Site icon Health Gujarat

વજન ઉતારવાથી લઇને આ અનેક બીમારીઓ માટેની અક્સીર દવા છે લસણની ચા, જાણો કેવી રીતે બનાવશો ઘરે

ચા વિશે તો બધા જાણતા જ છે.ચા અનેક પ્રકારની હોય છે.જેમ કે આદુવાળી ચા,એલચીવાળી ચા,કોઈપણ મસાલા વગરની સાદી ચા.એ પછી ગ્રીન ટી,બ્લેક ટી અથવા રેડ ટી.પણ શું તમે ક્યારેય લસણની ચા વિશે સાંભળ્યું છે ? લસણની ચા વિશે સાંભળીને થોડું નહીં,પરંતુ ઘણું અજીબ લાગશે અને તમારામાંથી કેટલાક લોકોએ તો લસણની ચાની વાત સાંભળીને જ પોતાનું મોઢું બગાડી નાખ્યું હશે,પરંતુ જ્યારે તમે આ ચાના ફાયદાઓ જાણશો,તો તમારી દુધવાળી ચા મૂકીને લસણની ચા પીવાનું ચાલુ કરી દેશો.જો તમને ખબર નથી,તો અમે જણાવીએ કે લસણમાં એન્ટી-બાયોટિક તત્વોનો મોટો જથ્થો છે.

image source

જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. સૌથી અગત્યનું તો એ છે કે લસણ આપણી પ્રતિરક્ષા વધારે છે,જેના વિના આપણે રોગો સામે લડી શકતા નથી. આપણે ફક્ત દાળ અને શાકભાજીમાં જ લસણનો ઉપયોગ કરીએ છીએ,પરંતુ આ સિવાય તમે લસણની ચા પણ બનાવી શકો છો અને પી શકો છો.લસણની ચા હૃદય અને કેન્સર જેવી સમસ્યાઓથી બચાવે છે.તો ચાલો તેના અન્ય ફાયદાઓ તેમજ તેને બનાવવાની રીત વિશે જાણીએ.

Advertisement

ચા બનાવવા માટેની સામગ્રી

image soucre

1 ચમચી મધ,1 ચપટી કાપેલું આદુ,1 લસણની કળી,1 ગ્લાસ પાણી અને 1 ચમચી લીંબુનો રસ

Advertisement

લસણની ચા બનાવવાની રીત

image source

સૌથી પેહલા 1 ગ્લાસ પાણી ઉકળવા માટે રાખો અને ત્યારબાદ તેમાં 1 ચપટી આદુ અને લસણ પીસીને નાખો. આ મિશ્રણને 10 મિનિટ સુધી ઉકળવા દો.ત્યારબાદ ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો.ઠંડુ થયા પછી આ મિશ્રણને ગાળો અને તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ નાખીને પીવો.

Advertisement

લસણની ચા પીવાથી થતા ફાયદાઓ

image source

જે લોકો જાડાપણાની સમસ્યાથી પરેશાન છે.આ ચા તેમના માટે ખૂબ ફાયદાકારક છે.આ ચા પીવાથી તમારા શરીરમાંથી ઝેર દૂર થાય છે અને વધારાની ચરબી એકઠી થતી નથી.જે વધતા વજનને અટકાવે છે. એન્ટિબાયોટિક ગુણધર્મોથી ભરપૂર આ ચા શરદી અને કફ જેવી સમસ્યાઓથી પણ આપણને બચાવે છે.રક્ત પરિભ્રમણમાં સુધારો કરવા સાથે આ ચા કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત કરે છે,સૌથી મહત્વપૂર્ણ લસણ તમારા શરીરમાં ફ્રી રેડિકલને વધતા અટકાવે છે.આને કારણે કેન્સર થવાની સંભાવના પણ ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે.આ રીતે લસણની ચા પીવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવી શકો છો.

Advertisement
image source

લસણની ચા પીવાથી અનેક સમસ્યાઓ આપણા શરીરમાંથી દૂર રહે છે.લસણની ચા ડાયાબીટિઝની સમસ્યા દૂર કરે છે અને સાથે લોહીને પણ શુદ્ધ બનાવે છે.લસણની ચામાં રહેલા તત્વો શરીરની અનેક બીમારીઓને આપણા શરીરમાંથી કોષો દૂર રાખે છે અને લસણની ચા આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.આની સાથે લસણની ચા આપણી ત્વચાનો રંગ નિખારે છે,કારણ કે લસણમાં રહેલા એન્ટી-બાયોટિક તત્વો આપણા શરીરને તો સ્વસ્થ રાખે છે,સાથે આપણી ત્વચાની રંગત પણ વધારે છે.લસણની ચાનું નિયમિત સેવન કરવાથી ત્વચાનો ગ્લો વધે છે,ત્વચાની કરચલીઓ દૂર થાય છે અને ઉમર હોવા છતાં પણ તમારી ત્વચાને યુવાન જ રાખે છે.લસણની ચા તમારા શરીરમાં કેલ્શિયમ પૂરું પડે છે,જેથી તમારા હાડકાઓ મજબૂત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version