4 છોકરીઓએ ડોમીનોઝની છોકરીને ઘેરી, માથું અને પીઠ પર માર માર્યો, લાતો અને મુક્કા માર્યા

મધ્યપ્રદેશના ઈન્દોરથી ચાર યુવતીઓનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોકી ગયા છે. અહીં ચાર છોકરીઓએ ડોમિનોઝ માટે ડિલિવરી કરતી છોકરીને ઘેરી લીધી અને માર માર્યો. ચાર યુવતીઓ ડોમીનોઝ ગર્લને થપ્પડ મારી રહી છે અને પાછળથી લાકડીઓ મારી રહી છે અને યુવતી પોતાનો જીવ બચાવવા દોડી રહી છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર આ ચાર યુવતીઓની ધરપકડની માંગ કરી રહ્યા છે.

image source

ઘટના ઈન્દોરના દ્વારકાપુરીની જણાવવામાં આવી રહી છે. લેડી ગેંગ તરીકે જાણીતી આ ચાર યુવતીઓની ગુંડાગીરી જોઈને લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના ગત સપ્તાહે શનિવારે બની હતી. વીડિયોમાં બે યુવતીઓએ પીડિતાનો હાથ પકડી રાખ્યો છે, જ્યારે એક છોકરી પીડિતાના માથા અને પીઠ પર સતત લાકડીઓ વડે મારી રહી છે. આ પછી ચારેય છોકરીઓ પીડિતાને ઘેરી લે છે અને સતત થપ્પડ મારે છે, ત્યારપછી પીડિતા નીચે પડી જાય છે. આ પછી પણ આ યુવતીઓની ક્રૂરતા અટકતી નથી. એક છોકરી ફરીથી લાકડી ઉપાડે છે અને નીચે પડેલી પીડિતને મારવા લાગે છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ચારેય આરોપી યુવતીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મોટી વાત એ છે કે પીડિતા પર સતત હુમલો થતો રહ્યો અને ત્યાં હાજર ભીડ તમાશો જ બની રહી. પીડિતાની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. પીડિતા પોતે હુમલાથી બચવા માટે કોઈના ઘરમાં ઘૂસતી જોવા મળે છે. એવું કહેવાય છે કે છોકરીઓની ગેંગની લીડર આ વિસ્તારમાં ઘણી દાદાગીરી બતાવે છે અને મારપીટ પણ કરે છે. ઘટના બાદ ચારેય યુવતીઓ ફરાર છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

image source

પોલીસે જણાવ્યું છે કે ઋષિ પેલેસ કોલોનીમાં રહેતી નંદની યાદવે એ જ કોલોનીમાં રહેતા પિંકી અને તેના અન્ય ત્રણ મિત્ર વિરુદ્ધ હુમલાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પીડિતાનું કહેવું છે કે ચારમાંથી એક યુવતીએ તેને તેની સાથે વાત કરવા માટે ફોન કર્યો હતો. જ્યારે તેણી ત્યાં ગઈ ત્યારે તેઓએ તેના પર વારાફરતી હુમલો કર્યો.