18 જૂને 100 વર્ષના થશે હીરાબા, માતાને મળવા આવશે PM મોદી, જાણો કઈ રીતે કરવામાં આવ્યું છે ખાસ આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા ૧૮ જૂને ૧૦૦ વર્ષના થઇ જશે. આ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ માટે આવી રહ્યા છે. ૧૭ જૂન અને ૧૮ જૂનના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહેલા પ્રધાનમંત્રી ૧૮ જૂને તેમની માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળવા આવશે છે. હીરાબાના ૧૦૦મા જન્મદિવસે વતન  વડનગરના હાટકેશ્વર મંદિરમા તેમણે પૂજાનુ આયોજન પણ કરેલું છે, તેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના પણ કરાશે. તેઓ ૧૮ જૂનના દિવસે ગુજરાતના પાવાગઢમાં માતા કાલીના મંદિરનો જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ PM કરશે. તેઓ વડોદરામા પણ સભાને સંબોધન કરવા માટે આવશે.

આ પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૧૧ અને ૧૨ માર્ચના બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓ ૧૧ માર્ચના દિવસે સવારના અલગ અલગ કાર્યક્રમોમા ભાગ લીધા પછી રાત્રે ૯ વાગ્યે તેમની માતા હીરાબાને મળવા માટે તેઓ ગાંધીનગર પહોંચી ગયા હતા, જ્યા તેમણે આશીર્વાદ લઈ તેઓના ખબરઅંતર પણ પૂછ્યા હતા. એટલુ જ નહીં, શ્રી નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી પણ ખાધી હતી.

image sours

માતા હીરાબાનુ પેઇન્ટિંગ જોઈને પ્રધાનમંત્રી મોદીએ કાફલો અટકાવી દીધો હતો :
શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે ૮ વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે આયોજિત કરેલા એક કાર્યક્રમમા તેઓ ઉપસ્થિત રહેવા માટે તેઓ શિમલા ગયા, જ્યા એક રોડ શોમા પણ તેઓ સામેલ થયા હતા. આ વખતે તેઓએ એક યુવતીના હાથમા તેમની માતા હીરાબાનુ પેઇન્ટિંગ જોયુ હતુ. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે આ પેઇન્ટિંગ જોવા ત્યારે તેઓએ પોતાનો કાફલો ત્યાં જ રોક્યો અને આ યુવતી પાસે પહોંચી ગયા હતા. PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાઇરલ પણ થયો હતો.

પ્રધાનમંત્રી મોદીએ યુવતી સાથે થોડી વાત પણ કરી હતી :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યુવતીને મળ્યા અને તેના દ્વારા બનાવાયેલા પોતાની માતા હીરાબાનું પેઇન્ટિંગને નિહાળ્યું તેમજ તેઓએ ભેટ તરીકે સ્વીકાર પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે આ યુવતી સાથે થોડી વાતચીત કરીને પૂછ્યું કે આ પેઇન્ટિંગ તમે જાતે જ બનાવ્યું છે. ત્યારે યુવતીએ કહ્યું- હા, મેં જ બનાવ્યું છે. વડાપ્રધાન મોદીએ તેને વધુમા પૂછ્યું કે આ પેઇન્ટિંગ બનાવવામા તેમણે કેટલો સમય લાગ્યો હતો, આ યુવતીએ જવાબ આપ્યો, એક જ દિવસમા તેમણે આ તૈયાર કર્યું છે.

શિમલામાં માતાનું પેઇન્ટિંગ જોઈ ભાવુક થયેલા મોદી.
image sours

વડાપ્રધાન કરશે આ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત :

PM મોદી પાલનપુરના મદાર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ કરશે. ગેજ પરિવર્તન પછી તેઓ અમદાવાદ બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનુ ફ્લેગ ઓફ પણ કરશે. લુનિધાર ઢસા, પાલનપુર રાધનપુર પેસેન્જર ટ્રેનને તેઓ લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવશે. ગાંધીધામમા તેઓ લોકોમોટિવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત પણ કરશે.

વિજાપુર આંબલિયાસણ, નડિયાદ પેટલાદ, કડીકટોસણ, આદરજ મોટી વિજાપુર,જંબુસર  સમની, પેટલાદ ભાદરણ અને હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનના કામોનુ પણ તેઓ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હાથે કરવામાં આવશે.

PM Narendra Modi Birthday Celebration Live Updates Happy Birthday Modi Ji 17 September - PM Modi Birthday Celebration Live: प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन पर लगा बधाईयों का तांता, कंगना ने ...
image sours