આ વ્યક્તિ તો રોકી ભાઈનો જબરો ફેન નીકળ્યો, લગ્નના કાર્ડમાં આ લોકપ્રિય ડાયલોગ છપાવ્યો

આ દિવસોમાં દરેક વ્યક્તિ એકબીજાને પૂછે છે કે શું તમે KGF 2 જોયું છે ? સાચું કહું તો રોકીએ માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પણ લોકોના દિલ પર પણ જીત મેળવી છે. તેથી જ KGF 2 ના એક ચાહકે તેમના લગ્નના કાર્ડ પર જ રોકી ભાઈનો લોકપ્રિય ડાયલોગ છાપ્યો છે. આ ડાયલોગ સાંભળીને ચોક્કસ તમને બધાને હસવું આવ્યું જ હશે. આ કારણે હવે આ લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

image source

જો તમે પણ ફિલ્મ જોઈ હોય તો તમે સાંભળ્યું જ હશે કે રોકી બોલે છે કે Violence, Violence, Violence…I Don’t Like It. I Avoid! But… Violence Likes Me, I Can’t Avoid! ગુજરાતીમાં કહીએ તો – હિંસા, હિંસા, હિંસા…મને તે પસંદ નથી. હું ટાળું છું! પણ… હિંસા મને પસંદ કરે છે, હું ટાળી શકતો નથી! ફેને ફિલ્મનો આ ડાયલોગ પોતાના લગ્નના કાર્ડ પર અનોખી રીતે છાપ્યો છે. તમને જણાવી દઈએ કે અભિનેતા યશ એટલે કે ‘રોકી’ આ ડાયલોગ બોલે છે જ્યારે તે અધીરાની સામે ખડકની જેમ ઊભો રહે છે અને તેના પર ગોળીઓ વરસાવે છે.

આ કાર્ડમાં લગ્નની તમામ માહિતી છે. પણ જ્યારે તમે કાર્ડની નીચે જોશો તો રોકી ભાઈનો ડાયલોગ અલગ રીતે લખાયેલો હશે – Marriage… Marriage…Marriage. I dont Like it, I avoid, but my relatives like Marriage i can’t avoid.’ જેનો અર્થ- લગ્ન… લગ્ન… લગ્ન. મને એ ગમતું નથી, હું ટાળું છું, પણ મારા સંબંધીઓને લગ્ન ગમે છે. તેથી જ હું તેનાથી બચી શકતો નથી.