Site icon Health Gujarat

યોગસનના સેંકડો ફાયદા સાથે આ પણ છે યોગસનનો ફાયદો, જાણીને રહી જશો દંગ

આપણા માથા પરના વાળ એટલે કે માથા પરનો કુદરતી તાજ! માથા પરથી વાળ ખરવા એનો બીજો એ અર્થ થાય છે કે આપણા આત્મવિશ્વાસનું ડગમગવું. જો કે, આ હંમેશાં ચિંતાજનક હોતું નથી. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં ખોપરી ઉપરની ચામડીમાંથી 100 વાળ ખરવાનું સામાન્ય માનવામાં આવે છે? જો આ ખૂબ થઈ રહ્યું છે, તો પછી તમારી જીવનશૈલીમાં પરિવર્તન, આહારમાં સુધારો અને યોગ તકનીકીઓથી તમે વાળ ખરવાની ઝડપી ગતિ રોકી તો શકતા નથી, પરંતુ તમે તેને ખૂબ ધીમી તો કરી જ શકો છો.

image source

વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે હોર્મોન્સમાં વધઘટ, તાણ, ખામીયુક્ત આહાર અથવા પોષક ઉણપ. આ ઉપરાંત વરસાદ દરમિયાન જ કેટલીક સ્ત્રીઓને વાળ ખરવાની સમસ્યા ઉભી થાય છે. આ હવામાનમાં ભેજને કારણે બને છે. આ બધાની વચ્ચે યોગ મહત્વની ભૂમિકા ભજવશે. સંતુલિત આહાર સાથે, શ્વાસ લેવાની યોગ્ય રીત અને આસનોથી તમારું રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરવામાં ઘટાડો થાય છે. આ તે પહેલાં અને પછીનો તફાવત છે જે તમે સરળતાથી પકડી શકો છો. વાળની ​​સંભાળ રાખવા અને તેમના નુકસાનને રોકવા માટે તમારે દરરોજ 3 યોગાસન કરવા જોઈએ. અમે તમને આ યોગાસનો વિશેની માહિતી અહીં જણાવી રહ્યા છે.

Advertisement

હસ્તપાદાસન:-

image source

આ આસન સીધા અંત:સ્ત્રાવી (એંડોક્રાઇન) પ્રણાલી પર કાર્ય કરે છે અને તમારા માથામાં લોહીનું પરિભ્રમણ સુધારે છે. આ ક્લેવિકલ શ્વાસ એટલે કે ક્લેવિકલમાંથી લેવામાં આવેલા શ્વાસને પ્રોત્સાહન આપે છે, જે ફેફસાના ઉપરના ભાગના યોગ્ય વેન્ટિલેશનમાં મદદ કરે છે.

Advertisement

આસન કરવાની રીત:

– આ મુદ્રા માટે, તમારા પગ એક સાથે રાખો અને તમારા હાથ બાજુમાં રાખો.

Advertisement

– શ્વાસ લેતી વખતે, બંને હાથ ઊંચા કરો અને શ્વાસ લેતા વખતે કરોડરજ્જુ સીધી રાખો અને આગળ ઝૂકવું.

image source

– તમારા હાથને તમારા પગના પંજાની બરાબર રાખો અથવા તેને એડી સુધી લઈ જાઓ.

Advertisement

– થોડો સમય સામાન્ય શ્વાસ લો અને આ સ્થિતિમાં જ રહો.

– ધીમે ધીમે પહેલા જેવી સામાન્ય સ્થિતિ પર પાછા ફરો.

Advertisement

વિપરિતકર્ણી:-

image source

ઉપલા શરીરમાં રક્ત પરિભ્રમણ વધારીને, તે વાળને ખરતાં ​ઘટાડવા પર સંપૂર્ણ અસર છોડે છે. આ સાથે તે ઇએનટી રોગોના કાર્યાત્મક વિકારમાં પણ મદદ કરે છે.

Advertisement

આસન કરવાની રીત:

– આ આસન કરવા માટે, તમારા હાથને તમારી બગલમાં રાખીને તમારી પીઠના બળ પર આડા પડો.

Advertisement

– શ્વાસ બહાર કાઢતી વખતે, ધીમે ધીમે હાથની મદદથી તમારા પગને ઉભા તરફ લઈ જાઓ અને તેને તમારા માથા ઉપર લઈ જાઓ.

– ટેકો અને મક્કમતા માટે તમારા શરીરને તમારા હાથથી પાછળની બાજુએથી પકડો.

Advertisement

– થોડીક સેકંડ માટે સામાન્ય રીતે શ્વાસ લો અને ધીમે ધીમે તમારા હિપ્સને શરૂની સ્થિતિમાં પાછા લાવો.

ઉષ્ટ્રાસન:

Advertisement

આ આસનથી શ્વાસ સુધરે છે જે બદલામાં આખા શરીરમાં ઓક્સિજનથી ભરપુર લોહીનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે.

આસન કરવાની રીત:

Advertisement
image source

– આ આસન માટે, તમારા ઘૂંટણને વાળો અને એક ચટ્ટાઈ પર બેસો.

– આંગળીઓ જમીન તરફ વાળેલી રાખો અને ઘૂંટણ થોડા અલગ રાખો.

Advertisement

– ધીમે ધીમે પાછળની તરફ વળો અને તમારા હાથને પાછળની બાજુ લઈ જાઓ.

– પાછળની બાજુ ઝૂકતી વખતે તમારા બંને હાથ વડે તમારી ઊંચી ઉઠેલી એડીયોને પકડી લો.

Advertisement

– દાઢીને ઊંચી ઉઠાવતી વખતે તમારા પેટને સંકોચો.

– શ્વાસ બહાર કાઢતી વખતે, ધીમે ધીમે પહેલાની સામાન્ય સ્થિતિ પર પાછા ફરો.

Advertisement

વાળ ખરતાં અટકાવવા માટે અન્ય કેટલીક ટીપ્સ જુઓ:

– રક્ત પરિભ્રમણને સુધારવા માટે ખોપરી ઉપરની ચામડીની માલિશ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

Advertisement
image source

– તમારા ભીના વાળમાં ક્યારેય કાંસકો ન ફેરવો, તમારી આંગળીઓનો ઉપયોગ કરીને તમારા વાળ ઉકેલો.

– સામાન્ય હવામાં વાળ સુકાવા દો અને અતિશય તાપને ટાળો.

Advertisement

– કુદરતી હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરો અથવા તો તમે કાચી છાશથી પણ તમારા વાળ ધોઈ શકો છો.

– ખાતરી કરો કે તમને પૂરતી ઊંઘ લો છો. તમારે સમયસર સૂવું જોઈએ અને રાત્રે 8 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ.

Advertisement

– તમે લીમડાના પાણીથી તમારા વાળ પણ ધોઈ શકો છો.

image source

આ યોગાસન અને ટિપ્સ અપનાવવાથી, તમારા વાળ ખરવાની સમસ્યા થોડા દિવસોમાં ઉકેલાઈ જશે. વાળની ​​સંભાળ અને યોગથી સંબંધિત આ માહિતી તમને જરૂર ઉપયોગી બનશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version