શું ખરેખર મશરૂમનું સેવન કરવાથી ઘણી બિમારીઓનો નાશ થાય છે ?

મશરુમનો ઉપયોગ હંમેશા વિવિધ પ્રકારના શાકમાં કરવામા આવે છે પણ શું તમે તેને ખાવાના લાભો વિષે જાણો છો. મશરૂમમાં હાજર પ્રોટીન, ફેટ અને કાર્બોહાઇડ્રેટ કુપોષણથી તમને બચાવે છે. આજે અમે તમને જણાવીશું કે મશરૂમનું સેવન કઈ કઈ બિમારીઓથી તમને દૂર રાખી શકે છે.
મશરૂમના વિવિધ પ્રકાર

મશરૂમ વિવિધ પ્રકારમાં મળે છે જેમાં બટન મશરૂમ, શિટેક મશરૂમ, સીપ મશરૂમ, પ્લુરોટ્સ ઓસ્ટ્રેટસ મશરૂમ, એગારિકસ બિસ્પોરસ મશરૂમ્સનો સમાવેશ થાય છે.

હવે જાણીએ મશરૂમના વિવિધ લાભો વિષે

image source

કેટલાક મશરૂમનો ઉપયોગ ખાદ્ય પદાર્થ તેમજ દવા તરીકે લાંબા સમય સુધી કરવામાં આવે છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે મશરૂમમાં પોલીફેનોલ, પોલીસેકેરાઇડ, વિટામિન અને ઘણા બધા મિનરલ હોય છે. મશરૂમમાં કેટલાએ પ્રકારના બાયોએક્ટિવેટ કંપાઉંડ પણ હોય છે. સાથે સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ, એટી-ઇન્ફ્લેમેટરી, એંટીકેન્સર, ઇમ્યૂનોમોડ્યુલેટરી, એન્ટીમાઇક્રોબિયલ, હેપેટોપ્રોટેક્ટિવ અને એંટીડાયાબિટિક વિગેરે મશરૂમમાં અઢળક ગુણો સમાયેલા છે. માટે તે કેન્સર, હૃદય રોગ, ડાયાબીટીસ અને ન્યૂરોડીજેનેરેટિવ જેવી બિમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ તેના વિવિધ લાભો વિષે.

image source

મશરૂમમાં વિવિધ પ્રકારના એન્ઝાઇમ્સ અને રેશા હોય છે જે આપણા શરીરના કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
મશરૂમ ખાવાથી હૃદયની બિમારીમાં લાભ મળે છે અને તેનાથી હાઇ બ્લડ પ્રેશરને ઘટાડી શકાય છે કારણ કે તેમા હાજર અમીનો એસિડ, વિટામીન્સ જેવા પોષક તત્વ ઘણા પ્રકારની બિમારીઓથી લડવામાં મદદ કરે છે.

image source

મશરૂમ પોષક તત્વોથી ભરપુર હોય છે. મશરૂમ દરેક ઉંમરની વ્યક્તિઓ માટે લાભપ્રદ છે. મશરૂમમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે. તેનાથી શરીરનુ મેટાબોલિઝમ વધે છે અને મશરૂમમાં હાજર વિટામિન બી ખાવાથી ગ્લુકોઝમાં ફેરવાતા એનર્જી પણ ઉત્પન્ન થાય છે.

મશરૂમથી કેન્સરની બીમારી પર પણ કાબુ લાવી શખાય છે કારણ કે તેમાં વિટામીન બી2 અને વિટામીન બી3 પણ હોય છે. મશરૂમથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરથી પણ બચી શકાય છે. તેમાં હાજર બીટા ગ્લૂકન અને કંજુગહેટ લાનોલિક એસિડ શરીરમાં એક એન્ટિ-કાર્સિજેનિક અસર છોડે છે.

