Site icon Health Gujarat

ડાયટ પ્લાનમાં એડ કરો આ વસ્તુઓ, અને વધારી દો વજન

શું તમે તમારો વજન વધારવા માંગો છો ? તો આ વસ્તુઓનો તમારા આહારમાં સમાવેશ કરો

ઘણી સ્ત્રીઓ તેમના ઓછા વજનના કારણે ચિંતિત હોય છે.જે સ્ત્રીઓને આવી સમસ્યા હોય છે તેમણે તેમના વજન વધારવા માટે તેમના આહારમાં થોડો ફેરફાર કરવો જોઇએ.

Advertisement
image source

સ્ત્રીઓ મોટાભાગે વજન વધારવાથી પરેશાન રહે છે અને તેને ઘટાડવા માટેની પદ્ધતિઓ પણ અપનાવે છે. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે,જેનું વજન ખૂબ ઓછું હોય છે.આ મહિલાઓ વજન વધારવા માટે આહારમાં વિવિધ પ્રકારની ચીજોનો સમાવેશ કરવો જરૂરી છે,પરંતુ જો તેનું વજન ન વધે તો તે વધુ અસ્વસ્થ થઈ જાય છે.જો કોઈ મહિલા પોતાનું વજન વધારવા માંગે છે,તો તેણે તેના આહારમાં થોડો ફેરફાર કરવો પડશે.તો ચાલો આપણે જાણીએ કે મહિલાઓએ પોતાનું વજન વધારવા માટે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ અને તે આહારનો સમય શું હોવો જોઈએ …

દરરોજ 500 કેલરીવાળો ખોરાક લો

Advertisement
image source

ઓછા વજનવાળી સ્ત્રીઓએ દરરોજ તેમના આહારમાં 500 કેલેરીવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ,તેથી દર અઠવાડિયે તેમનું વજન અડધા કિલોથી વધુ વધી શકે છે.પરંતુ આ કરતી વખતે,તેઓએ એ ધ્યાનમાં પણ રાખવું જોઈએ કે ઘણી કેલરીવાળા ખોરાકથી તેમને નુકસાન થઈ શકે છે.મહિલાઓએ પ્રયાસ કરવો જોઇએ કે તેઓ જે કેલેરીવાળો ખોરાક ખાય છે,તેમાં સંતુલિત માત્રામાં ફાઇબર,પ્રોટીન અને ચરબી હોવી જોઈએ,જેથી તેમનું શરીર મજબૂત બને અને તેમનો વજન ઝડપથી વધે.

દિવસમાં ઘણી વખત ખોરાક લેવો

Advertisement
image source

મોટાભાગની સ્ત્રીઓ એક જ સમયે બધો ખોરાક ખાઈ લે છે,પરંતુ આમ કરવાને બદલે,દિવસમાં 5 અથવા 6 વખત થોડું-થોડું ખાવાથી તેમના માટે વધુ ફાયદાકારક રહેશે.સ્ત્રીઓએ કાળજી લેવી જોઈએ કે તેઓ જે પણ ખાય છે,તેમાં તેમનું વજન વધારવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ચરબી હોવી જોઈએ.આવી સ્ત્રીઓએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તેઓ વજન વધારવા માંગતા હોય તો શરીરમાં માત્ર ચરબી જ વધારવી જરૂરી નથી,પરંતુ પ્રોટીન લેવાથી માંસપેશીઓ પણ મજબૂત થવી જરૂરી છે.

ચરબીયુક્ત ખોરાક લો

Advertisement
image source

શરીરનું વજન વધારવા માટે મહિલાઓએ દરરોજ સવારે અને સાંજ તેમના આહારમાં દૂધ પીવું જોઈએ.આ સાથે, ખોરાકમાં વધુને વધુ માખણ અને ઘીનો ઉપયોગ કરવાથી પણ વજન વધે છે.આ સિવાય સોયાબીન,બદામ,દહીં વગેરે પ્રોટીનયુક્ત વસ્તુઓનું ખાવી જોઈએ.જે મહિલાઓનું કોલેસ્ટરોલનું સ્તર વધ્યું છે,તેઓએ વધારે ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ.તેના બદલે તેમને કેળાનો રસ પીવો જોઈએ,કેળાનો રસ પીવાથી પણ વજન વધારી શકાય છે.

જીવનશૈલી બદલો

Advertisement
image source

જે મહિલાઓ પોતાનું વજન વધારવા માંગે છે,તેઓએ તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની જરૂર છે,કારણ કે તેઓ ઓછા ખોરાક ખાઈ છે પણ વધુ શારીરિક કાર્ય કરે છે,ઉપરાંત કેટલાક રોગને લીધે વજન ગુમાવે છે,જેમ કે થાઇરોઇડમાં વધારો થવાને કારણે અથવા હોર્મોનલ અસંતુલનને કારણે વજનમાં વધારો પણ અચાનક થાય છે. આ માટે,તમારી આહાર યોજનાનો એક ચાર્ટ બનાવી અને તેના આધારે આહાર લેવો મહત્વપૂર્ણ છે,જેથી તમારું વજન ઝડપથી વધી જાય.

ભૂખ વધારવા માટે કસરત

Advertisement
image source

જે મહિલાઓનું વજન ઓછું હોય છે અને ભૂખ ઓછી લાગે છે,તેઓએ નિયમિત કસરત કરવી જોઈએ,જેથી તેમને વધુ ભૂખ લાગે,જેના કારણે વધુ ખાવાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધશે અને તેમનો વજન પણ વધશે. પરંતુ એ પણ નોંધ લો કે વધુ કસરત અથવા કોઈ ખોટી રીતની કસરત તમારું વજન ઘટાડી પણ શકે છે.

ડોક્ટરની સલાહ જરૂરથી લો

Advertisement
image source

સંતુલિત આહાર લેવો અને વજન વધારવા માટે કસરત કરવી એ એક સાર્થક પ્રયાસ હોઈ શકે છે,પરંતુ જો કોઈ રોગ અથવા હોર્મોનલ સમસ્યાને કારણે વજનમાં વધારો થતો નથી,તો તેની તપાસ પણ કરાવવી જોઈએ. ડોક્ટરની સલાહ લીધા પછી જ તમારી શારીરિક સમસ્યા દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version