1400 વર્ષ જૂનુ છે આ ગોલ્ડન ટ્રી, ઝાડમાંથી ખરે છે સોનાની પત્તિઓ, 1400 વર્ષથી સોનુ ખરી રહ્યું છે

ચીન અનન્ય કુદરતી ખજાનાથી ભરેલું છે. ચીનમાં પ્રકૃતિ સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી બાબતો છે, જેનું રહસ્ય દુનિયામાં કોઈ ઉકેલી શક્યું નથી. ચીનનું ગોલ્ડન ટ્રી એટલે કે જીંકગો આવા રહસ્યોથી ભરેલું છે. ચીનના ઝેન મોનેસ્ટ્રીમાં વાવેલ આ વૃક્ષ દરેક માટે રહસ્યથી ભરપૂર છે. આ વૃક્ષની ઉંમર જાણીને કોઈ પણ તેના પર વિશ્વાસ નહીં કરી શકે, પરંતુ તે બિલકુલ સાચું છે. સોનાના પાંદડાઓથી ભરેલું આ વૃક્ષ 1400 વર્ષ જૂનું છે.

image source

આ વૃક્ષ ચીનમાં ગુ ગુઆનિન બુદ્ધ મંદિરના પ્રાંગણમાં લગાવવામાં આવ્યું છે. દર વર્ષે પાનખર ઋતુમાં, આ વૃક્ષના તમામ લીલા પાંદડા સોનેરી રંગમાં ફેરવાય છે. 20 દિવસ સુધી ઝાડ પર રહ્યા પછી, પાંદડા જમીન પર પડવા લાગે છે અને પછી ઝાડની આસપાસનો વિસ્તાર સોનેરી થઈ જાય છે. 1400 વર્ષથી અહીં હાજર આ વૃક્ષમાં દર વર્ષે આવું જ જોવા મળે છે.

1400 વર્ષ જૂના આ અનોખા વૃક્ષનું નામ જીંકગો છે. સોનેરી પાંદડાઓથી શણગારવામાં આવે છે અને જ્યારે ઝાડમાંથી પાંદડા ખરે છે, ત્યારે ઝાડની આસપાસનો નજારો ખૂબ જ સુંદર હોય છે. દર વર્ષે લગભગ 60 હજાર લોકો આ વૃક્ષને જોવા માટે મઠમાં આવે છે. આ જોવા માટે પ્રવાસીઓએ ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે. ભીડને નિયંત્રણમાં રાખવા માટે પ્રવાસીઓની સંખ્યા નિશ્ચિત રાખવામાં આવી છે. એવું કહેવાય છે કે આ મઠમાં તાંગ રાજવંશ દ્વારા આ અદ્ભુત વૃક્ષ વાવવામાં આવ્યું હતું.

image source

આ વૃક્ષ માત્ર સુંદરતા માટે જ નથી પરંતુ તેનો ખાસ ઉપયોગ પણ છે. આશ્રમની સકારાત્મક ઉર્જા વર્ષોથી આ વૃક્ષને જીવંત રાખે છે. ચીનમાં આ ઝાડના પાંદડામાંથી કુદરતી દવા બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ વિવિધ રોગો માટે થાય છે.