Site icon Health Gujarat

આ યોગ કરવાથી શ્વસન ક્રિયાથી લઇને બ્રેન મસલ્સને થાય છે અનેક ફાયદાઓ, જાણો કેવી રીતે કરશો ઘરે

અત્યારની ભાગ-દોડવાળી જીવનશૈલીમાં શરીરને મજબૂત. તંદુરસ્ત, ઉર્જાથી ભરપૂર અને મગજના સ્નાયુઓને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના યોગ કરવા જરૂરી છે. કપાલભાતી અને અનુલોમ-વિલોમ કરવાથી પણ આખા શરીરમાં ઉર્જા પ્રસારિત કરે છે. યોગા શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગથી શારીરિક સ્વાસ્થ્ય તો સારું રહે જ છે, સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. યોગ શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને મગજમાં ઓક્સિજનનો અભાવ પૂર્ણ કરે છે. યોગની મદદથી ઘણા રોગોથી બચી શકાય છે, સાથે આ રોગ કાબુમાં પણ આવી શકે છે. યોગ કરવાથી શરીરને શક્તિ મળે છે અને મન શાંત રહે છે. તો ચાલો અમે તમને જણાવીએ યોગ કરવાની યોગ્ય રીત અને તે યોગથી થતા ફાયદાઓ વિશે.

પદ્માસન

Advertisement
image soucre

પદ્માસન શબ્દ બે જુદા જુદા શબ્દોથી બનેલો છે. પદ્માસનનો પહેલો શબ્દ પદ્મ છે, જેનો અર્થ કમળ છે, જ્યારે બીજો શબ્દ આસન છે, જેનો અર્થ છે બેસવાનો. પદ્માસન યોગની સ્થિતિમાં કમળના ફૂલની જેમ બેસવું પડે છે.

પદ્માસનના ફાયદા

Advertisement

પદ્માસન કરવાથી શરીરને અતિશય લાભ મળે છે. જો તમે ક્યારેય અસ્વસ્થ અને અશાંત અનુભવો છો તો પદ્માસન યોગ જરૂરથી કરો. આ તમારા મનને શાંત કરવામાં મદદ કરશે. આ આસન અલૌકિક ઉર્જા પ્રાપ્ત કરવા, ધ્યાન અથવા મેડિટેશન કરવા માટે, ચક્ર અથવા કુંડલિનીને જાગૃત કરવા માટે કરી શકાય છે. પદ્માસન એક ખૂબ જ શક્તિશાળી આસન છે. તે પીઠ અને હૃદયની બીમારીઓ માટે ઉત્તમ આસન છે. તેના તમામ શારીરિક અને આધ્યાત્મિક ફાયદાઓ યોગશાસ્ત્રમાં વર્ણવેલ છે. તે ધ્યાન માટે ઉલ્લેખિત શ્રેષ્ઠ આસનોમાંથી એક છે.

દંડાસન

Advertisement
image soucre

દંડાસન એ સંસ્કૃત શબ્દ છે જેમાં બે શબ્દોનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ શબ્દ દંડનો અર્થ લાકડી થાય છે અને બીજો શબ્દ આસનનો અર્થ મુદ્રા થાય છે. તે અંગ્રેજીમાં સ્ટાફ પોઝ તરીકે પણ ઓળખાય છે. દંડાસન એ એક એવું આસન છે જે શરીરને અદ્યતન આસનો કરવા માટે તૈયાર કરે છે. તે શરીરને સંપૂર્ણ રીતે ગોઠવવા માટેની ક્ષમતામાં પણ વધારો કરે છે. દંડાસન એ યોગ મુદ્રાનો એક સરળ આસન છે. તે આત્મ જાગૃતિની ઉર્જા માટેનો માર્ગ જણાવે છે. તેથી તાકાત અને સારા સ્વરૂપને પ્રોત્સાહન આપવા માટે દંડાસનને આદર્શ મુદ્રા માનવામાં આવે છે, જે વ્યક્તિની આધ્યાત્મિકતાને ટેકો આપે છે.

