Site icon Health Gujarat

રોગ પ્રતિકારક શક્તિ વધારવા ત્રિફળા છે એકદમ બેસ્ટ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

ત્રિફળા ચા

ત્રિફળા વધારે છે રોગપ્રતિકારક ક્ષમતા :

Advertisement
image source

છેલ્લા ઘણા સમયથી આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણ મહામારીની જેમ ફેલાઈ ગયો છે. ત્યારે હવે આવા સમયમાં દુનિયાના બધા જ ડોક્ટર્સ એવી સલાહ આપી રહ્યા છે કે, અત્યારે આપણે બધાએ આપણા શરીરની ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. મજબુત ઈમ્યુન સિસ્ટમ આપણા શરીરમાં ફેલાતા વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. જયારે શરીરની ઈમ્યુનીટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની વાત થાય છે ત્યારે આયુર્વેદ ઔષધિ ત્રિફળાને કેવી રીતે ભૂલી શકાય.? ત્રિફળા એટલે કે ત્રણ ફળોનું મિશ્રણ. આ ત્રણ ફળ એટલે કે પુતના નામની હરડે, બહેડા અને આમળાના ચૂર્ણનું મિશ્રણ એટલે ત્રિફળા. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, રોજ નિયમિતપણે ત્રિફળાનું સેવન કરવામાં આવે છે તો આપના શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબુત થવા લાગે છે. ઉપરાંત ત્રિફળા ચૂર્ણના સેવનથી લાંબા સમયે થતી બીમારીઓને પણ દુર રાખે છે.

ત્રિફળાના ત્રણ ફળ :

Advertisement

આમળા :

image source

આમળા એંટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. ઉપરાંત આમળામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, પોટેશિયમ અને ફાઈબરથી ભરપુર હોય છે. આમળા આપણા શરીરમાં રહેલ વિષાક્ત તત્વોને બહાર કાઢે છે. ઉપરાંત આમળા શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. આ સાથે જ આમળા આપણા વાળ, નખ અને દાંત માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Advertisement

હરડે :

image source

હરડે પોષકતત્વોથી ભરપુર હોય છે. હરડેમાં પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન અને કોપર જેવા પોષકતત્વોથી ભરપુર હોય છે. હરડેનું નિયમિતપણે સેવન કરવાથી શરીરનું બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે અને આપણા શરીરના હાડકાને મજબુત કરે છે.

Advertisement

બહેડા :

image source

બહેડામાં એંટી ઓક્સિડન્ટ અને એંટી ઇન્ફલેમેટરી જેવા પોષકતત્વોથી ભરપુર હોય છે. બહેડા આપણા શરીરની પાચનશક્તિને સ્વસ્થ બનાવે છે. વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે, જો ગળામાં ખરાશ થઈ ગઈ હોય તો તેને પણ દુર કરે છે. આ સાથે જ બહેડા એલર્જી અને કબ્જમાં રાહત આપવામાં મદદ કરે છે.

Advertisement

કેવી રીતે બનાવશો ત્રિફળાની ચા :

image source

ત્રિફળા ચા માટે સામગ્રી.:

Advertisement

-૧ કપ પાણી અને ૧ ચમચી ત્રિફળા ચૂર્ણ.

અથવા

Advertisement

એક કપ પાણી,

એક આમળું,

Advertisement

એક હરડે,

એક બહેડા.

Advertisement

બનાવવાની રીત :

પહેલી પદ્ધતિ :

Advertisement

એક કપ ગરમ પાણીમાં એક ચમચી જેટલું ત્રિફળા ચૂર્ણ ભેળવવું. ત્યાર પછી બે મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ આપે આ મિશ્રણને પી લેવું.

બીજી પદ્ધતિ :

Advertisement

એક વાસણમાં એક કપ પાણી નાખો. આ પાણી ગરમ થવા લાગે એટલે ગેસ બંધ કરી દો. ત્યાર પછી તેમાં એક આમળું, એક હરડે અને એક બહેડા ઉમેરવું જોઈએ. ત્યાર પછી આ મિશ્રણને બે મિનીટ સુધી ઠંડુ થવા દો. ત્યાર પછી આપે આ મિશ્રણને ગાળીને એક કપમાં લઈને પી લેવી. ઉપરાંત આપ ત્રિફળાની ચામાં સ્વાદ માટે એક ચમચી લીંબુનો રસ ભેળવી શકો છો.

image source

ત્રિફળાની ચાના ફાયદા :

Advertisement

-ત્રિફળાની ચા શરીરમાં Cholecystokininનો પ્રવાહ યોગ્ય રીતે બનાવવા માટે મદદરૂપ થાય છે. જેના કારણે પેટ ભરેલું લાગ્યા કરે છે અને અયોગ્ય ભોજન ટાળવું જોઈએ.

-ત્રિફળાની ચા શરીરને ડીટોકસ કરવામાં મદદ કરે છે ઉપરાંત શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે.

Advertisement

– પાચનશક્તિને લગતી કોઇપણ મુશ્કેલી હોય તો ત્રિફળા ચાનું સેવન આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

image source

-દાંતની તકલીફો જેમ કે, પ્લાક, પેઢામાં દુખાવો, મોઢામાં ચાંદી પડવી જેવી ઘણી બધી તકલીફોને દુર કરવામાં મદદ કરે છે.

Advertisement

-યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશનથી પીડાઈ રહેલ મહિલાઓએ ખાસ ત્રિફળા ચાનું સેવન કરવું લાભકારક સાબિત થાય છે.

ત્રિફળા ચા પીવાના સમય.:

Advertisement
image source

ત્રિફળા ચાને આપણે બે સમય દરમિયાન પી શકીએ છીએ. સૌપ્રથમ આપ સવારે ઉઠીને ખાલી પેટે ત્રિફળા ચાનું સેવન કરવું જોઈએ. કે પછી રાત્રે સુતા સમયે અડધો કલાક પહેલા જ ત્રિફળા ચાનું સેવન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version