Site icon Health Gujarat

ડાયટમાં સામેલ કરો અખરોટ, હ્રદય સંબંધિત બીમારીઓ રહેશે માઈલો દુર.

ડાયટમાં સામેલ કરો અખરોટ, હ્રદય સંબંધિત બીમારીઓ રહેશે માઈલો દુર.

અખરોટમાં રહેલ અનસેચ્યુરેટેડ ફેટ બ્લડ પ્રેશરને સંતુલિત કરીને હ્રદય સંબંધિત બીમારીઓને શરીરથી દુર રાખે છે. આપે દરરોજ નિયમિત રીતે ૬૦ થી ૮૦ ગ્રામ અખરોટ ખાવાથી આપના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે.

Advertisement
image source

ન્યુટ્રીશનથી ભરપુર બદામને સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. બદામને દરરોજ પોતાના ડાયટમાં સામેલ કરીને આપ સ્વસ્થ રહી શકો છો. અખરોટમાં પ્રોટીન અને ફેટ હોય છે જે આપના શરીરને કેલ્શિયમ અને આયર્ન આપવાનું કામ કરે છે.

કેટલાક શોધકર્તાઓ આ દાવો કરે છે કે અખરોટ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કેટલીક મોટી સમસ્યાઓને જડમુળથી ખતમ કરી શકે છે. વર્ષ ૨૦૧૯માં પેન્સીલવેનિયા સ્ટેટ યુનીવર્સીટીના શોધકર્તાઓ આ અખરોટને લઈને એક રીસર્ચ કરી હતી. આ રિસર્ચમાં શોધકર્તાઓને સેચ્યુરેટેડ ફેટની જગ્યાએ અખરોટનું નિયમિત પણે સેવન કરનાર વ્યક્તિઓનું સ્વાસ્થ્ય વધારે સારું રહે છે તેવું મળી આવ્યું છે.

Advertisement
image source

શોધકર્તાઓએ દાવો કર્યો હતો કે, અખરોટમાં રહેલ અનસેચ્યુરેટેડ ફેટ બ્લડ પ્રેશરને સંતુલિત રાખીને હ્રદય સંબંધિત બીમારીઓને શરીરથી દુર રાખે છે. આ રીપોર્ટમાં શોધકર્તાઓને એ પણ જણાવ્યું હતું કે, અખરોટમાં આલ્ફા લીનોલેનીક એસીડ હોય છે જે ઓમેગા-૩ ફેટી એસીડનો જ એક પ્રકાર છે. આ સામાન્ય રીતે છોડવાઓમાં મળી આવે છે.

આસીસ્ટન્ટ રીસર્ચ પ્રોફેસર ક્રીસ્ટીયાના પીટરસનના નેતૃત્વ હેઠળ પણ અખરોટને લઈને એક શોધ કરવામાં આવી હતી. ક્રિસ્ટીયાના પીટરસનએ જણાવ્યું હતું કે, અમે જોવા ઈચ્છતા હતા કે શું અખરોટ આંતરડામાં સુધાર આવવાની અસર હ્રદયની બીમારીઓ પર પણ પડે છે.

Advertisement

જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત થયેલ એક રીપોર્ટ મુજબ પણ અખરોટને સ્વસ્થ ડાયટ જણાવવામાં આવ્યું છે જે હ્રદયને લગતી બીમારીઓ અને આંતરડાઓ માટે ખુબ સારી હોય છે. દરરોજ નિયમિત રીતે ૬૦ થી ૮૦ ગ્રામ અખરોટ ખાવાથી આપના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે.

Advertisement
Advertisement
Exit mobile version