Site icon Health Gujarat

વિટામીન Cનું સેવન વધારે પડતું કરતા હોવ તો થઇ જજો સાવધાન, નહિં તો થશે આ 5 આડઅસરો

કોરોનાથી બચવા માટે મજબૂત ઇમ્યુનિટી એક મોટુ હથિયાર છે. તેથી કોરોનાકાળમાં ઇમ્યુનિટી બૂસ્ટર દવાઓ, ઉકાળો, હોમિયોપેથીની દવાઓ અચાનકથી સૌકોઇ લેવા લાગ્યા છે. ઉકાળો, ગિલોય અને અન્ય ઇમ્યુનિટી વધારતા મસાલાઓની ડિમાન્ડ પણ વધી ગઇ છે. લોકો વિટામિન સી, ડીની કેપ્સૂલની સાથે સાથે હોમિયોપેથીની દવાઓ પણ લેવા લાગ્યાં છે. યુ-ટ્યુબ, ઇન્ટરનેટ વીડિયો અને બજારમાં આવેલા નવા-જૂના ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ કુલ મળીને તેનો ઓવરડોઝ જ છે. વર્ષ 2020માં ઇન્ટરનેટ પર ઇમ્યુનિટી શબ્દ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસના ડરથી લોકો ફક્ત પોતાના સ્વાસ્થ્યને લઇને ગંભીર બન્યા, સાથે જ ઇમ્યુનિટી વધારવા માટે અનેક પ્રકારના નુસ્ખા અપનાવવા લાગ્યા.

image soucre

તમામ ફળો અને સપ્લીમેંટ્સ પર વિશ્વાસ કરવા લાગ્યા. આ વચ્ચે વિટામીન-સી યુક્ત ફળફળાદિ અને સપ્લીમેંટ્સ સૌથી વધુ ચર્ચામાં રહ્યા. એક્સપર્ટ્સને પણ દાવો કર્યો કે વિટામિન-સી ઇમ્યુનિટી સુધારવામાં કારગર છે. એક્સપર્ટનો આ દાવો સાચો હોઇ શકે છે, પરંતુ શું તમે જાણો છો કો વિટામીન-સીનું વધારે પડતુ સેવન પણ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વિટામીન-સી પણ તે તમામ વસ્તુની જેમ જ છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક છે, પરંતુ તેને વધુ માત્રામાં લેવાથી શરીરને નુકસાન થઇ શકે છે. ચાલો આ જ કડીમાં તમને જણાવીએ કે વધુ માત્રામાં વિટામીન-સી લેવાથી શું સાઇડ ઇફેક્ટ્સ થાય છે અને તેને કેટલી માત્રામાં લેવી યોગ્ય છે.

Advertisement

ઝાડા-ઉલ્ટી

image soucre

એક્સપર્ટ્સ કહે છે કે વિટામિન-સીના વધુ માત્રામાં સેવનથી આપણને ડાયરિયાની ફરિયાદ રહે છે. તમારુ પેટ ખરાબ થઇ શકે છે. ઝાડા-ઉલ્ટીની સમસ્યા વધી શકે છે. આ સમસ્યા વધવા પર બૉડી ડીહાઇડ્રેટ પણ થઇ શકે છે.

Advertisement

હાર્ટબર્ન

image soucre

વિટામિન- સીના સાઇડ ઇફેક્ટ્સમાં હાર્ટબર્નની સમસ્યા પણ સામેલ છે. આ સ્થિતિમાં છાતીના નીચલા અને ઉપરના હિસ્સામાં બળતરા થવા લાગે છે. ગળામાં બળતરાની સમસ્યા વધી જાય છે. તેની સપ્લીમેન્ટ્સ લેતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો.

Advertisement

ઉબકા

image soucre

વિટામીન-સીના વધુ સેવનથી તમને ઉબકાની સમસ્યા થઇ શકે છે. ફળોથી આવી સમસ્યા થવાની સંભાવના ઘણી ઓછી છે, પરંતુ માર્કેટમાં મળતા વિટામીન-સી યુક્ત સપ્લીમેંટ્સને ઓછી જ માત્રામાં લો.

Advertisement

એબ્ડૉમિનલ ક્રેમ્પ

image source

વિટામીન-સીનુ વધુ માત્રામાં સેવન કરવાથી તમારા પેટમાં મરોડની સમસ્યા ઉભી થઇ શકે છે. તેથી ફરી એકવાર વધુ માત્રામાં વિટામીન-સી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી બચો.

Advertisement

અનિંદ્રા અથવા માથાનો દુખાવો

image soucre

વિટામીન-સીના વધુ સેવનથી તમને ઇંસોમેનિયા (અનિંદ્રા) અને માથાના દુખાવાની સમસ્યા પણ થઇ શકે છે. રાતે સૂતી વખતે બેચેની વધી શકે છે. તેથી આ પ્રકારની વસ્તુઓને રાતે સૂતા પહેલા ન ખાઓ.

Advertisement

કેટલી માત્રામાં કરવુ જોઇએ સેવન

image source

અનેક અભ્યાસ અનુસાર, લોકોએ દરરોજ 65થી 90 મિલીગ્રામ વિટામીન-સી લેવાની સલાહ આપવામાં આવે છે. એક દિવસમાં 2000 ગ્રામથી વધુ વિટામીન-સી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ઉદાહરણ તરીકે એક સંતરામાં આશરે 51 મિલીગ્રામ વિટામીન-સી હોય છે. એટલે કે તમે એક દિવસમાં આરામથી 2 સંતરા ખાઇ શકો છો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version