Site icon Health Gujarat

તમારી આ આદતો તમને સમય કરતા પહેલા બનાવી દે છે ઘરડા, જાણો અને આજથી જ બદલી નાખો તમારી આ ટેવોને

આપણા સ્વાસ્થ્ય પર આપણી જીવનશૈલીની ખૂબ અસર પડે છે. દિનચર્યાની કેટલીક આદતો એવી છે કે જેના કારણે વૃદ્ધત્વના લક્ષણો સમય પહેલા દેખાવા લાગે છે.આપણી કેટલીક રોજિંદા ટેવને લીધે, વૃદ્ધત્વના સંકેતો સમય પહેલા દેખાવા લાગે છે. અમે તમને આવી કેટલીક રોજિંદા ટેવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે. તેથી તમારે આ ટેવ બદલવાની જરૂર છે. તો ચાલો અમે તમને જણાવીએ એ આદતો કઈ છે.

સ્ટ્રોથી પીવું

Advertisement
image source

દરેક લોકો સોડા, પાણી અથવા નારિયેળ પાણી જેવી ચીજો પણ સ્ટ્રોથી પીવે છે. આ સ્ટ્રો દ્વારા ચેહરાને ઘણું નુકસાન થઈ શકે છે. કારણ કે જ્યારે આપણે સ્ટ્રોથી પીણું પીએ છીએ, ત્યારે આપણા હોઠની આસપાસ ખેંચ આવે છે. આનાથી ચહેરા પર અકાળ રેખાઓ અને કરચલીઓ આવે છે. તેથી ગ્લાસ અથવા કપમાં પીણું પીવું સારું રહેશે.

જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ

Advertisement
image source

જંક ફૂડમાં ઘણી ટ્રાંસ ફેટ, મીઠું અને ખાંડ હોય છે. તેમાં કોઈ પોષક તત્વો હોતા નથી. જંક ફૂડ શરીરમાંથી કોલેજનની માત્રા ઘટાડે છે. કોલેજન ચહેરા પરની કરચલીઓ રોકે છે. તે જ સમયે, સોડા અને કોલ્ડ ડ્રિંક્સ પણ ચહેરા પર બારીક રેખાઓ વધારે છે.

આલ્કોહોલનું વધુ પડતું સેવન

Advertisement
image source

આલ્કોહોલ શરીરની અંદર તો ખુબ જ નુકસાન કરે છે, પરંતુ આ ત્વચા પર પણ અસર કરે છે. કેટલાક અધ્યયન મુજબ, વૃદ્ધાવસ્થાના લક્ષણો એવા લોકોમાં જોવા મળે છે જેઓ વધુ આલ્કોહોલ પીવે છે. વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવાથી આંખો હેઠળ ડાર્ક સર્કલ થાય છે, સાથે ચહેરા પર કરચલી અને ડિહાઇડ્રેશન થાય છે. તેથી આલ્કોહોલ આપણા શરીર અને ત્વચા બને માટે ખરાબ છે. આજથી જ આલ્કોહોલનું સેવન છોડો અને સ્વસ્થ રહો.

પેટ પર સૂવું

Advertisement
image source

સુવાથી શરીરને ઉર્જા મળે છે, પરંતુ જો તમે તમારા પેટ પર સૂઈ જાઓ છો, તો વૃદ્ધાવસ્થાના લક્ષણો તમારા ચેહરા પર ઝડપથી દેખાય શકે છે. એક અભ્યાસ મુજબ પેટ પર સૂવાથી ચહેરા પર સીધું દબાણ આવે છે, જેના કારણે કરચલીઓ થવા લાગે છે. તેથી તમારી ઊંઘની રીતો બદલો.

સંપૂર્ણ ઊંઘ ન કરવી

Advertisement
image source

ઊંઘના અભાવથી ચહેરા પર કરચલીઓ ઝડપથી આવવા લાગે છે. ઊંઘના અભાવને કારણે આપણી દિનચર્યા બગડે છે. તેની અસર શરીર પર પણ પડે છે. એક સંશોધન પરથી જાણવા મળ્યું કે જે વ્યક્તિ પૂરતી ઊંઘ નથી થતી તેને શારીરિક સમસ્યાઓ તો થાય જ છે, સાથે તેમના ચેહરા પર પણ સમય પેહલા જ વૃદ્ધત્વના લક્ષણો દેખાય છે. ચેહરા પર વૃદ્ધત્વના લક્ષણો તણાવના કારણે પણ આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version