જેલમાં ગયા પછી પણ રાણા દંપતીએ હાર ન માની, દિલ્હીમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાએ પતિ રવિ રાણા સાથે મુંબઈમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તેને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ આ જાહેરાતને અમલમાં મૂકવા માટે રાણા દંપતિએ શહેર બદલી નાખ્યું અને આજે તેઓએ દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા પ્રખ્યાત હનુમાન મંદિરમાં આરતી કરી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા. આ દરમિયાન તેમના પતિ અને મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા પણ તેમની સાથે હાજર હતા.

image source

નવનીત રાણા તેના પતિ અને મંદિરના પૂજારીઓની હાજરીમાં ધાર્મિક વિધિ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરતી જોઈ શકાય છે.

નોંધપાત્ર રીતે, નવનીત રાણા અને રવિ રાણા બંનેની 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓએ ગયા મહિને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. તેમની સામે રાજદ્રોહ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

image source

12 દિવસ જેલમાં રહ્યા બાદ તેને 13માં દિવસે શરતી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. તેમની જામીન પછી, નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને એક મતવિસ્તાર પસંદ કરવા અને આગામી ચૂંટણીમાં તેમનો સામનો કરવાનો પડકાર ફેંક્યો. તેમણે શિવસેના સરકારને ‘ગુંડા રાજ’ પણ ગણાવી હતી.