વિશ્વમાં શરૂ થયો નવો રોગચાળો, કોરોના જેવા જ લક્ષણો; દર્દીઓને અલગ રાખવાની સૂચના

સમગ્ર દુનિયા છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહી છે. હજુ આ બીમારી ગઈ નથી અને બીજી મહામારીએ દસ્તક દીધી છે. આ બીમારીના લક્ષણ કોરોના સાથે મળતા આવે છે. એટલા માટે શરુમાં એ જાણવું મુશ્કેલ થઇ રહ્યું છે કે અસલમાં આ બીમારી છે શું.

કોરોના મહામારીના 3 સામાન્ય લક્ષણ

ડેલી મિરરની રિપોર્ટ મુજબ કોરોના વાયરસ મહામારીના 3 સામાન્ય લક્ષણ છે. એમાં ખાંસી થવી, ટેસ્ટ અથવા ગંધની જાણ ન થવી અને તાવ આવવો સામેલ છે.

દુનિયામાં Rhinovirus મહામારી શરુ

image source

તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે Rhinovirusનો નવો રોગ વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. તેના લક્ષણો પણ કોરોના જેવા જ છે. આવી સ્થિતિમાં, આ લક્ષણો દર્શાવ્યા પછી પણ, જો તમારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે, તો પણ તમે જોખમમાં હોઈ શકો છો. તમે Rhinovirusથી સંક્રમિત હોઈ શકો છો, જે તમારા દ્વારા અન્ય લોકોમાં ફેલાઈ શકે છે.

યુકેમાં રોગ નિવારણ માટેની માર્ગદર્શિકા

બેલફાસ્ટ લાઈવના અહેવાલ મુજબ, યુકેના આરોગ્ય વિભાગે બે વાયરસ વચ્ચેનો તફાવત જણાવવા માટે એક માર્ગદર્શિકા બનાવી છે. જેથી લોકોને તેના વિશે જાગૃત કરીને આ ચેપી રોગને ફેલાતો અટકાવી શકાય.

image source

લક્ષણો દેખાય કે તરત જ ઘરે અલગ થવાનો આદેશ

બ્રિટિશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, જો કોરોના ટેસ્ટ નેગેટિવ આવવા છતાં સતત માથાનો દુખાવો, ગળામાં દુખાવો અને નાક વહેવાની સમસ્યા ચાલુ રહે છે, તો આ Rhinovirusના લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં, પીડિતે બહાર જવાને બદલે પોતાને ઘરમાં અલગ રાખવું જોઈએ. જેથી આ વાયરસ બહાર ન જઈ શકે.

ઘરમાં ખાવા-પીવાના વાસણો અને કપડાં અલગ રાખો

રિપોર્ટ અનુસાર, ઘરમાં અલગ રહેવાની સાથે પીડિત વ્યક્તિએ તેના ખાવાના વાસણો, કપડાં અને શૌચાલય પણ અલગ કરવા જોઈએ, જેથી આ રોગ તમારા દ્વારા પરિવારના સભ્યો સુધી ન પહોંચી શકે. આ સાથે ટેલિફોન દ્વારા તમારા ફેમિલી ડોક્ટર અથવા આરોગ્ય વિભાગને જાણ કરીને તમારી સારવાર પણ શરૂ કરવી જોઈએ.