Site icon Health Gujarat

Viral Fever: કોરોના કાળમાં વાયરલ તાવથી બચજો જરૂર, જાણો આ તાવના લક્ષણો, સારવાર અને ઉપાયો વિશેની તમામ માહિતી

શરીર નબળું થવા પર, ઋતુ બદલાવને કારણે અથવા આહારના અસંતુલનને લીધે, શરીર વાયરલ તાવનો શિકાર બને છે, જેના કારણે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. વાયરલ તાવ એટલે એક એવો વાયરલ જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જાય છે. આ તાવ ચેપને કારણે ફેલાય છે. આજે અમે તમને આ વિશે જ જણાવીશું. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે વાયરલ તાવ પાછળ કયા કારણો છેm? તેના લક્ષણો અને સારવાર શું છે. તો ચાલો જાણીએ.

વાયરલ તાવના લક્ષણો

Advertisement
image source

જો વાયરલ તાવ દરમિયાન બેદરકારી કરવામાં આવે તો તે વ્યક્તિ ગંભીર સમસ્યાઓનો શિકાર બની શકે છે. આ સમસ્યામાં તેના લક્ષણોને સમજવું મહત્વપૂર્ણ છે. જો આ તાવ બાળકોને આવે છે, તો તેઓ ડાયરિયા, ઉધરસ, શરદી, ઉલ્ટી જેવા લક્ષણોથી પીડાય છે. કેટલીક સમાન લાક્ષણિકતાઓ નીચે મુજબ છે-

વાયરલ તાવથી છૂટકારો મેળવવા માટેના ઘરેલું ઉપાય

Advertisement

તમે તમારા આહારમાં કેટલીક ચીજો ઉમેરીને આ સમસ્યા સામે લડી શકો છો. જાણો આ વસ્તુઓ વિશે…

1 – જો તમે વાયરલ તાવથી છૂટકારો મેળવવા માંગો છો, તો મેથીનું પાણી તમને આ માટે મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે એક ગ્લાસ પાણી લો, તેમાં મેથીના દાણા ઉમેરો અને તેને થોડા સમય માટે ગેસ પર ઉકાળો. ત્યારબાદ આ પાણી ગાળી લો અને તેનું સેવન કરો. પરંતુ તમારે આ પાણીનું સેવન વધુ માત્રામાં ન કરવું જોઈએ.

Advertisement
image source

2 – ધાણા પાણીના સેવનથી વાયરલ તાવથી રાહત મળે છે. ધાણામાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની ગુણધર્મો છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

3 – ગિલોયની મદદથી, તમે વાયરલ તાવને દૂર કરી શકો છો. આ રોગપ્રતિકારક શક્તિને તો મજબૂત બનાવે જ છે, સાથે વારંવાર થતી શરદીની સમસ્યામાં પણ રાહત મળે છે.

Advertisement
image source

4 – તુલસીના સેવનથી વાયરલ તાવ પણ દૂર થઈ શકે છે. આ સ્થિતિમાં લવિંગ પાવડરને એક પાણીમાં ઉકાળો અને આ મિશ્રણમાં તુલસીના પાન પણ ઉમેરો. હવે તે અડધો કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળો, ત્યારબાદ તેને ગાળીને આ પાણીનું સેવન કરો.

5 – તજ દ્વારા વાયરલ તાવને દૂર કરી શકાય છે. તજ કુદરતી એન્ટીબાયોટીક છે. આવી સ્થિતિમાં તે કફ, શરદી, ગળામાં દુખાવો વગેરે સમસ્યા દૂર કરે છે. તમે પાણીમાં એલચી અને તજ પાવડર મિક્સ કરીને ઉકાળો. ઉકલ્યા પછી આ પાણીને ઠંડુ થવા દો અને તેનું સેવન કરો.

Advertisement

6 – આદુનો ઉપયોગ પણ વાયરલ તાવને દૂર કરવામાં કરી શકાય છે. આવી સ્થિતિમાં, તમે આદુનો રસ મધ સાથે મિક્સ કરીને પી શકો છો. આ મિક્ષણ પીવાથી વાયરલ તાવની સમસ્યા દૂર થાય છે.

image source

ઉપર જણાવેલા મુદ્દાઓ સૂચવે છે કે જો વાયરલ તાવની અવગણના કરવામાં આવે તો તે શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ કિસ્સામાં, સૌ પ્રથમ, લક્ષણોના કારણોને સમજવું. પછી અહીં જણાવેલા ઘરેલું ઉપાયને અનુસરીને, તમે તમારા લક્ષણોને પણ દૂર કરી શકો છો અને સ્વસ્થ પણ બની શકો છો. જો તમે ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ છો, તો તમારા આહારમાં કંઈપણ ઉમેરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લો. આ સિવાય, દરેક શરીરની તાસીર અલગ હોય છે, તે કિસ્સામાં, તમારા આહારમાં કંઈપણ ઉમેરતા પહેલા, ડોક્ટરનો અભિપ્રાય જરૂરથી લો. બીજી બાજુ, જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો અથવા તમે કોઈ વિશેષ આહારનું પાલન કરી રહ્યા છો, તો તમારે તમારા આહારમાં ફેરફાર કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version