image source

વૈજ્ઞાનિકોએ સ્તન તેમજ પ્રોસ્ટેટ કેન્સરના સંબંધમાં મશરૂમ પર સંશોધન કર્યું છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે સ્તન અને પ્રોસ્ટેટ કેંસરથી બચવા માટે મશરૂમ એક રામબાણ સારવાર સાબિત થઈ શકે છે. તેમાં એન્ટી-ટ્યૂમર, ઇમ્યૂનોમોડ્યુલેટિંગ અને એંટી-કેન્સર ગુણ સમાયેલા છે. મશરૂમમાં મળી આવતા ગુણો અને સાથે સાથે તેમાં હાજર ફેનોલિક યૌગિક સ્તન કેન્સરની સાથે સાથે પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણોને પણ દૂર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, તે કેન્સરને પ્રોત્સાહન આપતી કોશિકાઓના વિકાસને પણ રોકવામાં લાભપ્રદ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેન્સર એક જીવલેણ બિમારી છે માટે જો કોઈ તેનાથી પિડિત હોય તો તેની સારવાર ડોક્ટર પાસે થી જ લેવી. માત્ર ઘરેલુ ઉપાયો પર વિશ્વાસ કરીને બેસી ન રહેવું.

image source

ડાયાબિટીસમાં લાભપ્રદઃ ડાયાબીટીસ જેવી સમસ્યાથી બચવા માટે મશરૂમ એક ઉત્તમ ખાદ્ય પદાર્થ સાબિત થઈ શકે છે. તેના પર થયેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક ખાસ પ્રકારના મશરૂમમાં એન્ટીડાયાબિટિક ગુણ હોય છે, જે લોહીમા હાજર શુગરના પ્રમાણને ઘટાડવામા મદદ કરે છે. આ ગુણેના કારણે મશરૂમ મધુમેહને કંટ્રોલ કરી તેની અસરને વધતા રોકી શકે છે. સાથે સાથે જો મશરૂમનો ઉપયોગ મધુમેહને દૂર કરનારી દવાઓની સાથે કરવામાં આવે તો શરીરમા ઇંસુલિનનું સ્તર સુધરી શકે છે.

જો કોઈને હંમેશા શરીરમાં નબળાઈ રહેતી હોય, તો તેનુ કારણ તમારી રોગપ્રિતકાર શક્તિ નબળી હોય તે પણ છે. એક સંશોધન પ્રમાણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે મશરૂમ લાભપ્રદ સાબિત થઈ શકે છે. તે પોલીસેકેરાઇડથી સમૃદ્ધ હોય છે, જે પ્રતિરક્ષા પ્રાણાલીને મજબૂત કરી શકે છે.
જો તમારું વજન સતત વધી રહ્યું હોય તમે તેને ઘટાડી ન શકતા હોવ તો મશરૂમ તમારું વજન ઘટાડવામા તમારી મદદ કરી શકે છે. એક સંશોધન પ્રમાણે મશરૂમમાં ફાઈબરની સાથે સાથે પોલીસેકેરાઇડ, ટેરપેન,પોલીફેનોલ, ફ્લેવોનોઇડ્સ જેવા ઘણાબધા બાયોએક્ટિવ કંપાઉડ હોય છે, જે મેદસ્વીતાના કારણે થતી હૃદય સંબંધી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે.

image source

હૃદયની કાર્યપ્રણાલીને યોગ્ય રાખવા માટે મશરૂમનું સેવન લાભપ્રદ સાબિત થઈ શકે છે. એક સંશોધન પ્રમાણે મશરૂમમાં વધારે પ્રમાણમાં ફાઇબર, અનસેચુરેટેડ ફેટી એસિડ તેમજ સોડિયમની સાથે સાથે એરિટેડેનિન, ફેનોલિક યૌગિક અને સ્ટેરોલ્સ જેવા ઘટકો સમાયેલા હોય છે. મશરૂમમાં મળી આવતા આ ઘટકો સારા કોલેસ્ટ્રોલના સ્તરને યોગ્ય બનાવે છે અને નુકસાનકારક કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ ઉપરાંત આ ઘટક બ્લડ પ્રેશર, ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ઇન્ફ્લેમેટરી ડેમેજ પર પણ સકારાત્મક અસર કરે છે. મશરૂમમાં મળી આવતા બધા જ લાભો હૃદયને સ્વસ્થ રાખવાની સાથે સાથે વિવિધ સમસ્યાઓથી પણ બચાવવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત