Site icon Health Gujarat

જો તમે ફોલો કરશો આ ટિપ્સ, તો શરીરમાં નહિં લાગે નબળાઇ અને રહેશો એકદમ ફ્રેશ

આજની જીવનશૈલીમાં લોકો સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે સક્ષમ નથી. કહેવાનો અર્થ એ છે કે લોકોને આજના ખોરાકમાં બધા પોષક તત્વો મળતા નથી, જેના કારણે તેઓ શારીરિક નબળાઇ અનુભવે છે. આ નબળાઇને દૂર કરવા માટે અમે તમને આ લેખમાં કેટલાક ઉપાયો જણાવીશું.

નબળાઈ દૂર કરવા માટેના ઉપાયો

Advertisement

શક્કરીયામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે તે સ્નાયુઓના કદમાં વધારો કરે છે અને જેના કારણે તમારું વજન પણ વધે છે દરરોજ બે શક્કરીયા ખાવાથી વજન વધશે અને તમારી નબળાઈ દૂર થશે.

image source

મોટાભાગે જોવા મળે છે કે અત્યારના લોકોની ખાવા-પીવાના આદતોના કારણે વિટામિન અને ખનિજોના જથ્થાને પહોંચી વળવા સક્ષમ નથી આ માટે તમે બજારમાંથી કોઈપણ મલ્ટિવિટામિન ખરીદી શકો છો જે સરળતાથી 28 થી ₹ 32 સુધી ઉપલબ્ધ છે. આ તમારા શરીરની નબળાઈ દૂર કરશે.

Advertisement
image source

કેળા એ સુક્રોઝ, ફ્રુટોઝ અને ગ્લુકોઝ જેવા કુદરતી મીઠાસનો એક મહાન સ્રોત છે જે તમને ઝડપી અને પર્યાપ્ત ઉર્જા પ્રદાન કરી શકે છે. ઉપરાંત કેળામાં પોટેશિયમ જોવા મળે છે જે તમારા શરીરમાં ઉર્જા પુરી પાડે છે. કેળામાં હાજર ફાઇબર તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર જાળવવામાં પણ મદદ કરે છે. જ્યારે પણ તમને નબળાઇ લાગે ત્યારે એક કે બે કેળા ખાઓ. તમે કેળા શેક અથવા સ્મૂધિ પણ પી શકો છો. તમારા શરીરને મજબૂત કરવા અને નબળાઇ દૂર કરવા માટે દિવસમાં બે વખત એક ચમચી મધ સાથે એક પાકેલું કેળું ખાઓ.

image source

બદામ વિટામિન ઇથી ભરપૂર છે જે તમને ઉર્જાથી ભરપૂર રાખે છે અને સામાન્ય નબળાઇના લક્ષણો સામે લડી શકે છે. આ ઉપરાંત બદામમાં મેગ્નેશિયમની ઉંચી માત્રા પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટને ઉર્જા સ્રોતમાં રૂપાંતરિત કરવામાં સારી ભૂમિકા ભજવે છે. હળવા મેગ્નેશિયમની ઉણપ કેટલાક લોકોમાં નબળાઇ લાવી શકે છે. આ માટે બે બદામ, સૂકા અંજીર અને થોડી કિશમિશને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પાણીમાંથી બદામ, અંજીર અને કિસમિસ કાઢીને પાણી પીવો અને ત્યારબાદ અંજીર, કિસમિસ અને બદામની છાલ કાઢીને ખાઓ. તેમજ પીસેલા બદામ તમારી સાથે રાખો અને જ્યારે પણ તમને કંટાળો આવે અથવા નબળાઇ લાગે ત્યારે ત્વરિત ઉર્જા મેળવવા માટે થોડી બદામ ખાઓ.

Advertisement
image source

દૂધને વિટામિન બીનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે જે નબળાઇ ઘટાડવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. દૂધને કેલ્શિયમનો સારો સ્રોત માનવામાં આવે છે જે તમારા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. જ્યારે પણ તમને નબળાઇ લાગે છે ત્યારે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી મધ મેળવીને પીવો. તમે એક કપ દૂધમાં બે થી ત્રણ અંજીર ઉકાળી શકો છો. શક્તિ મેળવવા માટે ઉકાળેલા અંજીર ખાઓ અને દૂધ પીવો.

image source

આમળા એક ખૂબ પૌષ્ટિક ફળ છે જે તમારી ઉર્જાના સ્તરમાં સુધારો કરી શકે છે. તે વિટામિન સી, કેલ્શિયમ, પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ અને ફોસ્ફરસનો સારો સ્રોત છે. દરરોજ માત્ર એક આમળું ખાવાથી તમે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો. થોડા આમળામાંથી બી કાઢો અને આમળાના કટકા કરીને તેને ગ્રાઈન્ડ કરો અને તેનું જ્યુસ બનાવો. આ જ્યૂસનું સેવન કરવાથી તમારી નબળાઈ દૂર થશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે. તમે આમળાનો રસમાં બે ચમચી મધ પણ ઉમેરી શકો છો. આ જ્યુસ અઠવાડિયામાં બે કે ત્રણ વખત પીવું જોઈએ.

Advertisement
image source

સ્ટ્રોબેરી દિવસભર તમારા શરીરને ઉર્જાથી ભરપૂર રાખી શકે છે. સ્ટ્રોબેરી વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર છે જે શરીરની પેશીઓને સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમને સ્ટ્રોબેરીમાંથી મેંગેનીઝ, ફાઇબર અને પાણીની તંદુરસ્ત માત્રા મળે છે. જ્યારે પણ તમને નબળાઇ લાગે ત્યારે અડધો ગ્લાસ તાજી સ્ટ્રોબેરીનું જ્યુસ પીવો. ઓછી કેલરી, ઉચ્ચ ફાઇબરવાળી સ્ટ્રોબેરીનું સલાડ બનાવીને તમે તેને અન્ય ફળો સાથે પણ ખાઇ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version