Site icon Health Gujarat

શું તમે જાણો છો વધુ સમય સુધી પેશાબ રોકી રાખવાથી કઇ ખતરનાક બીમારીનુ બનવુ પડે છે ભોગ?

“કિડની બચશે તો જીવન બચશે” માટે પેશાબ રોકી રાખો નહીં ખાસ વાંચી લો!

આપણા માનવ શરીરની જટિલ રચનામાં ઘણા ભાગ એવા છે જેનું મહત્વ ખૂબ વધારે છે. કારણ કે આ ભાગ ખરાબ થવાથી આપણા જીવનમાં તો તકલીફ પડે જ છે પરંતુ આપણા આયુષ્યને પણ અસર કરે છે, એમાંનો એક ભાગની વાત કરીએ તો એ છે કિડની. આપણા શરીરમાં બધાને ખબર હશે કે બે કિડની આવેલી હોય છે.

Advertisement
image source

કિડનીનું કામ શું છે?

કિડની એક ફિલ્ટર તરીકેનું કામ કરે છે, જે આપણા શરીરને સાફ કરે છે તેમજ આપણા શરીર મિનરલ નું નિર્માણ કરે છે, આપણા શરીરમાં યુરિનનું કંટ્રોલ સંપૂર્ણપણે કિડનીથી થાય છે. તેમજ શરીરમાંથી બિનજરૂરી ટોક્સિનને કાઢવાનું કામ પણ એ જ કરે છે. એક કિડનીમાં ઓછામાં ઓછી વાત કરીએ તો દસ લાખ જેટલા ફિલ્ટર લાગેલા હોય છે. જો આપણા શરીરમાં કિડની ગમે ત્યારે કામ કરવાનું બંધ કરી દે તો આપણા શરીરમાં યુરિયા તેમ જ ક્રીએટીનીન જમા થવા લાગે છે.

Advertisement
image source

આપણે આપણા સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવીએ છીએ. આવી સ્થિતિમાં, આપણા શરીરની દરેક પ્રવૃત્તિ સીધી આપણા સ્વાસ્થ્યને અસર કરે છે, પછી ભલે તે આંતરિક હોય કે બાહ્ય. આવી સ્થિતિમાં, કામ અથવા અન્ય કોઈ કારણોસર લોકો લાંબા સમય સુધી પેશાબ રોકી રાખે છે, પરંતુ આમ કરવાથી મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે કઇ સમસ્યા થાય છે.

image source

– તમે કદાચ નહીં જાણતા હોવ કે લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કે મુત્ર માર્ગ ચેપ થવાનું જોખમ વધારે રહે છે જે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે.

Advertisement
image source

– તમને જણાવી દઇએ કે જે લોકો વારંવાર અથવા દરરોજ પેશાબ રોકી રાખે છે તેમને કિડની અથવા મૂત્રાશયમાં દુ:ખાવો અનુભવાય છે. આ સાથે, જ્યારે તમે લાંબા સમય પછી પેશાબ કરવા જાઓ છો, ત્યારે પેશાબ દરમિયાન દુ:ખાવો થાય છે.
– શરીરની અશુદ્ધિઓ પેશાબ દ્વારા બહાર કાઢવામાં આવે છે અને જો યોગ્ય સમયે પેશાબ કરવામાં ન આવે તો શરીરમાં ચેપનું જોખમ વધી શકે છે.

image source

– તમને ખબર નહીં હોય કે પેશાબ રોકી રાખવાથી મૂત્રાશય, કિડની અથવા પેશાબની નળીમાં બળતરા અને સોજા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે અને તે કિડની માટે ખૂબ નુકસાનકારક માનવામાં આવે છે.

Advertisement

– તમને જણાવીએ કે ખૂબ લાંબા સમય સુધી પેશાબ રોકવાથી એ કિડનીના કામમાં અડચણ પડે છે અને તેની કાર્યક્ષમતા પર અસર થાય છે.

– આ સિવાય વધારે સમય પેશાબ રોકવાથી બ્લેડરમાં સોજા આવવાનો ખતરો વધી જાય છે.

Advertisement
image source

જ્યારે પણ શરીરમાં પાણી ઓછું પીવામાં આવે, ત્યારે કિડનીને કામ કરવામાં તકલીફ પડી શકે છે. માટે હંમેશા ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કારણ કે આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરમાં ૭૦ ટકા જેટલું પાણી રહેલું છે આ વાત તમને ખબર હશે. અને જ્યારે પાણી ઓછું પીવામાં આવે ત્યારે કિડનીમાં પથરી થવાની પણ શક્યતા રહે છે. માટે કાયમને માટે ભરપૂર પાણી પીવાનું રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version