આ પેટ્રોલપંપમાં બધા માટે સાવ મફતમાં વેચવામાં આવ્યું 1 લાખ રૂપિયાનું પેટ્રોલ, લોકો ટાંકી ફૂલ કરવા માટે એકબીજા પર પછડાયા

હાલના દિવસોમાં લોકો મોંઘવારીથી કંટાળી ગયા છે. શનિવારે જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડાની જાહેરાત કરી, તો લોકો રાજી રાજી થઈ ગયા. પણ જો આવા સમયે આપને કોઈ કહે કે, ફ્રીમાં પેટ્રોલ ભરાવી જાવ, તો આપને બે ઘડી તો વિશ્વાસ જ નહીં આવે. પણ આ સત્ય છે. જ્યારે એક યુટ્યૂબરે એક દિવસ ક્રેજી પેટ્રોલ પંપ નામનો વીડિયો બનાવ્યો અને ટાંકી ફુલ કરાવવા માટે લોકોની ભીડ લાગી ગઈ.

image source

એક યુટ્યૂબરના મગજમાં એવી ટિખળ સૂઝી કે, જો લોકોને ફ્રીમાં પેટ્રોલ આપવામા આવે તો, તેમને કેવું ફીલ થાય છે. તે લોકોના રિએક્શન કેમેરામાં કેદ કરવા માગતો હતો. તેણે થોડા કલાક માટે ફ્રી ડીઝલ પેટ્રોલ પંપ ખોલી નાખ્યો. આ યૂટ્યૂબરને ચેનલ Crazy XYZ પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાય લોકો બાઈકના ટાંકી ફુલ કરાવતા દેખાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 36 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. તમે પણ જોઈ લો આ વીડિયો

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, કેવી રીતે લોકો શરૂઆતમાં ફ્રી પેટ્રોલની વાતને મજાકમાં લેવા લાગ્યા. પણ જ્યારે તેમને ખબર પડી કે, હકીકતમાં અહીં પેટ્રોલ અને ડીઝલ ફ્રીમાં આપવામાં આવે તો, લોકોની લાઈનો લાગવા લાગી. લોકો બાઈકની ટાંકી ફુલ કરાવા લાગ્યા હતા. આ વીડિયો શેર કરતા યુટ્યૂબરે દાવો કર્યો હતો કે, તેણે એક લાખ રૂપિયાનું પેટ્રોલ આવી રીતે લોકોમાં વહેંચી નાખ્યું હતું.