નેપાળમાં તારા એરલાઈન્સનું વિમાન ગુમ, 4 ભારતીયો સહિત 22 લોકો સવાર હતા

નેપાળમાં તારા એરલાઈન્સનું વિમાન ગુમ થઈ ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોખરાથી અહીં જોમસોમ જઈ રહેલી તારા એરલાઈન્સની 9 NAETનો સંપર્ક તૂટી ગયો છે.

મળતી માહિતી મુજબ, આ વિમાને સવારે 9.55 કલાકે ઉડાન ભરી હતી. ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય, ત્રણ જાપાની અને બાકીના નેપાળી નાગરિકો સવાર હતા. ડબલ એન્જિનવાળા વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા.

સ્થાનિક મીડિયા અનુસાર, પ્લેનમાં ચાર ક્રૂ મેમ્બર અને 19 મુસાફરો સવાર હતા. પ્લેન પોખરાથી જોમસોમ માટે સવારે 9:55 કલાકે ઉડાન ભરી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લેનનો સંપર્ક થઈ શક્યો નથી.

નેપાળી ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે ગુમ થયેલા વિમાનની શોધ માટે મુસ્તાંગ અને પોખરામાં બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. સર્ચ માટે સેનાના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Latest News, India News, Breaking News, Today's News Headlines Online,  English News Top Stories, Coronavirus News, IPL 2022 Updates|The Indian  Express
image sours