેસ્ટનો ઉપયોગ કરવો જોઇએ. આ પેસ્ટનો ઉપયોગ થોડા સમય સુધી કરવાથી તમને અસર દેખાશે.

Advertisement
image source

ટમેટા અને લીંબુનું ફેસ-પેક તૈલીય ત્વચા દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આ ફેસ-પેક બનાવવા માટે એક ટમેટાને છીણી લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો આ ફેસ પેકને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો અને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ ફેસપેક તમારી તૈલીય ત્વચા દૂર કરશે અને તમારા ચેહરા પરના ડાઘ પણ દૂર કરશે.

– ટમેટાંનો અડધો ભાગ લઈને તેને બ્લેકહેડ્સ પર લગાવવાથી ધીમે ધીમે તમારા બ્લેકહેડ્સ દૂર થશે.

Advertisement
image source

– અડધું ટામેટું લો અને તેમાં ખાંડ નાંખો હવે આ ટમેટાને ચહેરાની ત્વચા પર હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ 5 મિનિટ સુધી સ્ટીમ લો. હવે ટમેટાંનો પલ્પ, ચંદન પાવડર અને મધ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો, આ પેસ્ટ તમારા ચેહરા પર 15 મિનિટ સુધી રાખો. હવે તમારા ચેહરાને શુદ્ધ પાણીથી ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ એકવાર કરવાથી તમારી ત્વચામાં ગ્લો દેખાશે.

image soucre

– ચેહરા પરની કરચલી દૂર કરવા માટે ટમેટાના પલ્પમાં 1 ચમચી ઓટ્સ અને 1 ચમચી મધ ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને થોડા સમય માટે રહેવા દો. જયારે આ પેસ્ટ સુકાય જાય ત્યારે ચેહરો ધોઈ લો. આ માસ્કનો ઉપયોગ કરવાથી ચેહરા પરની કરચલી તો દૂર થાય જ સાથે સાથે તમારો ચેહરો બેદાગ અને ગ્લોઈંગ બને છે.

Advertisement
image source

– 1 ચમચી દહીં, અડધી ચપટી હળદર અને 1 ચમચી મધને 1 ચમચી ટમેટાના પલ્પમાં ઉમેરો.આ બધી ચીજોને મિક્સ કરીને ચેહરા પર લગાવો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય પછી તમારો ચેહરો ધોઈ લો. તમે આ પેસ્ટનો ઉપયોગ દરરોજ કરી શકો છો. આ પેસ્ટ લગાવવાથી ચેહરો ગ્લોઈંગ અને ફ્રેશ થશે.

image source

– ચેહરા પરના બ્લેકહેડ્સ અને ડાર્ક-સર્કલ દૂર કરવા માટે આ પેસ્ટ ખુબ જ ફાયદાકારક છે. આ પેસ્ટ બનાવવા માટે, 1 ચમચી મધમાં ટમેટાંનો પલ્પ મિક્સ કરો. ત્યારબાદ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. 10 મિનિટ પછી તમારો ચેહરો ધોઈ લો અને સ્વચ્છ કપડાથી સાફ કરો.

Advertisement

ટમેટાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી થતા ફાયદા-

image source

– ટમેટા તમને ત્વચા પરની કરચલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ માટે દરરોજ તમારા ચહેરા પર ટમેટા લગાવો. આ તમારી ત્વચાને ટાઈટ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.

Advertisement

– જો તમારે ત્વચાને ફ્રેશ રાખવી હોય તો ટામેટાંનો ઉપયોગ કરો. આ તમને તમારી ત્વચાને ફ્રેશ અને બેદાગ બનાવશે.

– ટમેટામાં હાજર વિટામિન સી ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તમારા ચહેરા પર ટમેટાં લગાવો અને પરિણામ જુઓ.

Advertisement

– ટમેટા ત્વચાને સાફ રાખવાની સાથે પિમ્પલ્સ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version