99 ટકા નળીઓ બ્લોકેજ હોવા છતાં પણ 107 વર્ષના દાદીએ મૃત્યુને હરાવી દીધું, અમદાવાદમા કરાઇ

જન્મ અને મરણ આપણા મનુષ્યના હાથમાં નથી તેવી એક જૂની કહેવત સાંભળી જ હશે પરંતુ આજના કળિયુગના સમયમા ભગવાન ગણાતા એવા ડોક્ટરોએ એ પણ એવું જ કરીને બતાવ્યું છે. જેની દુનિયામાં કોઈએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. દુનિયામાં પહેલી વાર એક સદી પૂરી ચૂકેલા એક વૃદ્ધ મહિલાની એન્જીઓપ્લાસ્ટી સર્જરી કરાઈ છે અને તેમા અમદાવાદના ડોક્ટરોને સફળતા મળી હોવાનો કિસ્સો બન્યો છે.

વૃદ્ધાના હૃદયમા ૯૯ ટકા જેટલું બ્લોકેજ હતું : 
૧૦૭ વર્ષના આ વૃદ્ધાના હૃદયના ધબકારા આજે પણ મેડિકલ વર્લ્ડ માટે એક મોટો ચમત્કાર છે કારણ કે, આ ૧૦૭ વર્ષની ઉમરે બાદામબાઈ વ્યાસ નામના આ વૃદ્ધાની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે અને આ સર્જરી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટરને તેમા સફળતા મળી છે. મધ્યપ્રદેશમાં રહેતા એવા ૧૦૭ વર્ષના આ વૃદ્ધાને હૃદયનો હુમલો આવવાથી મંદસૌરથી અમદાવાદ લાવવામા આવ્યા. અહીં આ વૃદ્ધાની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી તેથી હૃદયની ધમનીઓમાં ૯૯ ટકા જેટલું બ્લોકેજ હોવાનુ પણ સામે આવ્યું હતું.

जीने की उम्मीद से जीती जिंदगी की जंग ! 107 साल की बुजुर्ग महिला का हार्ट अटैक के बाद हुआ सफल ऑपरेशन - 107 old lady succesfull angioplasty after heart attack in gujrat - GNT
image sours

આટલા બધા મોટા પ્રમાણમા દર્દીના બ્લોકેજ જોઈને ડોક્ટરોએ અને હોસ્પિટલ વાળાએ તેઓના પરિવારને જાણકારી આપી કે આવા કિસ્સમા દર્દીનું બચવુ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ દર્દીના પૌત્રનો પોતાની દાદી પરનો અને ડોક્કકટરો પરનો અડગ વિશ્વાસ હતો કે તેના દાદી સ્વસ્થ થઈ જશે અને ડૉક્ટરને સર્જરીની પરવાનગી આપતા તેમણે આ સર્જરી કરી હતી. તેમા ડોકટરોને સફળતા મળતા આ વૃદ્ધા સંપૂર્ણ સ્વસ્થ હોવાનુ જાણવા મળ્યું છે.

૧૦૭ વર્ષે આ સફળ એન્જીયોપ્લાસ્ટી દુનિયામાં પહેલી વખત :
મહત્વનું છે કે આટલી મોટી ઉંમરના કોઈ પણ દર્દીમા ઘણી બધી બીમારીઓ હોય છે તેથી આ પ્રકારની કોઈ પણ સર્જરી ખૂબ અઘરી થઈ જાય છે. પરંતુ આ કેસમા દર્દીને એક નવુ જીવનદાન મળ્યું છે. ત્યારે ડૉક્ટરએ આ દર્દીના બચવાની સંભાવના સાવ છોડી જ દીધી હતી. આ ઘટનાને એક મોટો ચમત્કાર કહો કે, બીજું કાંઈ પરંતુ આ ૧૦૭ વર્ષના આ મહિલા આ સર્જરી પછી સ્વસ્થ છે અને કદાચ આટલી મોટી ઉમરે દુનિયામા આ પહેલી એન્જીયોપ્લાસ્ટી સર્જરી હશે. જોકે જીવન અને મરણ કુદરતના હાથનો ખેલ છે પરંતુ અહીં આ વૃદ્ધાનો જીવ બચવો કોઈ એક મોટો ચમત્કારથી ઓછો પણ નથી.

Know where 107 year old woman Badambai Vyas angioplasty happened 107 साल की बुजुर्ग महिला का जोखिम भरा ऑपरेशन - News Nation
image sours