ગુજરાતના આ આશ્રમમાં જોવા મળ્યો એક અનોખો ચમત્કાર, માતાના ખોળામાં બાળક રમતું હોય તેવી રીતે કુતરા- બિલાડી કરે છે કિલ્લોલ

સામાન્ય રીતે કુતરા અને બિલાડી એકબીજાના દુશ્મન કહેવાય છે. પરંતુમોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ શાંતિવન આશ્રમમાં કુતરા અને બિલાડી એકબીજાના દુશ્મન નહીં પરંતુ મિત્ર બનીને રહે છે અને એકીસાથે રમતા અને જમતા જોવા મળે છે.

ટંકારા તાલુકામાં સજનપર રોડ ઉપર પ્રાયશ્ચિત હનુમાનજી મહારાજનું મંદિર આવેલ છે અને દ્વારકા તરફ જતાં પદયાત્રીઓ સહિતના લોકો શાંતિવન આશ્રમ પાસે આવેલ રસ્તો વાંકાનેરથી ટંકારા બાજુ જવા માટેનો શોર્ટકટ રસ્તો હોવાથી ત્યાંથી નીકળતા હોય છે ત્યારે આ આશ્રમમાં યદયાત્રી સહિતના લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.

image source

આ આશ્રમમાં બિલાડી અને કુતરા અહિયાં એક સાથે રમતા અને જમતા હોવા મળે છે. આ ધાર્મિક જગ્યાનો પ્રભાવ કહો કે પછી સંત સ્વ. લાલદાસબાપુની સાધના ભુમીનો પ્રભાવ પરંતુ હકકીત એ છે કે, કુતરા અને બિલાડી સાથે રહે છે અને જયારે પણ આશ્રમના મહંત પ્રાણજીવનદાસ કુતરા અને બિલાડીને બોલાવે છે ત્યારે તે દોડી આવે છે. માતાના ખોળામાં બાળક રમતું હોય તેવી રીતે કુતરા અને બિલાડી એક સાથે રહેતા અને રમતા જમતા હોય છે. જેથી આ નજારો જોવા માટે ટંકારા, મોરબી અને રાજકોટથી ઘણા લોકો શાંતિવન આશ્રમે આવે છે.