Site icon Health Gujarat

જાણો ટૉન્સિલ્સ ઇન્ફેકશનની સમસ્યાના લક્ષણો અને તેને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય

ટૉન્સિલ્સ ઇન્ફેકશન ગળા સાથે સંકળાયેલી સમસ્યા છે જેમાં વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે ટૉન્સિલ્સ ઇન્ફેકશન કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે,પરંતુ તે સામાન્ય રીતે બાળકોમાં વધુ જોવા મળે છે.બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેમાં ટૉન્સિલ્સ ઇન્ફેકશનની સમસ્યા વધુ જોવા મળે છે.

image source

ખરેખર ગળાની પાછળની બાજુએ બે અંડાકાર આકારના ટીશ્યુ પેડ્સ હોય છે.જો તેમાં કોઈ બેક્ટેરિયા એકઠા થાય છે અથવા અમુક પ્રકારના વાયરસનો હુમલો આવે છે,તો પછી તે ટૉન્સિલ્સ ઇન્ફેકશનનું કારણ બની જાય છે. આ સમસ્યામાં દર્દીને ગળામાં દુખાવો અને બળતરામાં થાય છે સાથે ખોરાક ખાવામાં પણ મુશ્કેલી થાય છે અને થુંક ગળાની નીચે ઉતારવામાં પણ મુશ્કેલી આવે છે.આ ચેપની સારવાર ખૂબ સામાન્ય છે,પરંતુ ડોક્ટરની સલાહ લીધા વિના દવા જાતે લેવી યોગ્ય નથી.કારણ કે ડોકટરો દર્દીની સ્થિતિ અને લક્ષણોને ઓળખે છે અને તે પ્રમાણે દવા લખી આપે છે.આજે આ લેખમાં અમે તમને ટૉન્સિલ્સ ઇન્ફેકશનના કારણો અને નિવારણની સરળ રીતો જણાવી રહ્યાં છીએ.

Advertisement

આ ટૉન્સિલ્સ ઇન્ફેકશનના લક્ષણો છે

-ગાળામાં દુખાવો અને બળતરા થવી

Advertisement
image source

-થુંક નીચે ઉતારવામાં મુશ્કેલી થવી

-ગળામાં અથવા ગળાની આસપાસ સોજો આવવો

Advertisement

-ગળું સુકાવું

-શરદી સાથે હળવો તાવ આવવો

Advertisement

-માથામાં દુખાવો થવો

image source

-કાનની આસપાસ દુખાવો થવો

Advertisement

-બોલવામાં તકલીફ થવી

-અવાજ ભારે લાગવો

Advertisement

-શ્વાસમાં વાસ આવવી

image source

-મોં ખોલવામાં તકલીફ થવી.વગેરે

Advertisement

ટૉન્સિલ્સ ઇન્ફેકશન થવાના કારણો શું છે ?

1. હવામાનમાં ફેરફાર

Advertisement

2. ગળામાં ચેપ અથવા સામાન્ય શરદી થવી

image source

3. ઈન્ફલ્યુએન્ઝા પણ એક કારણ હોઈ શકે છે

Advertisement

4. ઠંડી વસ્તુઓ ખાવી અથવા ઠંડીના સંપર્કમાં આવવાથી

5. પ્રતિરક્ષાને લીધે નબળાઇ

Advertisement

ટૉન્સિલ્સ ઇન્ફેકશન દૂર કરવા માટેના ઘરેલું ઉપાય

1.ટૉન્સિલ્સ ઇન્ફેકશન થવા પર દારૂ,સિગારેટ અને તમાકુના સેવનથી બચવું જોઈએ.આવું કરવાથી ઇન્ફેકશન વધતું નથી અને તરત જ રાહત મળે છે.

Advertisement
image source

2. જો ગળામાં કોઈ પણ પ્રકારનો ચેપ લાગે તો તજનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.તમારી ટૉન્સિલ્સ ઇન્ફેકશનની સમસ્યા દૂર કરવા માટે તમે તાજને પાણીમાં ઉકાળો અને તે પાણી ઠંડુ થાય પછી તેનું સેવન કરો.તમે દૂધ સાથે પણ તજનું સેવન કરી શકો છો.</p.
3.ટૉન્સિલ્સ ઇન્ફેકશન દરમિયાન ઠંડી,વાસી અને કડક ચીજોનું સેવન કરવાનું ટાળવું જોઈએ.તમે ઘરે બનાવેલું જ ભોજન લો અને શક્ય હોય ત્યાં સુધી ગરમ વસ્તુઓનું સેવન કરો.

image source

4.જો ગળામાં વધુ દુખાવો થાય છે કે સોજો આવે છે,તો નવશેકા પાણીમાં મીઠું નાંખી પીવાથી રાહત મળે છે. અડધા કપ પાણીમાં 1 ચમચી મીઠું નાખી આ પાણીને ગરમ ​​કરો અને પછી તે પાણીના કોગળા કરો.

Advertisement
image source

5.થોડા-થોડા સમયમાં કંઈક ગરમ વસ્તુઓ પીવાનું પ્રયત્ન કરો જેથી ગળું સુકાઈ ન જાય.જો કે આ સમયગાળા દરમિયાન કેફીનનું સેવન ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version