છાતી ચીરી નાખે એવો સંઘર્ષ કરીને હીરાની જેમ ચમકી, સુરતમાં રત્નકલાકારની દીકરીને આવ્યા 96.28%, હવે CA બનવું છે

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. સુરતનુ ૮૭.૫૨ ટકા પરિણામ આવ્યું છે. તેમા મૂળ સૌરાષ્ટ્રની અને હાલમાં સુરતમા રહેતા એક રત્નકલાકારની દીકરીએ ખૂબ મોટી સફળતા મેળવી છે. આ દીકરી ગોપી વઘાસીયાને ૯૬.૨૮ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. ગોપીએ કહ્યું કે કોરોનાકાળમા હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને તેને અરસ-પરસ ડાઉટ ફોન કરીને ક્લિયર સાથે સફળતા મેળવી છે. તેમા શિક્ષકો, માતા-પિતાનો મને પૂરતો સપોર્ટ પણ મળ્યો હતો. મારા પિતાએ કાળી મજૂરી કરી હોવાથી આવતા સમયમા પિતાને મારા પર ગૌરવ થાય તે રીતે સીએ બનીને તેમનું નામ રોશન કરવાની ઈચ્છા છે.

પિતા રત્નકલાકાર છે :

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની એવા ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીએ ધોરણ-૧૨માં A-1 ગ્રેડ મેળવીને તેના આખા પરિવારનું પરિવારનું નામ રોશન કર્યું છે. પિતા ચીમનભાઈ ઘણા વર્ષોથી સુરતમા જ રત્નકલાકાર એટલે કે હીરા ઘસવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. પપ્પાની મહેનત જોઈને ગોપીએ પણ ધોરણ ૧૨મા ખૂબ મહેનત કરી હતી તેના લીધે આજે મને આ સારું પરિણામ મળ્યું છે.

માતા-પિતા અને ભાઈએ સપોર્ટ કર્યો.
image sours

તેની માતા સિલાઈ કામ કરે છે :

ગોપીની માતા કૈલાસબેન ૭ ધોરણ સુધી જ ભણેલા છે. બંને સંતાનોને ભણાવી ગણાવીને આગળ વધારવા માટે તેઓ પોતાના ઘરે જ સિલાઈ કામ કરે છે. તેના પતિને ટૂંકી આવકમા માતા પણ બાળકોના અભ્યાસ માટે ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે.

મે હોશિયાર વિદ્યાર્થીઓનુ ગ્રુપ બનાવ્યું હતું :

ગોપીએ કહ્યું કે ધોરણ ૧૧ વખતે કોરોનાનો સમય હોવાથી ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો તેની સાથે સાથે અમે હોશિયાર વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામા એક ગ્રુપ પણ બનાવ્યું હતું. જેમા એક બીજા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા તેની સાથે જ અમે રોજ આઠથી દસ કલાક મહેનત પણ કરતા હતા.

સારું પરિણામ મેળવતા ખુશી વ્યક્ત કરી.
image sours

તેની સીએ બનવાની ઈચ્છા છે :

ગોપીએ કહ્યું કે, પિતાની ઈચ્છા કંઇક કરી બતાવવાની હતી. તેના લીધે મે ધોરણ ૧૨માં ખૂબ મહેનત કરી અને આવતા સમયમાં સીએ બનીને સીએની ઓફિસ ખોલી મારા પરિવારને મદદરૂપ થવાની અને પરિવારનું ગૌરવ વધારીને તેમનું નામ રોશન કરવું છે. પિતાને આજે હું એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આવતા સમયમા તેમને નિરાશ નહીં થવા દઉં.

પરિવારનો ખૂબ સપોર્ટ મળ્યો હતો :

વઘાસીયા પરિવારનો ગોપીને પૂરતો સાથ મળ્યો હતો. ગોપીનો મોટોભાઈ અત્યારે એલએલબી કરી રહ્યો છે તે પણ ગોપીને ખૂબ મદદ કરતો હતો અને માતા કૈલાસબેન ગોપીને રાત્રે કે જ્યારે પણ તેને જરૂર હોય ત્યારે જાગીને સપોર્ટ કરતા હતા અને નાસ્તો કરાવવામા અને રાત્રે ચા પાણી પણ કરાવતા હતા. મોટોભાઈ ગૌરવ પણ ભણ્યો હોવાથી ગોપીને પણ આગળ ભણવાની પરિવારે પૂરતી મદદ કરી હતી.

પરિવારનું ગૌરવ વધારી નામ રોશન કરવું છે.
image sours