જોરદાર સ્કીમ: કેન્દ્ર સરકાર 20 જૂનથી એકદમ સસ્તું સોનું વેચશે, આ રીતે ખરીદો, કિંમત ખાલી આટલી જ

જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકાર ફરી એકવાર તમને સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. તમે પણ સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની પ્રથમ શ્રેણી હેઠળ સોનું ખરીદી શકો છો.

આ યોજના 20 જૂનથી પાંચ દિવસ માટે ખુલશે :

સોનું ખરીદવાની આ સ્કીમ 20 જૂનથી પાંચ દિવસ માટે ખુલશે. આ માટે ઈશ્યુની કિંમત 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આપવામાં આવી છે. સરકારી ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમ 2022-23ની પ્રથમ શ્રેણી 20 અને 24 જૂન, 2022 વચ્ચે ખરીદી માટે ખુલશે. સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.”

Financial Plans For Diwali Gold Shopping - ArthaYantra
image sours

50 પ્રતિ ગ્રામ લાભ ઓનલાઈન પેમેન્ટ પર :

આરબીઆઈએ જણાવ્યું હતું કે, “ગોલ્ડ બોન્ડ માટે અરજી કરનારા અને ઓનલાઈન અથવા ડિજિટલ રીતે ચૂકવણી કરનારા રોકાણકારો માટે ઈશ્યુની કિંમત ગ્રામ દીઠ રૂ. 50 ઓછી હશે.” આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,041 રૂપિયા પ્રતિ ગ્રામ છે. સ્વર્ણ બોન્ડ યોજના 2022-23ની બીજી શ્રેણી 22 થી 26 ઓગસ્ટ સુધી અરજી માટે ઉપલબ્ધ રહેશે.

કેન્દ્રીય બેંક વાસ્તવમાં ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે. આ માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે. છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં, SGBs કુલ રૂ. 12,991 કરોડના 10 હપ્તામાં જારી કરવામાં આવ્યા હતા.

સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા વ્યક્તિઓ માટે ચાર કિલોગ્રામ, HUF માટે ચાર કિલોગ્રામ અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કિલોગ્રામ છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ સૌપ્રથમ નવેમ્બર 2015માં સોનાની ભૌતિક માંગ ઘટાડવાના હેતુ સાથે રજૂ કરવામાં આવી હતી.

Gold regulation: Finance Minister Arun Jaitley clarifies Income Tax law in respect of gold jewellery; 5 important updates | India.com
image sours