Site icon Health Gujarat

કમરની સાઇઝ સટાસટ ઓછી કરવી છે? તો ઘરે આજથી જ કરો આ 5 એક્સેસાઇઝ

માત્ર એક મહિનામાં તમારી કાયા પલટ કરશે આ 5 સિમ્પલ એક્સરસાઇઝ

આ શિર્ષક વાંચીને તમારા મનમા કદાચ થતું હશે કે શું ખરેખર શરીરને એક જ મહિનામાં ટ્રાન્સફોર્મ કરવું શક્ય છે ? તો હા શક્ય છે. આપણને બધાને આપણું શરીર ફીટ અને હેલ્ધી રાખવું હોય છે, પણ સમસ્યા ત્યાં છે કે આપણામાંના કંઈ બધા જ સમયના અભાવે જીમમાં નથી જઈ શકતાં.
તેવા પણ ઘણા લોકો છે જેઓ પોતાનું ડેઇલી વર્કાઉટ જીમમાં કરતા હોય છે. તે કેટલીક હદે મોંઘું પણ હોય છે. પણ તેવા પણ લોક છે જેઓ જીમમા ગયા વગર જ પોતાનો ખોરાક ઓછો કરીને, ઘરમાં જ કેટલીક ચોક્કસ એક્સરસાઇઝ કરીને સ્વસ્થ અને ફીટ રહેતા હોય છે.

Advertisement
image source

પણ જો તમને એ ચીંતા થતી હોય કે તમારે તમારું ભાવતું ભોજન બંધ કરવુ પડશે અને રોજે રોજ કઠોર વ્યાયામ કરવો પડશે અને તો જ તમે તમારી બોડીને ફીટ બનાવી શકશો. ના તમારે તેવું નથી કરવાનું. તમારે માત્ર અહીં જણાવેલી પાંચ એક્સરસાઇઝ તમારા ઘરે જ રોજ કરવાની છે અને તમે થોડાં જ અઠવાડિયામાં એક ફીટ બોડીના માલિક બની જશો.

માત્ર એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તમને તમારી કમરની સાઇઝમાં ઘટાડો થતો જણાશે. જો કે તમે માત્ર એક મહિનામાં તમારા બોડીને સાવ જ નહીં ફેરવી શકો પણ આ એક્સરસાઇઝ તમને ગેરેન્ટીથી ખૂબ મોટો ફાયદો કરાવશે. અને તમારા શરીરને ફીટ રાખવાનું જે લક્ષ તમે તમારા મનમાં રાખ્યું હતું જે તમને પહેલાં અશક્ય લાગતુ હતું તે તમને હવે શક્ય લાગશે અને તેની તરફ તમે એક ડગલું આગળ પણ વધ્યા હશો અને જો પૂર્ણ ડેડીકેશન હશે તો તો તમે એક મહિનામાં પણ ઘણું બધું એચિવ કરી લીધું હશે.

Advertisement

તો ચાલો જાણીએ આ પાંચ એક્સરસાઇઝ વિષે જે તમારા શરીરની કાયા પલટી નાખશે

પ્લેન્ક

Advertisement
image source

પ્લેન્ક એ બોડીવેઇટ અને શારીરિક એક્સરસાઇઝ છે જે તમારા પેટના મસલ્સને મજબૂત બનાવવા માટે ડીઝાઈન કરવામા આવી છે. માટે ડમ્બેલ્સ વિગેરેનો ઉપયોગ કર્યા વગર તમારા શરીરના જ વજનની મદદથી તમે તમારી સ્ટ્રેન્થ બિલ્ડ કરી શકો છો.

સ્ક્વોટ્સ

Advertisement
image source

સ્ક્વોટ્સ એ માત્ર પગની જ એક્સરસાઇઝ નથી પણ તે તમારા શરીરમાંના દરેક મસલ્સને બિલ્ડ કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરને મોબીલીટી તેમજ બેલેન્સ પુરા પાડે છે અને તેનાથી તમે તમારી વાસ્તવિક જગતની શારીરિક પ્રવૃત્તિઓ ખુબજ સરળતાથી કરતા થાઓ છો.
સંશોધન દર્શાવે છે કે જ્યારે કોઈ સ્ક્વોટ યોગ્ય રીતે કરવામાં આવે તો તે તમારા ગોઠણની સ્ટેબીલીટી સુધારે છે અને કનેક્ટીવ ટીશ્યુઝને વધારે મજબુત પણ બનાવે છે. આ એક્સરસાઇઝ દરેક વ્યક્તિના ફીટનેસ રુટીનમાં શામેલ થવી જ જોઈએ કારણ કે તે તમારા સમગ્ર શરીરને લાભ પહોંચાડે છે.

