ગરમીની સીઝનમાં કોમન છે આ 7 બીમારીઓ, જાણો લક્ષણો અને કરી લો ખાસ ઉપાયો

ગરમીની સીઝનમાં અનેક સીઝનલ બીમારીઓ તમને તેની ઝપેટમાં લઈ રહી છે. એવામાં આ સીઝનમાં નાની બેદરકારી પણ તમારી હેલ્થ પર ભારે પડી શકે છે. આમ તો આ સીઝનમાં અનેક નાની મોટી બીમારીઓ થતી રહે છે પણ ગરમીની સીઝન પોતાની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. કેટલીક બીમારીઓ એવી છે જે સીઝનની સાથે સાથે આવે છે. જેમકે શિયાળામાં કોલ્ડ, ક, ફ્લૂ કોમન છે. ચોમાસું આવતા ડેન્ગ્યૂ, મલેરિયાનો ખતરો રહે છે. ગરમીમાં ડાયરિયા, ફૂડ પોઈઝનિંગની શક્યતા પણ વધારે રહે છે. એટલું જ નહીં વધારે ગરમી અને પરસેવાના કારણે હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશનના કારણે લોકો બીમારીનો શિકાર બને છે.

ગરમીની સીઝનમાં તમે આ 7 સિઝનલ બીમારીની ઝપેટમાં આવી શકો છો. જાણો કઈ છે આ બીમારીઓ.

લૂ લાગવી

image source

લૂ લાગવી કે હીટ સ્ટ્રોક, તેને મેડિકલ ટર્મમાં હાઈપરથર્મિયા કહેવાય છે. ગરમીની સીઝનમાં થનારી સૌથી કોમન બીમારીમાની એક છે. જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો તમે લૂની ઝપેટમાં આવી શકો છો. એક રિપોર્ટ અનુસાર હીટ સ્ટ્રોકના કારણે માથું દુઃખવું, વદારે તાવ આવવો, ઉલ્ટી થવી, શ્વાસ ચઢવો, ચક્કર આવવા, નબળાઈ લાગવી કે પછી બેહોશ થવાની સાથે યૂરિન ઓછો પાસ થવા જેવા લક્ષણો જોવા મળે છે. શક્ય હોય તો હાઈડ્રેટ રહો અને સાથે જ તડકામાં જવાનું ટાળો.

ફૂડ પોઈઝનિંગ

image source

ગરમીની સીઝનમાં આ એક ખાસ બીમારી માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર દૂષિત ભોજન કે પાણીના સેવનથી થાય છે. આ સીઝનમાં બેક્ટેરિયા, વાયરસ અને ફંગસની સાથે ગ્રોથ કરે છે. એવામાં શરીરમાં કોઈ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, ટોક્સિન જાય છે અને પછી ફૂડ પોઈઝનિંગ થાય છે. આ સાથે તેના લક્ષણોની વાત કરીએ તો તેમાં પેટમાં દુઃખવું, જીવ મિચલાવવો, ડાયરિયા, ઉલ્ટીની સમસ્યા રહે છે. આ સમયે રોડ સાઈડ ફૂડને અને કાચું મીટ, ખુલ્લામાં વેચાતુ ખાવાનુ, ઠંડુ ખાવાનું અને વાસી ખાવાનું આ બધાથી દૂર રહેવું જરૂરી છે.

ટાઈફોઈડ

image source

આ વોટર બોર્ન ડિસિઝ છે જે દૂષિત પાણી પીવાથી થાય છે. જ્યારે સંક્રમિત બેક્ટેરિયા પાણીની સાથે શરીરમાં પ્રવેશ કરે છે તો ટાઈફોઇડના લક્ષણો જોવા મળે છે. તેમાં વધારે તાવ આવવો, ભૂખ ના લાગવી, પેટમાં દર્દ થવું, નબળાઈ જેવા લક્ષણો જોવા મળે છે. ટાઈફોઈડથી બચવા માટે બાળકોને તેની વેક્સીન પણ લગાવવામાં આવે છે. આ વેક્સીન એડલ્ટ પણ લગાવડાવી શકે છે.

મીઝલ્સ

image source

ગરમીની સીઝનમાં અન્ય બીમારીની જેમ આ બીમારી પણ કોમન છે. જેને રુબેલા કે મોરબિલિના નામે ઓળખવામાં આવે છે. તેને ફેલાવવાની રીત લગભગ ચિકનપોક્સની જેવી હોય છે. આ પેરામાઈક્સો વાયરસથી ફેલાય છે જે ગરમીમાં સક્રિય રહે છે. લક્ષણની વાત કરીએ તો તેમાં કફ, હાઈ ફીવર, ગળામાં દર્દ, આંખમાં બળતરા થાય છે. આખા શરીર પર સફેદ જેવા દાણા હોય છે. તેનાથી બચાવનો એક ઉપાય એમએમઆર વેક્સીનેશન છે.

ચિકનપોક્સ

image source

ચિકનપોક્સ એક વાયરસથી થતી બીમારી છે. તેનાથી આખા શરીરની સ્કીન પર નાના પસના દાણા થાય છે જે સાજા થયા બાદ તેના ડાઘ બનાવી દે છે. જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે તેમને સરળતાથી આ બીમારી પોતાનો શિકાર બનાવે છે. પર્યાવરણમાં દર્દીના ડ્રોપલેટ ઘટે તો તેના ફેલાવવાની શક્યતા વછે છે. દર્દીના છીંક ખાવાથી કે ખાંસવાથી પણ તે ફેલાય છે. નાના બાળકો અને મોટાને પણ તેની વેક્સીન લગાવડાવી શકાય છે. તેનાથી બચવા માટે હાઈજિનનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર રહે છે.

સ્કીન પર રેશિશ થવા અને ઘમોરી થવી

image source

ગરમીની સીઝનમાં પરસેવો વધારે થતો રહે છે. એવામાં તમે ટાઈટ કપડા પહેરો છો તો પરસેવો શરીરની બહાર નીકળી શકતો નથી. સ્કીન પર રેશિશ અને ઘમોરીઓ જોવા મળે છે. તેના કારણે ખંજવાળ પણ આવે છે. ગરમીમાં કોટનના ઢીલા કપડા પહેરો તે જરૂરી છે.

પીળીયો કે હેપેટાઈસિસ

image source

ગરમીમાં આ બીમારી કોમન છે. આ દૂષિત પાણી અને દૂષિત ખાવાનું ખાવાથી થાય છે. પીળીયામાં દર્દીની આંખ અને નખ પીળા થવા લાગે છે અને યૂરિન પણ પીળા રંગનો આવે છે. આ સાથે તેની યોગ્ય સારવાર કરવી નહીં તો તે જીવલેણ પણ બની શકે છે. તેના માટે લીવરને હેલ્ધી રાખવું જરૂરી છે. જો પીળિયો થાય અને તેનાથી તમે સાજા થઈ જાઓ તો પણ થોડા મહિના સુધી સાદુ ભોજન, ખીચડી, દલિયો અને ચિકન સ્ટૂ ખાવાની સલાહ આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત