હેલિકોપ્ટરમાંથી ઉતરી નવી વહુ, ત્યારબાદ રથમાં બેસાડીને લઇ ગયા ઘર સુધી, આ નજારો જોવા ગામ ઉમટ્યું

રાજસ્થાનના કરૌલી જિલ્લામાં આજે એક વરરાજા તેની દુલ્હનને હેલિકોપ્ટરમાં બેસીને તેના ગામ પહોંચ્યો હતો. વર-કન્યાને હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતા જોવા માટે ગામના લોકો એકઠા થયા હતા. બાદમાં ગામમાં પહોંચતા લોકોએ નવદંપતીનું સ્વાગત કર્યું હતું. હેલિકોપ્ટર બાદ દુલ્હનને રથમાં બેસાડીને ઘરે લઇ જવામાં આવી હતી. હિંડૌનના હિંગોટ ગામમાં ગુરુવારનો દિવસ ખાસ હતો.

image source

ગામના સામાજિક કાર્યકર માનસિંહ યોગીએ જણાવ્યું કે ગામ હિંગોટે નિવાસી ગિરધારી મીણાનો પુત્ર રજનીશ મીણા તેની જાન સાથે કુડાવડા તાલુકા સપોત્રા ગામમાં કૈલાશ ચંદ મીણાની પુત્રી હેમલતા મીના સાથે લગ્ન કરવા ગયો હતો. દુલ્હન ઈચ્છતી હતી કે જાન હેલિકોપ્ટર દ્વારા આવવી જોઈએ. આના પર વરરાજાએ હેલિકોપ્ટર લીધું હતું.

image source

ગુરુવારે બપોરે સાપોત્રા તાલુકાના કુડાવાડા ગામનો વરરાજો રજનીશ મીણા તેની કન્યાને હેલિકોપ્ટરમાં બેસાડીને હિંગોટે ગામ પહોંચ્યો હતો. જ્યાં વર-કન્યાની રાહ જોઈ રહેલા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. હેલિકોપ્ટર માટે બનાવેલા અસ્થાયી હેલિપેડ પર ઉતરેલા વર-કન્યા રથમાં બેસી પોતાના ઘરે જવા રવાના થયા હતા. તે ઘરે પહોંચતાની સાથે જ તેના પરિવાર અને ગ્રામજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા શોભાયાત્રામાં જવાની ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ સાથે જ હેલિકોપ્ટરને જોવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો ઉમટી પડ્યા હતા. અગાઉ, વરરાજા તેની કન્યાને લેવા માટે હેલિકોપ્ટર દ્વારા કુડાવાડા ગામ પહોંચ્યો હતો.