લાઇંગ હિપ રેઇઝીસ

Advertisement
image source

આ એક્સરસાઇઝ માત્ર તમારા ગ્લુટ્સ અને હેમસ્ટ્રીન્ગસને જ ટાર્ગેટ નહીં કરે પણ તે તમારા એબ્સને પણ મજબુત બનાવશે અને સાથે સાથે તમારી પીઠ તેમજ તમારા સાથળ પણ તેનાથી મજબૂત બનશે અને ટોન્ડ પણ થશે.

બર્ડ ડોગ

Advertisement
image source

આ એક્સરસાઇઝ તમારા મસલ્સની સહનશક્તિને વધારે છે. અને આ એક્સરસાઇઝના કારણે તમારા મસલ્સ ખેંચાઈ જવાની કે બીજી કોઈ ફરિયાદમાં પણ ખૂબ જ મોટો ઘટાડો થશે.

પુશપ્સ

Advertisement
image source

આ પ્રકારની એક્સરસાઇઝ આમ તો ખૂબ જ બેઝિક પ્રકારની છે પણ તેને કરવી થોડી અઘરી છે. જો તમે તમારા અપર આર્મની સ્ટ્રેન્થ વધારવા માગતા હોવ અને તેને ટોન્ડ કરવા માગતા હોવ તેમજ તમારા કોર એરિયાને મજબુત બનાવવા માગતા હોવ તો તમારે તમારા રોજના રુટીનમાં પુશ-અપ્સનો સમાવેશ કરવો જ જોઈએ.

પુશ-અપ્સ કરતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારું શરીર ચોક્કસ અલાઇનમેન્ટમાં રહે. જો તમે નવું નવું પુશ-અપ્સ કરી રહ્યા હોવ તો તમારે ઓછી સંખ્યાથી શરૂઆત કરવી અને ધીમે ધીમે તમે તેનાથી ટેવાઓ એટલે તમારે તમારી જાતને ચેલેન્જ કરીને તેના રેપ્સમાં વધારો કરવો જોઈએ.

Advertisement

આ એક્સરસાઇઝને રોજ આ રીતે કરો.

1 મિનિટ પ્લેન્ક

Advertisement

1 મિનિટ પુશ-અપ્સ

2 મિનિટ સ્ક્વોટ્સ

Advertisement

1 મિનિટ બર્ડ-ડોગ

1 મિનિટ લાઇંગ હિપ્સ રેઇઝીસ

Advertisement

1 મિનિટ પ્લેન્ક

1 મિનિટ પુશ-અપ્સ

Advertisement

2 મિનિટ સ્ક્વોટ્સ

આ દરમિયાન તમારે દરેક એક્સરસાઇઝની વચ્ચે 10-10 સેકન્ડ્સનો આરામ લેવાનો છે. ત્યાર બાદ તમારે તમારા સમયમાં વધારો કરવાનો છે. એટલે કે –

Advertisement

3 મિનિટ પ્લેન્ક

3 મિનિટ બર્ડ-ડોગ

Advertisement

3 મિનિટ લાઇંગ હિપ રેઇઝીસ

1 મિનિટ પુશ-અપ્સ

Advertisement

અહીં તમારે દરેક એક્સરસાઇઝ વચ્ચે 15-15 સેકન્ડનો આરામ લેવાનો છે. આ યોજના પ્રમાણે તમારે અઠવાડિયાના છ દિવસ આ રીતે એક્સરસાઇઝ કરવી એટલે કે અઠવાડિયામા એક દિવસ આરામ કરવો.

image source

ઉપર જણાવેલા બન્ને વર્કાઉટ તમારે છ દિવસ સુધી વન બાય વન કરવા. એટલે કે અઠવાડિયાના પ્રથમ દિવસે વર્કાઉટ 1 અને બીજા દિવસે વર્કાઉટ 2, તેવી જ રીતે ત્રીજા દિવસે વર્કાઉટ 1 અને ચોથા દિવસે વર્કાઉટ 2, ત્યાર બાદ પાંચમાં દિવસે વર્કાઉટ 1 અને છઠ્ઠા દિવસે વર્કાઉટ 2. ત્યાર બાદ બીજા અઠવાડિયે આખું વર્કાઉટ ઉલટાવી દેવું. એટલે કે બીજા અઠવાડિયાના પ્રથમ દિવસે વર્કાઉટ 2 અને બીજા દિવસે વર્કાઉટ 1 એમ પછીના દિવસોમાં કરવું. આ વર્કાઉટ કરવાથી તમે ચોક્કસ જ તમારા લક્ષની નજીક પોહંચશો અને દિવસેને દિવસે તમારી જાતને ફીટ અને હેલ્ધી અનુભવશો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version