Site icon Health Gujarat

દિવાળી પછી અપનાવો આ રૂટિન, નહિં વધે વજન અને શરીર રહેશે સ્વસ્થ

દિવાળીના દિવસો દરમિયાન તમે ખુબ જ તેલવાળા,મસાલાવાળા અને મીઠા ખોરાકનું સેવન કર્યું હશે.ઉપરાંત કોરોનાના કારણે ઘરમાં રહીને જ તમારું વજન વધ્યું હશે.તહેવાર પછી હવે તમારા રૂટિન બદલ્યા હશે અથવા જો નથી બદલ્યા તો તમારા રૂટિનને બદલવાની જરૂર છે.જેના કારણે આરોગ્યની સંભાળ અને વજન ઘટાડવું પણ થઈ શકે છે.આજે અમે તમને થોડી ટિપ્સ જણાવીશું જે અપનાવવાથી તહેવારોના દિવસો દરમિયાન વધેલો વજન ફટાફટ ઓછો થઈ જશે અને તમે સ્વસ્થ રેહશો.

લીંબુનું પાણી પીવું

Advertisement
image source

તમારે દરરોજ સવારે ગરમ પાણીમાં થોડું લીંબુ નાખીને પીવું જોઈએ.પંદર દિવસ કે તેથી વધુ સમય માટે આ નિયમ અપનાવવાથી તમારું વજન ઓછું થઈ શકે છે.

ફાઈબરનું વધુ પ્રમાણ

Advertisement

વધુ ફાઇબરનું સેવન કરવા માટે તમારા આહારમાં કાકડી,ગાજર,સલાડ,સ્પ્રાઉટ્સ,લીલા પાંદડાવાળા શાકભાજીનો વધારે સમાવેશ કરો.
કસરત કરો

image source

સારા ડાયેટ સિવાય તમારે એક્સરસાઇઝની પણ જરૂર હોય છે.આની મદદથી તમે વધારે અને ઝડપી ચરબી ઘટાડી શકો છો.હોર્મોન વર્કઆઉટ્સમાંથી એન્ડોર્ફિન મુક્ત કરે છે અને તે મૂડને ખુશ રાખે છે.

Advertisement

લાલ માંસને ના કહો

પાચક પ્રણાલીને આરામ આપવા માટે લાલ માંસનું બિલકુલ સેવન ન કરો.તે પચવામાં સમય લે છે અને તમારું વજન વધારે છે.

Advertisement

સંપૂર્ણ ઊંઘ મહત્વપૂર્ણ છે

પર્યાપ્ત ઊંઘ તમારા વજન ઘટાડવામાં મદદ કરે છે.સૂઈ ગયા પછી બીજે દિવસે શરીર ફ્રેશ રહે છે અને તમારી દિનચર્યા પણ સરળતાથી ચાલે છે.

Advertisement

ખાંડને કહો ના

ખાંડવાળી મીઠી વાનગીઓ અથવા ખોરાક બિલકુલ ન ખાવા જોઈએ.

Advertisement

વધુ હાઇડ્રેટેડ બનો

શરીરને ડિટોક્સ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પીવું જરૂરી છે.આ તમારા શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં તમારી મદદ કરશે.

Advertisement

ચા અથવા કોફીનું સેવન ઓછું કરો

image source

જો તમે પણ સવારની ઊંઘ અને બપોરે સુસ્તી દૂર કરવા માટે એક કપ ચા અથવા કોફીનું સેવન કરો છો,તો તે તમારા વજન વધારવાનું કામ કરે છે.એક દિવસમાં બે કપથી વધારે ચા અથવા કોફી પીવાથી ઘણી સમસ્યાઓ થાય છે.તે તમારા શરીરમાં કબજિયાત,આધાશીશી એસિડિટી થવાનું કારણ બની શકે છે.જો તમે અંદરથી ફિટ ન રહો,તો તમે વજન ઓછું કરી શકશો નહીં.તેથી વજન ઘટાડવા માટે ચા અથવા કોફીનું સેવન બંધ કરો અથવા ઓછું કરો.

Advertisement

અનાનાસ વજન ઘટાડવામાં મદદ કરે છે

અનાનાસ વિટામિન સી અને ઘણા એન્ટી-ઓક્સિડેન્ટ્સનો ઉત્તમ સ્રોત માનવામાં આવે છે.આ તત્વો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.અનાનાસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.આ ખાવાથી તમને લાંબા સમય સુધી બીજું કંઈપણ ખાવાની ઇચ્છા નહીં થાય,આ સ્થિતિમાં તમે વધારે ખાવાનું ટાળશો અને તમારું વજન પણ ઝડપથી ઘટાડશે.અનાનાસમાં શૂન્ય ચરબી હોય છે અને ફક્ત 82 કેલરી હોય છે,તેથી અનાનસના નિયમિત સેવનથી લોકો ઝડપથી પાતળા થઈ શકે છે.

Advertisement

જ્યારે પણ તમને સમય મળે ત્યારે ચાલો

વજન ઓછું કરવા માટે મોટાભાગના લોકો દોડવું અને ભારે વર્કઆઉટ્સ અપનાવે છે.જો તમે આ કરવા નથી માંગતા,તો પછી તમે સવારમાં અથવા તમને આખા દિવસમાં જયારે પણ સમય મળે ત્યારે તમારે ચાલવું જોઈએ.ચાલવા માટે જરૂરી નથી કે તમે કોઈ પાર્કમાં જાવ.તમે તમારા કામ દરમિયાન મળેલા વિરામ દરમિયાન પણ ઘરે અથવા ઓફિસમાં ચાલી શકો છો.

Advertisement

તકમરિયાનું સેવન કરો

image source

તકમરિયાંનો ઉપયોગ કરવા માટે રાતે સૂતા પહેલા તકમરિયાંને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો.બીજા દિવસે સવારે ખાલી પેટ પર તેનું સેવન કરો.જો તમે ઇચ્છો તો તમે તકમરિયાંમાં મધ અને લીંબુ પણ પી શકો છો.રોજ સવારે ખાલી પેટ પર તકમરિયાંનું સેવન કરવાથી જાડાપણું સરળતાથી દૂર થાય છે.

Advertisement

જીરું અને આદુનું પાણી

એક ગ્લાસ પાણી,એક ચમચી જીરું,એક ચમચી આદુ (ખમણેલું),અડધું લીંબુ,બે ચમચી મધ,એક ચમચી કાળું મીઠું.

Advertisement
image source

આ પાણી બનાવવા માટે સૌથી પેહલા જીરું અને આદુ બંનેને સાથે બરાબર ઉકાળો.ત્યારબાદ તેને એક ગ્લાસમાં ગાળી લો અને તેને ઠંડુ થવા દો.ત્યારબાદ તેમાં અડધું લીંબુ નાખો અને કાળું મીઠું,મધ નાખીને બરાબર મિક્સ કરી લો.તમારું પાણી તૈયાર છે.આ પાણીનું નિયમિત સેવન કરવાથી તમારું વજન ઝડપથી દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version