Site icon Health Gujarat

ગરમીની સીઝનમાં સ્કીન કેર માટે જાણો ખાસ 10 ટિપ્સ, ચમકી જશે ચહેરો

ગરમી શરૂ થતાની સાથે જ અનેક મહિલાઓ અને બાળકોને ખાસ કરીને ખંજવાળ આવવી, પરસેવો થવો વગેરે સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. આ સાથે જ તેઓ ખાસ કરીને ફોલ્લીઓ અને પિંપલ્સથી પણ પરેશાન થાય છે. આ સમયે તમે પણ વિચારો છો કે એવા તો કયા ઉપાય કરી લેવામાં આવે તો તમે આ સમસ્યાથી ઝડપથી રાહત મેળવી શકો. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવા ખાસ ઉપાયો જેની મદદથી તમે ગરમીથી સ્કીનને થતા નુકસાનથી બચાવી શકો છો. આ માટે તમારે તમારી સ્કીન ટાઈપને જાણી લેવાની જરૂર છે.જો તમે તમારી સ્કીન ટાઈપ એટલે કે ડ્રાય સ્કીન, ઓઈલી સ્કીન કે સામાન્ય સ્કીનને સમજીને કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તમને ગરમીની સીઝનમાં ઝડપથી રાહત મળી શકે છે.

ગરમીની સીઝનમાં રાઈટ સનસ્ક્રીનને પસંદ કરવાનું કામ જરૂરી બને છે. કેમકે દરેક વ્યક્તિને સ્કીન ટોન અલગ હોય છે. ખોટા સનસ્ક્રીનને પસંદ કરી લેવાથી તમારી સ્કીન ખરાબ થઈ શકે છે.

Advertisement

આ સિવાય તમે 15 એસપીએફ કે તેનાથી વધારે એસપીએફનું સનસ્ક્રીન લગાવો. તેનાથી તમારી સ્કીનને તડકાથી રક્ષણ મળશે.

મોઈશ્ચરાઈઝરની જરૂર ફક્ત શિયાળાની સીઝનમાં જ હોય છે એવું નથી. ગરમીની સીઝનમાં પણ તમે વારેઘડી ચહેરો ધૂઓ છો તેના કારણે સ્કીન સૂકાઈ જાય છે. આ માટે તમારે અહીં મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાનું જરૂરી રહે છે. આ સિવાય તમે એવું ફેસવોશ પસંદ કરો કે જે સ્કીનને સૂટ પણ કરે અને તેનાથી તમારી સ્કીન સૂકી ન લાગે.

Advertisement

જો તમે તમારા લિપ્સની કેર કરવા ઈચ્છો છો તો તમે દિવસે તેની પર લિપબામ લગાવવાનું ચૂકશો નહીં અને સાથે જ રાતના સમયે તેની પર ઘીની આંગળી ફેરવો. આમ કરવાથી હોઠની સુંદરતા અને કોમળતા જળવાઈ રહેશે.

જ્યારે પણ ગરમીની સીઝનમાં તમે કોઈ મેકઅપનો ઉપયોગ કરો છો તો તમારે ઓઈલ ફ્રી મેકઅપ યૂઝ કરવો. જેથી સ્કીન પર તે ફેલાશે નહીં અને તમે સુંદર દેખાઈ શકશો.

Advertisement

દિવસભર તમે ગરમીમાં ફરીને આવ્યા છો તો તમે ઘરે આવીને પહેલા તો સામાન્ય પાણીથી ફેસને સારી રીતે વોશ કરી લો. આ પછી તમે આખા ફેસ પર એલોવેરા જેલ લગાવી લો. તેનાથી ડેમેજ સ્કીન ક્યોર થશે અને ચહેરાને ઠંડક મળશે.

આ સિવાય શક્ય હોય તો બહારથી આવ્યા બાદ તમે ઠંડા પાણીથી નાહી લો આમ કરવાથી તમારી સ્કીન પર થતો પરસેવો ઓછો થશે અને સાથે ફેસ પર ખીલનું પ્રમાણ પણ ઘટશે.

Advertisement

ચહેરા પર ફ્રૂટ માસ્ક લગાવો. તેનાથી સ્કીન હાઈડ્રેટ રહેશે અને સાથે તમે એક અલગ જ નિખાર મેળવશો. આ માટે તમે ઘરે જ પપૈયાના પલ્પનો કે પછી પાકા કેળાનો ઉપયોગ કરી શકો છો. નારંગીના છોડાને સૂકવીને તેનો પાવડર કરીને તેની પેસ્ટ પણ લગાવી શકો છો. આ એક સારો વિકલ્પ રહે છે.

