બધાને પેટ પકડીને હસાવતી ભારતી સિંહના ઘરે જન્મી બાળકી! માતા બન્યા બાદ ભારતીએ કહ્યું કે-…

કોમેડિયન ભારતી સિંહ માતા બની! તેમના ઘરે એક નાનકડી પરીનો જન્મ થયો છે! ઓહ, થોડી વાર રાહ જુઓ, આટલા ખુશ થવાની જરૂર નથી. કારણ કે ભારતી સિંહના માતા બનવાના સમાચાર સાચા નથી. આ દિવસોમાં ભારતી સિંહના માતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ અટકળો પર બિલકુલ વિશ્વાસ કરવાની જરૂર નથી.

image source

ભારતી માતા બની નથી. તે હજુ પણ ગેમ શો ખતરા ખતરાનું શૂટિંગ કરી રહી છે. માતા બનવાના ખોટા સમાચાર પર ભારતી સિંહે પણ પ્રતિક્રિયા આપી છે. લાઈવ ચેટમાં ભારતીએ કહ્યું- મે હજુ બાળકને જન્મ આપ્યો નથી. જેઓ મને ઓળખે છે તેઓ મને ફોન કરીને અભિનંદન આપી રહ્યા છે. એવી અફવા ઉડી રહી છે કે મેં બાળકીને જન્મ આપ્યો છે. પરંતુ આ સાચું નથી. હું ખતરા ખતરાના સેટ પર છું. અહીં 15-20 મિનિટનો વિરામ છે, તેથી મેં વિચાર્યું કે મારે લાઈવ આવીને કહેવું જોઈએ કે હું હજી પણ કામ કરું છું.

image source

ભારતીએ કહ્યું મને ડર લાગે છે. મારી ડિલિવરીની તારીખ નજીક છે. હર્ષ અને હું બાળક વિશે વાત કરીએ છીએ. ભારતીએ કહ્યું કે તેને લાગે છે કે તેનું બાળક ખૂબ જ રમુજી હશે કારણ કે તે બંને રમુજી છે. ભારતીએ ચાહકોને ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે તે અને હર્ષ બાળકના સમાચાર શેર કરશે. તમે જાણો છો કે ભારતી સિંહ ગમે ત્યારે માતા બની શકે છે. તેની ડિલિવરીની તારીખ એપ્રિલના પહેલા સપ્તાહમાં છે. ગર્ભાવસ્થાના તબક્કામાં પણ ભારતી સંપૂર્ણ રીતે સક્રિય છે. તે પતિ હર્ષ સાથે ખતરા ખતરા શો હોસ્ટ કરી રહી છે.

image source

ભારતી આ તબક્કાને ખૂબ એન્જોય કરી રહી છે. ભારતીએ પ્રેગ્નેન્સી દરમિયાન ઘણા મેટરનિટી ફોટોશૂટ કરાવ્યા છે. જેમાં કોમેડિયનનો બેબી બમ્પ ફ્લોન્ટ થયો છે. ભારતી સિંહની આ તસવીરો ફેન્સમાં વાયરલ થઈ રહી છે. ચાહકો પણ એ જાણવા ઉત્સુક છે કે ભારતી સિંહના ઘરે પુત્રનો જન્મ થશે કે પુત્રીનો ?