Site icon Health Gujarat

જો તમે પણ અડધી ડોલ પાણીમાં એક ચમચી મીઠું નાખીને આ રીતે લેશો ‘ફુટ બાથ’, તો શરીરને એક નહિં, પણ થશે અનેક ફાયદાઓ

મીઠું અને પાણી મિક્સ કરીને લગાડવાથી એ ઘણી સમસ્યાઓનો ઉપચાર થઈ શકે છે.જો ગળામાં દુખાવો થાય,કોઈ પણ પ્રકારનો ગાળામાં ચેપ લાગે,અથવા મોમાં ચાંદા પડે તો પાણીમાં મીઠું નાખી તેના ગરાળા કરવાથી ફાયદો થાય છે.જો શરીરમાં કોઈ સોજો,દુખાવો અથવા કોઈ ઈજા થઈ હોય તો,ગરમ પાણીમાં મીઠું નાખીને તેનો શેક કરવાથી રાહત મળે છે.એ જ રીતે,ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને તેમાં પગ પલાળવાના પણ ઘણા ફાયદાઓ છે,જેના વિશે લોકો સામાન્ય રીતે ઓછું જાણે છે.જો તમે કામ પરથી પાછા ફર્યા પછી,ગરમ પાણીમાં મીઠું મિક્સ કરી માત્ર તેમાં 20 મિનિટ માટે પગ પલાળી રાખશો,તો તમને ઘણા આશ્ચર્યજનક ફાયદાઓ મળશે.તો ચાલો અમે તમનેજણાવીએ તે 5 જબરદસ્ત ફાયદાઓ વિશે .

આ કાર્ય તમારા પગની નિર્જીવ ત્વચાને કાઢી નાખશે

Advertisement
image source

પગને મીઠું અને ગરમ પાણીમાં પલાળીને રાખવાથી તે તમારા પગની નિર્જીવ ત્વચાને કાઢી નાખે છે અને ત્વચાના છિદ્રોને સારી રીતે સાફ કરવામાં પણ મદદ કરે છે.આ સિવાય આ પાણી તમારા પગમાં લોહીનું પરિભ્રમણ વધારે છે.જેથી તમારા પગ સ્વસ્થ રહે છે અને પંજા મજબૂત રહે છે.આ પાણી પગના પંજા અને હાડકાની આસપાસની કાળાશને પણ સાફ કરે છે અને તમારા પગના રંગ નીખારવાનું શરૂ કરે છે.

આખા શરીરને ડિટોક્સ કરે છે

Advertisement
image source

નવશેકા પાણીમાં મીઠું નાખીને પગ પલાળવાથી તમારા આખા શરીરની ગંદકી દૂર થાય છે.આ એક રીત છે ફુટ સ્પા જેવું જ છે.શરીરમાં રહેલા કીટાણુઓ પણ આ રીતથી દૂર થાય છે.ખરેખર,મીઠામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે,જેના કારણે તે ત્વચા પર હાજર બેક્ટેરિયાને મારી નાખે છે.આ ઉપરાંત મીઠાવાળું પાણી શરીરમાં રહેલા વધુ મિનરલ્સને દૂર કરે છે.

ઊંઘ સારી થાય છે

Advertisement
image source

દરરોજ 20 મિનિટ સુધી મીઠાના પાણીમાં પગ પલાળીને રાખવાથી તમે રાત્રે ખૂબ જ સારી ઊંઘ કરી શકો છો.નવશેકું પાણી તમારા શરીરનો આખો થાકોડો દૂર કરે છે,જેથી તમે પુરી રીતે રિલેક્સ મેહસૂસ કરશો.આનાથી તમને શાંતિપૂર્ણ અને પુરી ઊંઘ મળશે.તેથી જો તમે તમારી ઊંઘ પુરી કરશો,તો તમારા શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે.તેથી,દૈનિક આ પગ પલાળવાની ક્રિયા કરવાથી તમને લાંબા ગાળે અનેક ગંભીર રોગોથી સુરક્ષા મળશે.

તણાવ ઓછો કરે અને તમારા મનને શાંત કરે છે

Advertisement
image source

નવશેકા પાણીમાં થોડો સમય પગ પલાળીને રાખવાથી તમારું માનસિક તાણ ઓછું થાય છે,ચિંતા દૂર થાય છે અને મન શાંત રહે છે.મીઠા સાથેનું આ નવશેકું પાણી તમારી નર્વસ સિસ્ટમને શાંત પાડે છે.તમારા પગમાં ઘણા મહત્વપૂર્ણ એનર્જી પોઇન્ટ હોય છે.મીઠા સાથેનું આ નવશેકું પાણી તે પોઇન્ટને સક્રિય કરે છે,જે પુરા શરીરમાં રક્ત પ્રવાહ અને ઓક્સિજનનું પરિભ્રમણ વધારે છે.તેથી,દિવસના થાક અને તાણને દૂર કરવા માટે દરરોજ તમારા કામ પરથી પાછા ફર્યા પછી અથવા કામ કર્યા પછી 20 મિનિટ સુધી પગ પલાળીને રાખવા એ ખૂબ ફાયદાકારક છે.

પગના દુખાવા અને સોજામાં રાહત મળે છે

Advertisement
image source

જો તમારી નસો માંસપેશીઓમાં દુખાવો અથવા કોઈ પ્રકારની ઇજાઓમાં ખેંચાણ હોય,તો પછી નવશેકા પાણીમાં મીઠું ઉમેરીને તેમાં પગ પલાળીને રાખવા તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.મીઠામાં પીડદા રાહત ગુણધર્મો છે,તેથી તે શરીરમાં થતી કોઈપણ પ્રકારની પીડાને મૂળમાંથી દૂર કરે છે,નસોની તકલીફોમાંથી પણ રાહત આપે છે અને તેમને યોગ્ય સ્થિતિમાં લાવે છે.તેથી,પગની બધી સમસ્યાઓમાં તમે આ નવશેકા પાણી અને મીઠાનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version