ગજ્જબ છે હોં બાકી, માત્ર મે મહિનામાં સૌરાષ્ટ્ર વાળાએ 26 કરોડની વીજચોરી કરી, આ શહેરે તો હદ વટાવી દીધી

રાજકોટમાં PGVCLના MDએ વીજચોરીના મામલે ભારે સપાટો બોલાવ્યો હતો. આ વીજચોરી કરનારા લોકો સામે PGVCLની આખી ટીમ દ્વારા કડક કાર્યવાહી કરી રહ્યા છે. મે મહિનામા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કુલ ૨૬ કરોડની વીજચોરી પકડાય છે. સૌરાષ્ટ્રમા ૧૧ હજાર વીજ કનેક્શનમા થતી ચોરી ઝડપાઈ છે. ખાલી એક મે મહિનામા જ ૧૧ હજારથી વધુની ચોરી કરવાથી કનેક્શન સામે ભારે કાર્યવાહી કરાઇ રહી છે. સૌરાષ્ટ્રમા સૌથી વધારે ૪ કરોડની ચોરી રાજકોટમા પકડાય છે.

આ મહિના દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમા વીજચેકિંગ કરાય રહી છે :

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યું કે, આખા મે મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમા વીજચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ૮૫,૨૬૫ વીજ કનેક્શનનોની ચકાસણી કરી હતી. તેમાંથી ૧૦૮૫૮ કનેકશનોમા ભારે ગેરરીતિ અને ચોરી પકડી પાડી હતી અને કુલ ૨૬.૦૮ કરોડના બીલ પણ આપવામા આવ્યા હતા. એપ્રિલ મહિનામા ૨૭.૮૪ કરોડની ચોરી જડપાઇ છે. એમ આ બે મહિનામા કુલ ૫૩.૬૨ કરોડની ચોરી પકડી છે.

वीज चोरी ची भन्नाट आयडिया ! टाचणीने केली वीज चोरी
image sours

સૌરાષ્ટ્રમા સૌથી વધારે કરોડની ચોરી રાજકોટમા પકડાઈ:

સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમા આશરે બધા જિલ્લાઓમા મે મહિના દરમિયાન વારાફરતી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાજકોટમા ૩ દિવસ ચેકિંગની કાર્યવાહી કરવામા આવી. આ સિવાય કચ્છ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામા પણ સતત ધોંસ બોલાવવામા આવી. મહત્વની વાત એ છે કે, સૌથી વધારે ચોરી રાજકોટમાં પકડાઇ છે. જ્યારે બીજા ક્રમે ભાવનગર અને ત્રીજા ક્રમે રાજકોટ ગામડાઓમાંથી ચોરી ઝડપાઇ હતી. રાજકોટ શહેર અને ગામડા, જામનગર, અંજાર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાથી પકડાયેલી ચોરીનો આંકડો ૨-૨ કરોડથી વધારેનો રહ્યો છે.

वीज चोरी रोखण्यासाठी कोर्‍हाळेत महावितरण पथकाची कारवाई
image sours