Site icon Health Gujarat

ગૃહિણીઓનો સમય બચાવી આપશે આ 15 કિચન ટિપ્સ, આજે જ કરી લો ટ્રાય

રસોડું નાનું હોય કે મોટું તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી હોય છે. રસોડું ગૃહિણીનો સાથી છે, કારણ કે અહીં રસોઈ બનાવીને જ તે ઘરના અને બહારના લોકોનું દિલ જીતે છે, દરેકમાં પ્રશંસાને પાત્ર બને છે. તેથી રસોડાને ચમકતું રાખવું જરૂરી છે. જો તમે તમારો સમય બચાવીને પણ સારી રીતે કામ કરવા માંગો છો તો નોંધી લો ખાસ રસોઇ ટિપ્સ જે તમારા રસોડાને ચમકાવી શકે છે. નાની પણ કામની આ ટિપ્સની મદદથી તમે ઝડપથી ફ્રી થઈને તમારા મનગમતા કામમાં સમય પસાર કરી શકો છો અને સાથે જ એક વાત એ પણ છે કે તમારે આ ઉપાયોમાં કોઈ ખાસ પ્રકારનો એકસ્ટ્રા ખર્ચ પણ કરવાનો નથી. જરૂર છે તો ફક્ત આ કામની ટિપ્સને યાદ રાખી લેવાની.

-શાક સમારવાના ચપ્પા તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા.

Advertisement
image source

– બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વંદા કે જીવડાં તેના પર ફરે નહીં.

– રસોડા કે કિચન પ્લેટફોર્મ ધોવા માટે સારી ગુણવત્તાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોંટે નહી.

Advertisement

-દાળ,મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું.

– કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂછવા.

Advertisement
image source

-રસોઇ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનિંગ રૂમમાં ફિનાઇલનું પોતું કરવું.

-રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવક્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે.

Advertisement
image source

– તમને વધુ સમય ન મળતો હોય તો કિચનના પ્લેટફોર્મના ખૂણે ખૂણા મહિનામાં એકાદવાર ધોવા કે લૂંછી લેવા.

-રસોઇ બનાવતા પહેલા તથા પછી ચૂલાને સાફ કરવાની આદત રાખવી. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.

Advertisement
image source

-શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.

– રસોડામાં કોઇપણ ખાદ્યપદાર્થ મૂકતાં પહેલાં તેને સાફ કરો.

Advertisement
image source

– રસોડાના બધા ખૂણા સાફ રાખો. વાસણોને સાફ કરી તેને ઉપયોગમાં લો.

– રસોડાના સફાઇના કપડાં અને સ્પંજને સાફ કરીને ધોઇને સૂકવો. તેથી તેમાં કિટાણુ રહેશે નહીં.

Advertisement

– સૂકા અને તરલ ખાદ્ય વસ્તુઓને સ્ટોર કરવાના કન્ટેનરને પણ ધોઇને ઉપયોગમાં લો.

image source

– જ્યારે તમે રસોઇ બનાવી દો છો ત્યારે તેને ઢાંકીને રાખો જેથી તેમાં કોઇ જંતુ પડવાનો ડર રહેશે નહીં અને તમે ઇન્ફેક્શનથી બચી શકો છો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version