આ છે અમદાવાદનો અસલી હીરો, ટ્રાફિક સાંભળવા માટે 45 ડિગ્રી તાપમાનમાં પણ ખાલી 300 રૂપિયા મહેનતાણામાં ફરજ બજાવે છે

કાળઝાળ ગરમીમાં બે સેકન્ડ પણ ખુલ્લામાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે ત્યારે અમદાવાદનો એક એવો હોમગાર્ડ જવાન છે, જે માથું ફાડી નાખતા તડકામાં હસતા મોઢે ટ્રાફિક મેનેજ કરે છે. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની ઘટના બની રહી છે ત્યારે હોમગાર્ડ જવાન જે રીતે ટ્રાફિક મેનેજ કરે છે તેને જોઈને નાગરિકોને પણ મજા આવે છે.

image source

અમદાવાદના સિગ્નલ પર ડાન્સ કરતાં કરતાં ટ્રાફિક મેનેજ કરતાૉ હોમગાર્ડના જવાન પિંકેશભાઇ જૈનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. અમદાવાદના રાયપુર ચાર રસ્તા ખાતે યુનિક સ્ટાઈલથી ટ્રાફિક મેનેજ કરતા હોમગાર્ડના જવાન પિંકેશભાઇ જૈને હાલમાં દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ઠંડી હોય, વરસાદ હોય કે તડકો હોય છતાં પૂરા જોશ અને જુસ્સા સાથે નોકરી કરતા પિંકેશભાઇને જોઈને લોકોને મજા પડે છે. સિગ્નલ પર સતત સીટીઓ વગાડવાની સાથે હાથ-પગની યુનિક મૂવમેન્ટથી તેઓ ટ્રાફિક કન્ટ્રોલ કરે છે. લોકો પણ પિંકેશભાઇની ઈમાનદારી અને ધગશને માન આપે છે અને સિગ્નલ તોડતાં ખચકાય છે. સૌમ્ય વર્તનના કારણે વાહનચાલકો પણ તેમનાં વખાણ કરતાં થાકતા નથી.

તેઓ છેલ્લાં વીસ વરસથી હોમ ગાર્ડ તરીકે નોકરી કરે છે. જે દરમિયાન તેમણે આખું અમદાવાદ ફરી લીધું છે. સવારે આઠ વાગ્યાથી બે વાગ્યા સુધી પિંકેશભાઇ હોમ ગાર્ડ તરીકે નોકરી કરે છે. બાદમાં બપોરે ત્રણ વાગ્યાથી રાતે અગિયાર વાગ્યા સુધી ઓઇલની દુકાનમાં નોકરી જાય છે, જ્યાં તેમનો પગાર મહિને સાત હજાર રૂપિયા છે. હોમ ગાર્ડ તરીકે તેમને દિવસના અંદાજે રૂપિયા 300 મળે છે.

image source

ડાન્સિંગ વીડિયોને કારણે વાઇરલ થયેલા પિંકેશભાઈને ડાન્સનો જરા પણ શોખ નથી. તેઓ કહે છે, મને ડાન્સ કરવો નથી ગમતો. હું તો મારી રીતે જ મારી જ સ્ટાઇલમાં આ કરું છું. ડાન્સ કરીને ટ્રાફિક મેનેજ કરવાનો આઇડિયા ક્યાંથી આવ્યો એ સવાલના જવાબમાં તેઓ કહે છે, એવો કોઈ આઇડિયા નથી આવ્યો, હું તો ફક્ત મારી રીતે જોબ કરું છુ.

પિંકેશભાઈ કહે છે, લોકો જ્યારે મારા કામનાં વખાણ કરે છે ત્યારે ખુશી થાય છે. લોકો મને કહે છે, બહુ જ સરસ નોકરી કરો છો. મને કંઈક નવું કરવાની ઈચ્છા થાય છે. મેં ટ્રાફિકની ટ્રેનિંગ લીધી હતી અને એના આધારે હું નોકરી કરું છુ. ગાડીનો એક્સિડેન્ટ ના થાય, સામેવાળાનો બચાવ થાય ને તેમણે ખબર પડે કે આ ભાઈ ટ્રાફિક નિયમન કરે છે અને ટ્રાફિકના નિયમ બતાવે છે.