હાય રે ઉનાળો! સ્કૂટીની સીટ પર આ માણસે બનાવી દીધો ઢોસા, વીડિયો જોઈને હેરાન થઈ જશો

ઉનાળાનો તડકો દિવસે ને દિવસે વધી રહ્યો છે. કાળઝાળ ગરમી અને લૂ ના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. બન્યું એવું કે હવે આકરા તડકાના કારણે લોકો સ્કૂટીની સીટ પર ઢોસા બનાવવા લાગ્યા છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ વાયરલ થઈ રહેલો વીડિયો.

આકરા તડકાથી લોકો તપી રહ્યા છે ત્યારે બાઇક અને સ્કુટીની સીટો પણ ગરમીથી ગરમ થઇ રહી છે. સીટો એટલી ગરમ થઈ રહી છે કે એક વ્યક્તિએ તેની સ્કૂટી પર ઢોસા પણ બનાવ્યા. તે વ્યક્તિએ સ્કૂટીની સીટનો ઉપયોગ પેન તરીકે કર્યો અને તેના પર ઢોસા બનાવીને બતાવ્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તડકામાં પોતાની સ્કૂટી પર ઢોસા બનાવતો જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી. ઢોસા થોડી સેકન્ડમાં તૈયાર છે.

ઉનાળાની ગરમી દર્શાવતો આ વીડિયો streetfoodofbhagyanagar દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – ‘ઘરે આને અજમાવો નહીં’ આ વીડિયોને 1.2 મિલિયનથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને લાખો લોકોએ તેને જોયો છે.

image source

સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવનારા વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ‘વન પ્લેટ હોન્ડા એક્ટિવા ડોસા.’ અન્ય યુઝરે લખ્યું, ‘ઉનાળાની ગરમી જુઓ ભાઈ.’ સોશિયલ મીડિયા પર જે પણ આ વીડિયો જુએ છે તે દંગ રહી જાય છે.