Site icon Health Gujarat

વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા આ રીતે કરો શિકાકાઈનો ઉપયોગ, જાણો પરફેક્ટ રીત

વાળ તૂટવાની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યા અત્યારે બધા લોકોમાં જોવા મળે છે. આની પાછળ અનેક કારણો છે જેમ કે પાણીનો અભાવ, ગંદા કાંસકાનો ઉપયોગ, તણાવ જેવી અનેક બાબતો. આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે મોટાભાગની મહિલાઓમાં વાળ ખરવા ની સમસ્યા જોવા મળે છે.

image source

જો વાળ થોડા ઘણાં ખરે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ વાળ વધુ ખરવા લાગે અથવા અકાળે વાળ સફેદ થવા લાગે તો સ્ત્રીઓ સૌથી વધુ ચિંતિત થઈ જાય છે. એમાંય વરસાદ અને વરસાદ પછીના ભેજવાળા વાતાવરણને કારણે વાળની સમસ્યાઓ વધી જાય છે. સાથે જ ચોમાસા અને શિયાળામાં ડેંડ્રફ, શુષ્ક વાળ થવાની સમસ્યા વધુ જોવા મળે છે, અને આજકાલની ઝડપી લાઈફમાં વાળની યોગ્ય કાળજી લેવાનો સમય પણ રહેતો નથી.

Advertisement
image source

જ્યારે બ્યુટી પ્રોડક્ટ્સની વાત કરવામાં આવે છે, ત્યારે ઘણી વસ્તુઓ તમને અનુકૂળ હોય છે અને ઘણા પ્રોડક્ટથી તમને આડઅસરો પણ થઈ શકે છે. જો તમે પણ ઘરે બનાવેલી રેસિપી શોધો જે તમને વાળ ખરવાની સમસ્યામાં રાહત આપશે અને તે કામ કરવું મુશ્કેલ કાર્ય નથી. વાળ માટે જો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો તે શિકાકાઈ છે.

image source

શિકાકાઈ એ એક આયુર્વેદિક જડીબુર્તી છે. તે વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. પેસ્ટ બનાવવા માટે આમળા, અરીઠા અને પાણીનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા દુર થાય છે.

Advertisement

આ રીતે વાપરો :

image source

આ બધી વસ્તુઓને આખી રાત પલાળી ને બીજા દિવસે સવારે તેની પેસ્ટ બનાવી વાળ પર તે પેસ્ટ ને લગાવવી. ત્યાર બાદ તેને એક થી બે કલાક રહેવા દો, પછી વાળને પાણીથી ધોઈ લો. આમ કરવાથી વાળ ચમકદાર અને મજબૂત બને છે. વાળ નરમ અને મુલાયમ પણ બને છે.

Advertisement

તેનાથી થતા ફાયદા :

image source

શિકાકાઈ માત્ર વાળ તૂટતા અટકાવે છે, એટલું જ નહીં, પરંતુ બીજા ઘણા ફાયદા પણ લાવે છે. શિક્કાકાઈનો ઉપયોગ કરીને ખોડો દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. વાળના અકાળે સફેદ થતા પણ શિકાકાઈ તેને અટકાવે છે. શિક્કાકાઈના ઉપયોગથી માથાની ચામડીની ખંજવાળમાં પણ રાહત થાય છે, અને વાળમાં સારો વિકાસ થાય છે.

Advertisement

શિકાકાઈ એ જરૂરી વિટામિન્સનો ખૂબ સારો સ્રોત છે. તેમાં વિટામિન સી ભરપુર માત્રામાં છે. તે માથા પરની ચામડીમાં કોલેજનનું ઉત્પાદન વધારીને વાળના વિકાસમાં મદદ કરે છે. તે એન્ટીઓકિસડન્ટોનો ખૂબ સારો સ્રોત છે, જે વાળમાં થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે.

image source

શિકાકાઈ વાળને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આ વાળની સંભાળ ખૂબ જ સરળ બનાવે છે. ઘણીવાર, જેમના વાળ લાંબા હોય છે તેમને વાળ ખરવાની અને તૂટવાની સમસ્યા વધુ હોય છે. આવા લોકો તેને તેમના વાળની સંભાળમાં શિકાકાઈનો સમાવેશ કરી શકે છે, તેમના માટે ફાયદાકારક રહેશે.

Advertisement
image source

માથામાં જૂ ની સમસ્યા વ્યક્તિને ખુબ જ પરેશાન કરે છે. ઘણીવાર, વાળની યોગ્ય સંભાળના અભાવના કારણે અથવા તો જુ વાળી વ્યક્તિને સંપર્કમાં આવવાના કારણે પણ વ્યક્તિમાં જૂની સમસ્યા થાય છે. જૂની સમસ્યાથી છૂટકારો મેળવવાનો સૌથી સહેલો રસ્તો શિકાકાઈનો ઉપયોગ કરવો છે. શિકાકાઈના નિયમિત ઉપયોગથી માથાના જૂની સમસ્યાથી સરળતાથી છૂટકારો મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version