Site icon Health Gujarat

શિયાળામાં કરો આ એક ખાસ વસ્તુનુ સેવન, રહેશો શરદી-ઉધરસથી દૂર અને વજન પણ ઘટી જશે સડસડાટ

શિયાળાની ઠંડી લહેરખી આપણા ગુજરાતમાં તો શરૂ થઈ જ ગઈ છે અને બસ થોડા દિવસોમાં લોકો પોતાના કબાટ, માળિયા અને તીજોરીમાંથી સ્વેટર, શાલ અને મોજા પણ કાઢવા લાગશે. આમ તો શિયાળાની ઋતુ લોકોને પ્રિય હોય છે. કારણ કે શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની તો મજાજ કંઈક ઓર હોય છે. તેમજ શિયાળામાં વિવિધ પ્રકારના ફળ-ફળાદી પણ આવતા હોય છે અને વિવિધ જાતના વસાણા પણ બનાવવામાં આવતા હોય છે માટે ઘણા બધા લોકોને આ ઋતુ પ્રિય છે. પણ શિયાળાની એક સૌથી મોટી સમસ્યા હોય તો તે છે શરદી-ઉદરસ, અને વાયરલ ઇન્ફેક્શન અને શિયાળામાં વધારે પ્રમાણમાં ખવાતું હોવાથી લોકોને વજન વધવાની સમસ્યા પણ રહેતી હોય છે. આપણે બધા હાલ કોરોના વાયરસની મહામારીથી પહેલેથી જ ઘેરાયેલા છે અને તેમાં પણ શિયાળામાં જો રોગનો ભોગ બનીશું તો તેમાંથી ઉગરવું ઘણું કપરુ થઈ પડશે. માટે સાવચેતી પહેલેથી જ રાખવી ખૂબ જરૂરી છે.

image soucre

તો આજે અમે તમને કેટલીક એક એવી વસ્તુના સેવનના લાભો વિષે જણાવીશું જે તમારા શિયાળાને ચિંતા કરવા લાયક નહીં પણ માણવા લાયક બનાવશે. તે તમને વિવિધ પ્રકારના રોગોથી દૂર રાખશે, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે અને સાથે સાથે તમને ભરપૂર ઉર્જા પણ આપશે.
ખજૂર માનવ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. અને ખાસ કરીને શિયાળામાં તો તે બિલકુલ ઉત્તમ ખોરાક છે. તમારે ઓછામાં ઓછું શિયાળા દરમિયાન તમારા આહારમાં નિયમિતપણે ખજૂરનો ઉમેરો કરવો જ જોઈએ. ખજૂર તમને ભરપૂર ઉર્જા પુરી પાડે છે અને સાથે સાથે વજન ઘટાડવામા પણ મદદ કરે છે. તો આજે અમે તમને જણાવીશું ખજૂરના લાભો વિષે.

Advertisement
image soucre

ખજૂર સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ અઢળક રીતે લાભપ્રદ હોય છે. ખજૂરમાં કેટલાએ પ્રકારના વિટામિન્સ સમાયેલા હોય છે. ખાસ કરીને શિયાળામાં ખજૂર ખાવાથી પુષ્કળ લાભ થાય છે. એટલુ જ નહીં પણ ખજૂરમાં કેટલાએ પ્રકારના મિનરલ્સ, શુગર, કેલ્શિયમ, આયરન પોટેશિયમ હોય છે જે તમારા શરીરને ઘણાબધા લાભ પહોંચાડે છે.

image soucre

આ ઉપરાંત તમે ખજૂરને સૂકવીને પણ ખાઈ શકો છો. જેને આપણે ખારેક કહીએ છીએ. ખારેકની તાસીર ગરમ હોય છે માટે ઠંડીની સિઝનમાં તે જરૂર ખાવી જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તમારી ત્વચા પણ ચમકીલી બને છે, તમારું પાચન તંત્ર પણ સુધરે છે.

Advertisement
image soucre

જે લોકો વજન ઘટાડવા માગે છે તેમણે, હાડકા માટે, નર્વસ સિસ્ટમ માટે, પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેમા પૌષ્ટિક તત્ત્વ વધારે પ્રમાણમાં હોય છે તેવામાં તે શરીર માટે ખૂબ જ લાભપ્રદ છે.

ખારેકમાં વિવિધ પ્રકારના વિટામિન્સ સમાયેલા હોય છે જેમ કે વિટામીન એ, સી, ઈ, કે, બી2, બી6, નિયાસિન અને થિયામિન પણ તેમાં હોય છે. એવુ કહે છે કે ઇરાકમાં ખજૂરની લગભઘ 100 વેરાયટી છે. તે તમારા વાળના સ્વાસ્થ્ય માટે પણ લાભપ્રદ છે. તમારે તમારા રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ.

Advertisement

શિયાળામાં ખજૂર ખાવાથી આ લાભો તમને થાય છે

કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે.

Advertisement
image soucre

તમારી ત્વચા નિખરે છે અને ચમકીલી બને છે.

જો શરીરમા પ્રોટીનની ઉણપ હોય તો તે ખજૂર ખાવાથી દૂર થાય છે

Advertisement

વજન ઘટાડવા તેમજ વધારવા બન્ને માટે સહાયક સાબિત થાય છે.

તમારું પાચનતંત્ર પણ ખજૂરનું નિયમિત સેવન મજબૂત બનાવે છે.

Advertisement

વિટામીનનો ભરપુર સ્રોત છે ખજૂર

જો હેંગઓવર રહેતું હોય તો ખજૂરના સેવનથી તે પણ ઉતરી શકે છે.

Advertisement

તમારા હાડકાને મજબૂત રાખે છે ખજૂરનુ નિયમિત સેવન

તમારી નર્વસ સિસ્ટમને પણ સ્વસ્થ રાખે છે ખજૂર

Advertisement

અને જો શરીરમાં આયરનની ઉણપ હોય તો તે પણ ખજૂરનુ સેવન દૂર કરી શકે છે.

image soucre

તમારે રોજ ખારેક કે ખજૂર વાળુ દૂધ પીવું જોઈએ. તેમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેને તમારા રોજિંદા ડાયેટમાં સમાવવું જોઈએ. ભૂખ ઓછી લાગે છે. આ સિવાય તમારે ખજૂર અથવા ખારેકનો માવો લઈને તેને દૂધમાં પકાવવું જોઈએ. ત્યાર બાદ તેને ઠંડુ કરીને તેને પીસે લેવું. તેને ખાવાથી તમારી ભૂખ વધે છે. અને ખોરાક પણ સરળતાથી પચે છે.

Advertisement

ખજૂરમાં કુદરતી શર્કરા હોય છે જે તમારી ઉર્જા વધારે છે. તેમા હાજર વિટામીન એ ત્વચાના સવાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. શુષ્ક અને મૃતત્વચાની કોશિકાઓને હટાવીને તે નવા કોષોને જન્મ આપે છે. તેનાથી ત્વચા કોમળ, ગ્લોઇંગ અને સ્વસ્થ રહે છે.

image soucre

ખારેક તેમજ ખજૂરમાં હાજર ફાયબર તમારી કબજીયાતની સમસ્યાને દૂર કરે છે. આંતરડાની કાર્યક્ષમતા પણ વધારે છે. રોજ ખારેક કે ખજૂરનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઠીક રહે છે. તેમાં ફેટ નહી હોવાના કારણે કોલેસ્ટ્રોલ પણ નધી વધતું. તે બ્લડસ્ટ્રીમાંના બેડ કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરે છે. રક્ત ચાપની સમસ્યા હોય તો તમારે રોજ ખારેકનું સેવન કરવું જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version