Site icon Health Gujarat

વાળની સફેદી દૂર કરીને લાવશે ગજબનું શાઈનિંગ, અપનાવી લો આ ખાસ ઉપાયો

જો તમે પણ તમારા વાળમા આવતી સફેદીના કારણે પરેશાન થઇ ચુક્યા છો તો તમારી આ પરેશાનીને આજે દૂર કરી દો કારણકે, આજે આ લેખમાં અમે તમારા માટે અમુક એવા અસરકારક ઉપચાર લાવ્યા છીએ કે, જે તમારી આ સમસ્યાને ક્ષણભરમાં જ ગાયબ કરી દેશે તો ચાલો જાણીએ આ ઘરેલું ઉપચાર વિશે.

image source

વાળની સફેદી દૂર કરવા માટે સૌથી અસરકારક કોઈ ઉપચાર માનવામા આવતો હોય તો તે છે આમળા. આ વસ્તુ તમારા વાળની સાર-સંભાળ માટે ખુબ જ જાણીતી છે. આ માટે સૌથી પહેલા તો આમળાને પાણીમાં યોગ્ય રીતે ઉકાળો અને ત્યારબાદ જ્યા સુધી પાણી અડધું ના થાય ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ હવે તેમાં મહેંદી અને લીંબુનો રસ ઉમેરી અને તેને મિક્સ કરીને વાળ પર લગાવો. જો તમે આ ઉપાય અજમાવો તો તમને તમારી વાળની સફેદીથી તુરંત મુક્તિ મળી જશે.

Advertisement
image soucre

આ સિવાય વાળ પર દહીંનો ઉપયોગ પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે છીણેલા ટામેટા સાથે દહીં મિક્સ કરો અને ત્યારબાદ તેમાં થોડો લીંબુનો રસ અને નીલગિરી તેલ ઉમેરી એક પેસ્ટ તૈયાર કરીને આ પેસ્ટને જો તમે તમારા માથા પર સારી રીતે મિક્સ કરીને લગાવો અને માથાની માલિશ કરો તો તમને વાળમા સફેદીની સમસ્યા ક્યારેય નહિ સતાવે અને તમારા વાળ પણ મજબુત બનશે.

image source

આ સિવાય આદુ અને મધનો ઉપયોગ પણ તમારા વાળને કાળા બનાવવા માટે લાભદાયક સાબિત થઇ શકે છે. જો તમે આદુને પીસીને ત્યારબાદ તેમાં મધનો રસ મિક્સ કરી અને તેને અઠવાડિયામા કમ સે કમ બે વાર તેને તમારા વાળ પર લગાવો. જો તમે આ નુસખો અજમાવો ધીમે-ધીમે વાળની સફેદ થવાનું ઓછું કરશે.

Advertisement
image source

આ સિવાય વાળ પર કોકોનટ ઓઈલ અને કપૂર લગાવો. ત્યારબાદ આ ઓઈલને હળવુ ગરમ કરો. તેમાં ચાર ગ્રામ કપૂર મિક્સ કરો. જ્યારે કપૂર ઓઈલ સાથે સારી રીતે ભળી જાય છે ત્યારે તેનાથી તમારા વાળની મસાજ કરો. વાળની સફેદીને દૂર કરવા માટેનો આ એક જાદુઈ નુસખો છે.

Advertisement
Advertisement
Exit mobile version