દંડાસન કેવી રીતે કરવું

Advertisement

દંડાસનના ફાયદા

કપાલભાતી

Advertisement
image source

કપાલભાતી એ ખૂબ ઉર્જાભર અને ઊંચા શ્વાસ લેવાની કવાયત છે. કપાલ એટલે મગજ અને ભાતી એટલે સ્વચ્છતા આ બંનેનું મિક્ષણ એટલે કે ‘કપાલભાતી’ એ પ્રાણાયામ છે જેના દ્વારા મગજ શુધ્ધ થાય છે અને આ સ્થિતિમાં મગજની કામગીરી સરળતાથી ચલાવે છે. તમને જણાવી દઈએ કે આ પ્રાણાયામના અન્ય ફાયદા પણ છે. લીવર કિડની અને ગેસની સમસ્યાઓ માટે ઘણું ફાયદાકારક છે. કપાલભાતી પ્રાણાયામ કરવા માટે, કરોડરજ્જુને સીધી રાખતી વખતે કોઈપણ ધ્યાન મુદ્રામાં, આસન અથવા ખુરશી પર બેસો. આ પછી, શક્ય તેટલી ઝડપથી બંને નાકમાંથી શ્વાસ છોડો. ઉપરાંત પેટને શક્ય તેટલું અંદર લો. આ પછી તરત જ, બંને નાકમાંથી શ્વાસમાં લો અને જલદી શક્ય પેટને બહાર આવવા દો. તમે આ પ્રવૃત્તિ તાકાત વધારીને કરી શકો છો અને ધીમે ધીમે જરૂરીયાત મુજબ 50 ગણાથી 500 ગણો કરી શકો છો, પરંતુ ક્રમમાં 50 કરતા વધુ વખત ન કરો. ક્રમમાં ધીમે ધીમે વધારો. આ પ્રાણાયામ ઓછામાં ઓછા 5 મિનિટ અને મહત્તમ 30 મિનિટ સુધી કરી શકાય છે.

કપાલભાતીના ફાયદા

Advertisement

આવા લોકોએ કપાલભાતી ન કરવું જોઈએ.

અનુલોમ – વિલોમ પ્રાણાયામ

Advertisement

સૌ પ્રથમ ચોકડી કરીને બેસો. આ પછી તમારા જમણા નાકને જમણા અંગૂઠાથી પકડો અને ડાબા નાક વડે શ્વાસ લો. હવે અનામિકા આંગળીથી ડાબું નાક બંધ કરો.આ પછી જમણું નાક ખોલો અને શ્વાસ બહાર કાઢો. હવે જમણા નાકમાંથી શ્વાસ લો અને તે જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો અને ડાબા નાક દ્વારા શ્વાસ બહાર કાઢો. આ પ્રાણાયામ એકદમ સરળ અને ફાયદાકારક છે.

અનુલોમ વિલોમ પ્રાણાયામના ફાયદા જાણો

Advertisement

પશ્ચિમોતાનાસન

image soucre

પશ્ચિમી અને ઉતાન એમ બે શબ્દોના સંયોજનથી પશ્ચિમોત્તાનાસન યોગાસનનું નામ બનેલું છે. પશ્ચિમનો અર્થ પશ્ચિમ દિશા અથવા શરીરની પાછળનો ભાગ અને ઉતાનનો અર્થ ખેંચવું થાય છે. કરોડરજ્જુના દુખાવાથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિએ પશ્ચિમોત્તાનાસનનો યોગ કરવો જોઈએ. આ આસનોની પ્રેક્ટિસ કરતી વખતે શરીરના પાછલા ભાગ એટલે કે કરોડરજ્જુમાં ખેંચાણ થાય છે, તેથી આ આસનને પશ્ચિમોત્તાનાસન કહેવામાં આવે છે. આ આસન કરવાથી શરીરનો આખો ભાગ ખેંચાય છે અને તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ આસાન કરવા માટે પગ અને પીઠને સંપૂર્ણ સીધા રાખો. હવે હાથને પગની બાજુ ખેંચીને પકડો. માથું નીચેની બાજુ ઝુકાવો, ત્યારબાદ હાથને સામાન્ય સ્થિતિમાં પાછા લાવો.

Advertisement

પશ્ચિમોતાનાસનના ફાયદા

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version