આવતા અઠવાડિયે 4 મોટા ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, સૌથી ખરાબ રહેવાનું છે, આ રાશિના જાતકોને જબ્બર નુકસાન

એપ્રિલના બીજા સપ્તાહમાં રાહુ-કેતુ, ગુરુ અને સૂર્યનું રાશિ પરિવર્તન થશે. એક પછી એક ચાર મોટા ગ્રહોની ચાલ બદલાશે, જેથી જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ વર્ષનું સૌથી ખાસ સપ્તાહ રહેશે. 11થી 17 એપ્રિલની વચ્ચે દરરોજ કોઈ તિથિ-તહેવાર કે શુભ મુહૂર્ત પણ રહેશે, એટલે આ સપ્તાહ ધર્મ-કર્મ માટે પણ મહત્ત્વપૂર્ણ રહેશે.

11 એપ્રિલના રોજ રાહુ મેષમાં અને કેતુ તુલા રાશિમાં આવી જશે. 2024 સુધી આ બંને ગ્રહ આ જ રાશિઓમાં રહેશે. 223 મહિના પછી હવે રાહુ-કેતુ, ફરીથી મેષ અને તુલા રાશિઓમાં આવી જશે. આ બંને ગ્રહ લગભગ દોઢ વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે, જેને કારણે તેમનું રાશિ પરિવર્તન જ્યોતિષમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

image source

ગુરુ ગ્રહ 11 વર્ષ 11 મહિના અને 11 દિવસ પછી ફરીથી મીન રાશિમાં આવી રહ્યો છે. આ પહેલાં આ ગ્રહ 2 મે 2010ના રોજ મીન રાશિમાં આવ્યો હતો. હવે 13 એપ્રિલના રોજ આ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુનું પોતાની જ રાશિમાં આવવું ખૂબ જ શુભ રહેશે. આ પહેલાં ગુરુ 6 એપ્રિલ 2021ના રોજ રાશિ બદલીને કુંભમાં આવ્યો હતો. 13 મહિના પછી 13 એપ્રિલના રોજ ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ આંકડા દ્વારા એક અનોખો સંયોગ બની રહ્યો છે.

સૂર્યનો ઉચ્ચ રાશિમાં પ્રવેશ

image source

14 એપ્રિલના રોજ સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ એટલે મેષમાં આવી જશે. આ રાશિમાં એ 14 મે સુધી રહેશે. આ એક મહિના સુધી રાહુ-કેતુથી પીડિત હોવાને કારણે સૂર્યનો શુભ પ્રભાવ ઘટી જશે. સૂર્યના મેષ રાશિમાં આવવાથી મીનારક કમૂરતાં પૂર્ણ થઈ જશે, જેથી લગ્ન, ગૃહ પ્રવેશ, સગાઈ અને અન્ય માંગલિક કાર્યોની શરૂઆત ફરીથી થઇ શકશે. મીન રાશિમાં સૂર્યના રહેતાં છેલ્લા એક મહિનામાં આ શુભ કાર્યો માટે મુહૂર્ત હતાં નહીં.

આ સપ્તાહમાં 11 એપ્રિલના રોજ રવિયોગ હોવાથી આખો દિવસ ખરીદીનું શુભ મુહૂર્ત રહેશે. મંગળવારે કામદા એકાદશી વ્રત, બુધવારે મદન બારસ, ગુરુવારના રોજ પ્રદોષ વ્રત, શુક્રવારે ફરીથી રવિયોગમાં ખરીદી કરી શકાશે. શનિવારે હનુમાનજયંતી સાથે ચૈત્ર મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે. ત્યાં જ, 17 એપ્રિલ, રવિવારના રોજ વાહન ખરીદીનું ખાસ મુહૂર્ત રહેશે. આ દિવસથી ચૈત્ર વદ પક્ષની શરૂઆત પણ થશે.