ડાયટમાં શક્ય હોય ત્યાં સુધી પાણી વાળા ફ્રૂટ જેમકે શક્કર ટેટી, તરબૂચ, દ્રાક્ષનો ઉપયોગ કરવાનું રાખો. તેમ કરવાથી તેમાંથી શરીરને પૂરતું પાણી પણ મળશે અને ખાંડનું પ્રમાણ પણ શરીરમાં દિવસ ભર જળવાઈ રહેશે. આખો દિવસ ઘરની બહાર ફરનારા માટે આ ખૂબ જરૂરી છે. તેનાથી સ્કીનને પણ અનેક પ્રકારના લાભ મળશે.

Advertisement

ચહેરાની પરસેવો હટાવવા માટે સોફ્ટ રૂમાલ કે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરો. આ સાથે જ તમારા પર્સમાં તમે એક ટિશ્યૂ પેપરનું બોક્સ રાખો તે જરૂરી છે.

ગરમીની સીઝનમાં જો તમારી સ્કીન ઓઈલી છે તો તમે આ ટિપ્સનો ઉપયોગ કરીને સ્કીન પર ગ્લો લાવી શકો છો

Advertisement

ગરમીની સીઝનમાં સ્કીનની કેર કરવાનું ખૂબ જ જરૂરી બન્યું છે. એવામા આપણે સૌએ આપણી સ્કીનની કેર કરવાનું જરૂરી બન્યું છે. આ માટે તમે આ નાની ટિપ્સની મદદ લઈ શકો છો.

ઓઈલી સ્કીન વાળા લોકોએ ગરમીની સીઝનમાં કાકડીનો ઉપયોગ કરવાનું રાખવું. જ્યારે પણ તમે મેકઅપ કરવાનું વિચારી રહ્યા હોવ ત્યારે તમારે સૌ પહેલા કાકડીને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી અને તેમાં થોડું મધ મિક્સ કરી લેવું. આ મિશ્રણને તમે ફેસ પર 30 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી તેને ધોઈ લો. આમ કરવાથી તમારી સ્કીનમાં રહેલું એકસ્ટ્રા ઓઈલ નીકળી જશે અને સ્કીન ગ્લો કરશે.

Advertisement

આ સિવાય તમે ઈંડાની જરદીમાં પણ મધ મિક્સ કરી શકો છો અને તેને ફેસ પર લગાવી શકો છો. આ માસ્કને 30 મિનિટ બાદ સાદા પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારા ફેસ પરનું વધારાનું ઓઈલ નીકળી જશે અને સ્કીનને પણ ખાસ ગ્લો મળશે.

ગરમીની સીઝનમાં સમયાંતરે તમે તમારા ફેસને ટિશ્યૂ પેપરથી સાફ કરતા રહો તે અત્યંત જરૂરી છે. ગરમીની સીઝનમાં ઓઈલી સ્કીન ધરાવતા લોકોની સ્કીન વધારે ઓઈલી થાય છે. જો તમે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરો છો તો તમારી સ્કીનનું એકસ્ટ્રા ઓઈલ તેનાથી સાફ થઈ જાય છે અને તમે પિંપલ્સ અને અન્ય સ્કીન પ્રોબ્લેમ્સથી રાહત મેળવી શકો છો.

Advertisement

આ સિવાય ગરમીની સીઝનમાં સ્કીન કેરની સાથે સાથે વિટામીન્સ અને ઠંડક મળી રહે તે માટે તમે નારંગીના છોતરાનો પાવડર બનાવીને તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ પાવડર બજારમાં તૈયાર પણ મળે છે. આ સિવાય તમે નારંગીના છોતરાને સૂકવીને તેને પીસીને ઘરે પણ તેનો પાવડર બનાવી શકો છો. આ પાવડરમાં જો તમે ગુલાબજળ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ફેસ પર લગાવો છો તો તમને ઠંડક મળે છે. અને સાથે જ જો તમે તેમાં લીંબુના રસના થોડા ટીપા મિક્સ કરી લો છો તો તમે ગરમીમાં થતી ટેનિંગની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો. આ સિવાય લીંબુ તમારી સ્કીનના વધારાના ઓઈલને પણ ખેંચી લે છે અને તમને મોટી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version