Site icon Health Gujarat

વજન બહુ વધી ગયુ છે? તો હવે છોડી દો બધી ચિંતા અને બસ કરો આ નાનકડું કામ, થોડા જ દિવસોમાં મળી જશે રિઝલ્ટ

મોટાભાગની મહિલાઓ તેમના જાડાપણાના કારણે ખૂબ જ ચિંતિત હોય છે. મહિલાઓ વજન ઘટાડવા માટે પણ સખત મહેનત કરે છે. જેમાં ડાયેટિંગ અને એક્સરસાઇઝનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં જણાવી દઈએ કે ઘરના કામકાજ કરવાથી પણ વજન સરળતાથી ઘટાડી શકાય છે. જેમ કે કચરો કાઢવો અથવા તો સાફ સફાઈ જેવા ઘર કામ કરીને વજનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે અને આ કામ કરવાથી પીઠ અને પગના દુખાવામાં પણ ઘણી હદ સુધી રાહત મળે છે. શરીરને સક્રિય રાખવાથી શરીર ફીટ રહે છે. તમે પણ જોયું હશે કે ગામડાની છોકરીઓ શહેરો કરતા કામમાં ઝડપતી અને ફિટ છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે ઘરના કયા કામ કરીને તમે તમારું વજન ઘટાડી શકો છો.

પોતા(મોપ) કરવા

Advertisement
image soucre

તમને જાણીને આશ્ચર્ય થશે કે 30 મિનિટ પોતા કરવાથી 145 કેલરી ઘટી શકે છે. જે ટ્રેડમિલ પર 15 મિનિટ ચાલવા સમાન છે. આવી સ્થિતિમાં, તમારે બેસીને પોતા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કરવાથી, ચરબી ઓછી થાય છે અને તે જ સમયે પગની કસરત પણ થાય છે.

કપડાં ધોવા

Advertisement
image soucre

1 કલાક કપડાં ધોવાથી 85 કેલરી બર્ન થાય છે. જે 100 સીટઅપ્સની બરાબર છે.

સાફ-સફાઈ કરવી

Advertisement

ટીવી, ફ્રિજ, ટેબલ જેવી વસ્તુઓ 30 મિનિટ સુધી ધૂળ સાફ કરવાથી તમે 180 કેલરી સુધી બર્ન કરી શકો છો.

રસોઈ બનાવવી

Advertisement
image soucre

શાકભાજી કાપવાથી લઈને રોટલી બનાવવા સુધીમાં મહિલાઓ ખૂબ કામ કરે છે. જેમાં આખું શરીર વ્યસ્ત રહે છે. રસોડામાં 1 કલાકમાં સુધી રસોઈ કરવાથી 150 કેલરી બર્ન કરી શકાય છે. જે 15 મિનિટની એરોબિક્સ બરાબર છે.

ગરમ પાણી અને લીંબુ

Advertisement
image soucre

તમે આ કાર્યોની સાથે થોડા ઘરેલુ ઉપાય પણ અપનાવી શકો છો. જેમ કે દરરોજ સવારે ઉઠીને થોડા નવશેકા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી જાડાપણું ઓછું થાય છે અને શરીરમાં ઉર્જા મળે છે.

યોગ્ય સમય પર જમી લો

Advertisement

જો તમે સ્વસ્થ રહેવા અને જાડાપણાથી બચવા માંગો છો, તો પછી હંમેશા એક વાત ધ્યાનમાં રાખો કે તમારો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન દરરોજ નિયમિત અને એક જ સમય પર હોવું જોઈએ. આ તમે વધુ ખોરાક લેતા અટકાવશે. જેથી તમારું વજન અને જાડાપણું નિયંત્રણમાં રહેશે.

લીલા પાંદડાવાળા શાકભાજી

Advertisement
image soucre

વજન ઓછું કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન બને તેટલું વધારે કરો. લીલા શાકભાજીમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

તણાવ ઓછો કરો

Advertisement

તણાવને કારણે વજન વધવાની સમસ્યા થઈ શકે છે આજકાલ લોકો ભાગ-દોડવાળા જીવન અને વ્યસ્ત જીવનશૈલીમાં પણ તણાવનો સામનો કરી રહ્યા છે, જો તમારો તણાવ ઓછો નહીં થાય તો તમારું વજન ઓછું નહીં થાય કારણ કે તણાવમાં રહેલા વ્યક્તિને વધુ ભૂખ લાગે છે, જેના કારણે તે એક પછી એક વસ્તુઓ ખાવાનું રાખે છે, જેનાથી વજન વધે છે.

તમારા આહાર પર ધ્યાન આપો

Advertisement
image soucre

જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહાર પર ધ્યાન આપવું અને તેની યોજના કરવી જરૂરી છે. તમે જે ખાશો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. બહારનો ખોરાક ન ખાવો, ઘરે સ્વસ્થ ખોરાક બનાવવો અને ખાવો. બહાર મળતા જંકફૂડ, તેલયુક્ત અને મસાલેદાર ખોરાકથી દૂર રેહવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version