ડોક્ટરોએ સગર્ભા મહિલાને તપાસી તો સ્તબ્ધ થઈ ગયા, ગર્ભમાં બાળક વિશે એવો ખુલાસો થયો કે પરિવાર ચોંકી ગયો

એક મહિલાનો દાવો છે કે તેના ગર્ભમાં એક, બે નહીં, પરંતુ 13 બાળકો છે અને તે ટૂંક સમયમાં જ તેમને જન્મ આપશે. મહિલા પહેલેથી જ 6 બાળકોની માતા છે. આ અહેવાલ ચોંકાવનારો છે, પરંતુ તે સત્ય છે. આ સમાચાર સાંભળીને મહિલાના પરિવારજનો અને પતિ આઘાતનો શિકાર બની ગયા હતા. મેક્સિકોમાં ફાયર ફાઈટર તરીકે કામ કરતા એન્ટોનિયો સોરિયાનોની પત્ની મારિત્ઝા હર્નાન્ડીઝ મેન્ડેઝને આશ્ચર્યજનક રીતે ડોકટરો પાસેથી ગર્ભમાં એકસાથે ઉછરી રહેલા 13 બાળકો વિશે માહિતી મળી. આ વાતની જાણ થતાં જ કપલ ચોંકી ઉઠ્યું હતું. તેમણે તાત્કાલિક ઈમરજન્સી કોલ દ્વારા સ્થાનિક નેતાઓ અને લોકોને મદદ માટે અપીલ કરી હતી. આવી સ્થિતિમાં એક કાઉન્સિલર ગેરાર્ડો ગુરેરો લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ આ પરિવારની મદદ માટે આગળ આવે. કારણ કે આટલા બાળકોના ઉછેરનો ખર્ચ ઘણો વધારે છે અને દંપતી તેમને ઉછેરવા સક્ષમ નથી.

image source

એન્ટોનિયો સોરિયાનો, જે પૂર્વ મેક્સિકોના શહેર ઇક્ટાપાલુકામાં ફાયરમેન તરીકે કામ કરે છે, તે પહેલેથી જ છ બાળકોનો પિતા છે. તેમાંથી 2 બાળકો જોડિયા જન્મ્યા, પછી ત્રણ બાળકો એક સાથે જન્મ્યા. એન્ટોનિયોનું પહેલું બાળક એકલું જ જન્મ્યું હતું. હવે એકસાથે 13 બાળકોનો જન્મ થવાનો છે, તો ચિંતા એ છે કે આ કપલ 19 બાળકોનો ઉછેર કેવી રીતે કરશે. એન્ટોનિયોની પત્ની મેરિત્ઝા ખૂબ જ ચિંતિત છે, કારણ કે એકસાથે 13 બાળકોને જન્મ આપવાની પ્રક્રિયા ખૂબ જોખમી છે. પ્રસૂતિ દરમિયાન મહિલાના જીવને ખતરો હોવાનું પણ તબીબો કહી રહ્યા છે, જોકે તેઓ ખાતરી આપી રહ્યા છે કે તેઓ સુરક્ષિત રીતે ડિલિવરી કરાવવાનો પ્રયાસ કરશે.

image source

અહીં એકસાથે આટલા બાળકોના જન્મની માહિતી મળતાં જ પરિવારના સભ્યો આશ્ચર્ય અને પરેશાન છે. તેઓ સરકાર પાસેથી સ્થાનિક વહીવટીતંત્રની મદદ માંગી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલર ગેરાર્ડો ગુરેરોએ જણાવ્યું હતું કે “તેઓ આ બાબતને સરકાર અને વહીવટીતંત્રમાં લઈ ગયા છે જેથી કરીને પરિવારને મદદ કરી શકાય. લોકો આ પરિવારના ખર્ચ માટે દાન આપે છે. એન્ટોનિયોએ 14 વર્ષથી ફાયર ફાઈટર તરીકે લોકોની સેવા કરી છે. “પરંતુ હાલમાં તેમની સ્થિતિ એવી નથી કે તેઓ 19 બાળકોની સંભાળ રાખી શકે.