કોરોના વાયરસ સંક્રમણથી બચવું છે તો સાફ સફાઈનું રાખો ખાસ ધ્યાન.

કોરોના વાયરસ સંક્રમણથી બચવું છે તો સાફ સફાઈનું રાખો ખાસ ધ્યાન.

કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે લોકોને ક્વોરેન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. જેથી આપ કોરોના વાયરસ ઇન્ફેકશનથી બચી શકો. પરંતુ શું આપ જાણો છો કે આપના ઘરમાં પણ એવી જગ્યાઓ છે, જ્યાં કોરોના વાયરસ ખુબ સરળતાથી છુપાઈને ઘરમાં રહી શકે છે.

મનુષ્યના વાળથી લગભગ ૯૦૦ ગણા સુક્ષ્મ આ વાયરસ આપના ઘરમાં ક્યાંય પણ સંતાઈને બેસી શકે છે એટલા માટે આપે પોતાના ઘરની સાફ સફાઈ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.

image source

-રોજીંદા ઉપયોગમાં લેવાતા ટોવેલ એટલે કે આપના ટુવાલમાં પણ કોરોના વાયરસનો મોટો ખતરો હોઈ શકે છે. ચહેરા, હાથ-પગ કે પછી શરીર લુછવા માટે ઉપયોગમાં લેવાતા ટુવાલમાં સૌથી વધારે બેક્ટેરિયા અને વાયરસ હોય છે.

-કિચન કે પછી અન્ય જગ્યાઓ પર કામ કરતી વખતે હાથમાં ગ્લવ્ઝ પહેરવા સારી વાત છે પરંતુ આ ગ્લવ્ઝથી પણ બેક્ટેરિયા અને વાયરસનું ઘર બની શકે છે. ગ્લવ્ઝનો ઉપયોગ કરી લીધા પછી તેને ગરમ પાણીમાં કે પછી વિનેગરની મદદથી ધોવાનું ભૂલવું નહી.

-આપના ઓશિકા, જેની પર આપ માથું મુકીને આખી રાત શાંતિથી આરામ કરો છો. તે ઓશિકાના પિલો કવર પણ આપના માટે અસુરક્ષિત હોય છે. આ ઓશિકામાં પણ કેટલાક બેક્ટેરિયા અને વાયરસ છુપાયેલ હોઈ શકે છે. એટલા માટે આપે આ ઓશિકાના કવરને નિયમિત રીતે બદલતા રહો અને ધોતા રહો.

image source

-ઘરની અંદરના પાયદાન, કાલીન કે પછી મેટ પણ ઇન્ફેકશન ફેલાવાનું કારણ બની શકે છે. એટલા માટે આપે તેની સાફ સફાઈ નિયમિત રીતે ભૂલ્યા વગર કરતા રહેવું જોઈએ.

-જે કપડાને આપ રોજ પહેરીને બહાર જાવ છો કે પછી ઘરમાં પણ પહેરી રાખો છો તો તેમાં પણ કોરોના વાયરસ છુપાયેલ હોઈ શકે છે એટલા માટે આપે તેને સારી રીતે ધોઈ લો. કપડા ધોઈ લીધા પછી એકવાર ડેટોલ વાળા પાણીમાંથી પણ એકવાર પલાળી લેવા. ત્યાર બાદ કપડાને તાપમાં સુકવી દેવા.