Site icon Health Gujarat

જો વધતા વજનને લઈને પરેશાન છો તો આજથી શરૂ કરો 3 સરળ ઉપાયો, મળશે ફટાફટ રાહત

કોરોના મહામારીના કારણે અનેક લોકો વર્કફ્રોમ હોમ કરી રહ્યા છે અને બાળકો પણ ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે. ઘરેથી કામ કરતા રહેવાના કારણે અને સાથે ક્યારેક બોર થવાના કારણે પણ લોકો કંઈ પણ ખાઈ લેતા હોય છે. આ સમયે એવો છે કે લોકો કંઈ પણ ખાઈ પી લે છે અને પછી બેઠા બેઠા કામ કરવાના કારણે તેમને સ્થૂળતાની કે વજન વધી જવાની મુશ્કેલી થતી રહે છે. બીઝી લાઇફ સ્ટાઈલમાં લોકો પોતાની કેર કરી શકતા નથી. આ કારણે હેલ્ધી ડાયટને બદલે કંઈ પણ ફ્રૂટ્સ અને ઓઈલી ચીજો મંગાવીને ખાઈ લે છે. લાઈફ સ્ટાઈલ બગડી જાય તે માટે સ્થૂળતા અને બીમારીઓ સરળતાથી દરેકને પોતાની ઝપેટમાં લઈ લે છે. આ કારણ છે કે આજે દર 5માંથી 3 વ્યક્તિને સ્થૂળતાની તકલીફ રહે છે. તમને નેચરલ રીતે તમારું વજન કંટ્રોલમાં રાખી શકો આ માટે અમે તમને ઘરે બેઠા કરી શકાય તેવા 3 સરળ આસનોને વિશે જણાવીશું જેનાથી તમે સરળતાથી તમારી સ્થૂળતાથી બચી શકો છો.

image source

વજન ઘટાડવા માટે તમે કેલેરી ઓછી કરો તે જરૂરી રહે છે. આ માટે વર્કઆઉટ કરો તે જરૂરી છે. ખાન પાનની વાત કરે તો તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસને પસંદ કરી શકો છો. આ સમયે તમે પેકેજ્ડ જ્યુસ ને બદલે ફ્રેશ જ્યુસને પસંદ કરો તે તમારી હેલ્થ માટે સારું રહે છે. જો તમે આ સિવાય રોજ એક સફરજન ખાઈ લેશો તો તમને આરામ મળશે અને સાથે જ તમારું વજન પણ કંટ્રોલમાં રહી શકે છે.

Advertisement
image source

ઊંઘની ખામી અને વધારે ઊંઘ બંને હાનિકારક બને છે. શારિરીક ક્રિયાઓની સાથે યોગ્ય રીતે કાર્ય કરવાથી અને રોજની 6-8 કલાકની ઊંઘ લેવાના કારણે પણ તમે સ્થૂળતાથી બચી શકો છો. જ્યારે તમારી ઊંઘ ઘટે છે ત્યારે તમારા પર સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. અનેક વાર સ્ટ્રેસ સ્થૂળતાનું કારણ પણ બની જાય છે.

image source

પાણી કે સોડા રહિત અન્ય પેય વધારે પ્રમાણમાં લેવાથી વજન ઘટાડવામાં તમને સફળતા મળી શકે છે. પાણી કે અન્ય તરલ પદાર્થો લેવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે. યાદ રાખો કે જમ્યા પહેલા પાણી પીવાથી તમે કેલેરી ઓછી લઈ શકો છો. ન્યૂટ્રિશનિસ્ટ સામાન્ય રીતે દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે.

Advertisement
image source

તો હવેથી તમે પણ જો તમારી હેલ્થને લઈને પરેશાન છો અને સાથે જ તમારા વધતા વજને લઈને પણ વિચાર કરી રહ્યા છો તો તમારે એલર્ટ રહેવાની અને ઉપરના તમામ શક્ય અને સરળ ઉપાયોને અજમાવી લેવાની જરૂર છે. તે તમારી ઇમ્યુનિટી વધારશે અને સાથે તમે ફિટ અને ફાઈન રહી શકશો.

Advertisement
Advertisement
Exit mobile version