પુરેપુરુ ધ્યાન રાખજો, રૂપાળી અને અજાણી મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ જોઈને તરત સ્વીકારી ન લેતા, બાકી રોડ પર ભીખ માંગવાનો વારો આવશે

ઈન્ટરનેટના આ યુગમાં લોકો માટે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનવું સામાન્ય બની ગયું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરતો 26 વર્ષીય યુવક સેક્સટોર્શનનો શિકાર બન્યો હતો. અંધેરીના આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. આ પછી વ્યક્તિ સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી થઈ.

image source

પોલીસે જણાવ્યું કે, પુરુષ અને મહિલા સોશિયલ મીડિયા પર મિત્રો બની ગયા હતા. આ પછી, મહિલાએ ચેટ દરમિયાન યુવકને તેના કપડાં ઉતારવાનું કહ્યું અને તે પોતે નગ્ન થઈ ગઈ. આ દરમિયાન મહિલાએ તેની સાથેની ચેટનો વીડિયો રેકોર્ડ કર્યો અને યુવકને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ પછી ડરી ગયેલા યુવકે મહિલાને થોડા પૈસા મોકલ્યા અને વીડિયો વાયરલ ન કરવા વિનંતી કરી, પરંતુ આ પછી પણ યુવતીએ યુવક પાસે વધુ પૈસા માંગ્યા.

પોલીસે જણાવ્યું કે જ્યારે પીડિત યુવકે મહિલાને વધુ પૈસા આપવાની ના પાડી તો તેણે યુવકના મિત્રને વીડિયો મોકલ્યો. આ ઘટના રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. પીડિતાએ કહ્યું કે, જ્યારે મને આ મહિલા તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી ત્યારે હું સોશિયલ મીડિયા પર સર્ફિંગ કરી રહ્યો હતો. મેં શરૂઆતમાં રિક્વેસ્ટ સ્વીકારી નહીં, પરંતુ પછીથી મહિલાએ મને ચેટ પર પિંગ કરી. ચેટ કરતી વખતે મહિલાએ મારો વોટ્સએપ નંબર શેર કરવાનું કહ્યું અને મેં કર્યું.

image source

યુવકે વધુમાં જણાવ્યું કે થોડા સમય પછી મહિલા વોટ્સએપ વીડિયો કોલ પર આવી. રાત્રે લગભગ 9.36 વાગ્યાની આસપાસ મહિલાએ નગ્ન વિડીયો મોકલીને 30 હજાર રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ પછી મેં મહિલાને પૈસા ટ્રાન્સફર કર્યા. પોલીસે કહ્યું છે કે મહિલાને ટ્રેક કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે અને અમે બેંક પાસેથી વિગતો માંગી છે કે કયા ખાતામાં પૈસા જમા થયા છે.