ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં વરસાદ ખાબક્યો, જાણો સૌથી વધુ અને સૌથી ઓછો ક્યાં પડ્યો

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમા ૧૨ તાલુકાઓમા વરસાદ ખબક્યો હતો. સૌથી વધારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામા ૨ ઈંચ કરતા પણ વધારે વરસાદ થયો હતો. તો અમદાવાદના ધંધુકા ગામમા પણ ૧ ઈંચથી વધારે વરસાદ થયો હતો. ચુડામા ૧૮ મીમી, જેસરમાં ૧૧ મીમી, બાવળામાં ૯ મીમી, રાણપુરમાં ૬ મીમી જેટલો વરસાદ થયો હતો. આ સિવાય ધોળકા, ધોલેરા, વીરમગામ, વલ્લભીપુર, ગારિયાધારમાં પણ થયો હતો.

આ અસહ્ય ગરમી અને તાપ વચ્ચે ગુજરાતમાં વાતાવરણમા એકદમ પલટો આવી ગયો છે. સૌરાષ્ટ્રમા વરસાદ થયા પછી ઉત્તર ગુજરાતમા પણ થયો છે. સાવરકુંડલાના ગામડાઓમાં વિસ્તારના નાળ ઠવી વિરડી અને વંડામા વરસાદ થયો છે. ત્યાના ઉપરવાસના ગામડાઓમા વરસાદને લીધે શેત્રુંજી નદીમા પૂર આવી ગયું છે. આ નદીમા આ વિસ્તારોનુ પાણી પહેલું પુર હોય ખેડૂતો અને લોકોમા ભારે ખુશીનો માહોલ છે.

image sours

 

ગઢડા તાલુકાના ઢસા સહિતના ગામના વિસ્તારોમાં એકાએક વાતાવરણમા પલટો આવી ગયો હતો. ભારે પવન અને ભારે કડાકાભડાકાની સાથે સાથે ધીમે ધારે આ વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો હતો. ઢસાગામ જલાલપુર માંડવા વિકળીયા પાટણા રસનાળ પાડાપાન સહિતના ગામમાં ભારે પવન સાથે સાથે ધીમે ધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. પવન સાથે વરસાદ શરૂ થવાથી શહેરીજનોને ભારે બફારાથી રાહત મળી છે.

ભાવનગરમાં પણ ભારે વરસાદ થયો છે. આ જિલ્લાના જેસર તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા લોકોમા ભારે ખુશીનો માહોલ છે. બીજી તરફ વરસાદ પડવાથી ગરમીમાંથી રાહત મળી છે. જો કે હજુ સુધી પણ વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટીના લીધે સૌરાષ્ટ્રમા વરસાદ થઈ રહ્યો છે. આઠ જૂનથી દક્ષિણ ગુજરાતમા સામાન્ય વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી અને દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ થશે. હાલમાં પશ્ચિમ દક્ષિણના પવન ફુકાશે.

अगले तीन घंटों में यूपी के इन जिलों में होगी भारी बारिश | heavy rains will occur in these districts in up in the next three hours – News18 हिंदी
image sours

અમરેલીમાં આજે જેઠ મહિનામા ભારે અષાઢી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, દામનગર અને લાઠી તાલુકામા બપોર પછી વાતાવરણમા એકાએક પલટો આવી જતાં અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ  થયો. અમરેલીના ત્રણેય તાલુકામા અંદાજે છેલ્લા બે કલાકથી વધારે સમયથી વરસાદ થઈ રહ્યો છે. ક્યાંક તો વરસાદની સાથે સાથે કરાં પણ પડ્યા. ધોધમાર વરસાદને લીધે ગામડાઓમાં રસ્તાઓ પર પાણી વહી ગયા હતા.

સાવરકુંડલાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રના ગામડાઓમા વરસાદ થયો હતો. ગરમીની વચ્ચે જ વરસાદ થતાં લોકોએ થોડી રાહત થઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.  ભારે પવન સાથે વરસાદના લીધે ખેડૂતોના કેરીના પાકને ઘણું નુકસાન થયુ છે. આ સિવાય મેકડા, ધોબા, પીપરડી નાળ સહિતના ગામડાઓમાં પણ વરસાદ થયો છે. આ બાજુ લાઠી અને દામનગર તાલુકામા પણ વીજળીના ભારે કડાકા સાથે ભાર વરસાદ થયો.  લાઠી સિવાય આજુબાજુના હરસુરપુર, દેવળીયા, શેખ પીપરીયા, કેરીયા, ભગરાડ તો દામનગર અને આસપાસના પાડરશીગા અને નાના કણકોટમા વરસાદ થયો હતો.

अहमदाबादः गुजरात में मेघराज की जोरदार एंट्री, लाठी में भारी बारिश
image sours