Site icon Health Gujarat

જો આ લક્ષણો દેખાય તો ન કરશો ઈગ્નોર, મહિલા કે પુરુષો કોઈને છોડતું નથી, રહો એલર્ટ

ઘણીવાર એવું થતું હોય છે કે યુરિન પાસ કરતી વખતે ખૂબ જ તકલીફ થાય, આ સિવાય વારંવાર યુરિન જવું પડશે તેમ લાગે અને ઘણા લોકોને આ તકલીફ ઉપરાંત યુરિન પાસ કરતી વખતે લોહી પણ પડે છે. આ સમસ્યાઓ સામાન્ય લાગે અથવા તો ઘણા લોકો શરમ કે સંકોચના કારણે તેને અવગણવાની ભુલ કરી બેસી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આમ કરવું તમારા માટે ઘાતક બની શકે છે.

image soucre

આવી સમસ્યાઓ વધારે પ્રમાણમાં મહિલાઓને થતી હોય છે તેથી જો કોઈ પુરુષને તેવી તકલીફ થાય તો તેને ગંભીરતાથી લેતા નથી. પરંતુ જણાવી દઈએ કે આ તકલીફો મહિલાની જેમ પુરુષોને પણ થઈ શકે છે અને તેને અવગણવી જીવલેણ સાબિત થઈ શકે છે. જો કે આ લક્ષણો હોય તો ગભરાય જવાની જરૂર નથી. આ સમસ્યા યૂરિનરી ટ્રેક્ટ ઈંફેકશનના કારણે હોય શકે છે. શું છે આ સમસ્યા અને તેનો ઉપાય કેવી રીતે કરવો તે જાણીએ સૌથી પહેલા.

Advertisement

આ સમસ્યાની સારવાર ન કરો તો શું થાય ?

image soucre

જો તમે આ સમસ્યાની સારવાર ન કરાવો તો કિડની પર ખરાબ અસર થાય છે. આ સંક્રમણ ઝડપથી કિડની સુધી ફેલાઈ જાય છે. આમ થવાથી વ્યક્તિને વધારે તકલીફ સહન કરવી પડી શકે છે. જો કે ખૂબ ઓછા કેસમાં કિડનીમાં લોકોને તકલીફ થાય છે. પરંતુ ઘણીવાર આવું થાય છે કે વ્યક્તિની કિડની પણ સંક્રમણના કારણે ખરાબ થઈ જાય છે.

Advertisement

આ બીમારીના લક્ષણ જણાય તો ગભરાય જવાની જરૂર નથી કે ન તો સંકોચ રાખી અને લોકોથી છુપાવવું જોઈએ. તેનો સમયસર ઈલાજ કરાવવો જરૂરી હોય છે જેથી તેના ખરાબ પ્રભાવથી બચી શકાય. કારણ કે બીમારી વધી જાય તો તેના માટે એકમાત્ર ઉપાય સર્જરી હોય છે.

image socure

મહિલાઓમાં આ બીમારી સામાન્ય થઈ ગઈ છે. મૂત્રમાર્ગમાં આ બીમારી થવાનું કારણ હોય છે યૌન સંચારિત રોગ. ક્લૈમાઈડિયા અને ગોનોરિયા તેના મુખ્ય 2 કારણ હોય છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત યુવાનો હોય છે.

Advertisement

યૂરિનરી ટ્રેક્ટ ઈંફેકશનના લક્ષણ

image soucre

જો કે ઉપરોક્ત લક્ષણો ઘણીવાર પુરુષોમાં જોવા મળતા નથી તેમ છતાં તેઓ આ બીમારીથી પીડિત હોય શકે છે. યુરિન સાથે રક્ત આવવું સામાન્ય બીમારી બની ચુકી છે. તેને પણ યૂરિનરી ટ્રેક્ટ ઈંફેકશન માનવામાં આવે છે. આ બંને પ્રકારનું હય છે. એક અપર અને એક લોઅર. જો તે અપર હોય તો તે કીડની કે મૂત્રમાર્ગની સમસ્યા કહેવાય છે. તેની સારવાર કરાવી તમે ગંભીર જોખમથી બચી શકો છો. ઘણા દર્દીઓને મેડિકલ ઉપકરણ સાથે રાખવા પડે છે.

Advertisement
image soucre

આ બીમારીનો સંબંધ આપણી આદતો સાથે પણ છે. રોજ વ્યવસ્થિત લાઈફસ્ટાઈલ સાથે જીવન જીવવાથી આ બીમારીથી બચી શકાય છે. આ સિવાય કોઈપણ તકલીફ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય સંબંધ બનાવતી વખતે પણ પ્રોટેક્શન રાખવું જોઈએ.

Advertisement
Advertisement
Exit mobile version